SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શિની ઉપલબ્ધિ [૧૫૧] ધરનાર ઉભો છે. ડે. બજેસે વર્ણવ્યું છે તેમ કપડાની ઘડીએ અને માથાપર વાળ મને દેખાયા નહિ. વળી એમણે કહ્યું છે તેમ આ બુદ્ધની આકૃતિ નથી, પણ ૧૬ મા તીર્થંકર શાંતિનાથની આકૃતિ છે, કારણ વેતાંબર તેમજ દિગંબર જૈનમૂર્તિ શાસ્ત્રમાં હરણું એ શાંતિનાથનું લાંછન છે, જો કે સાધારણ અવલોકન કરનારને ધર્મચક્ર અને હરણને લીધે બુહની મૂર્તિ લાગે.૧૩ શાંતિનાથની આવી જ આકૃતિ મધ્યકાલીન અંકાઈ ગુફામાં છે.૧૪ શાંતિનાથની જોડે કાયોત્સર્ગ અવસ્થામાં ઉભેલી એક નિવસ્ત્ર (?) આકૃતિ છે.૧૫ બંને બાજુ પર એક ચામર ધારણ કરનાર છે. મુખ્યાકૃતિને લાંબા કાન, અને ખભાપર પડતી વાળની લટો છે. આ જન તીર્થકર તો અવશ્ય છે પણ લાંછન દેખાતું નથી એટલે ક્યા તીર્થકર છે તે નક્કી કરી શકાતું નથી.* આ બાકૃતિની પછીની બે અતિએ ૧૬ પણ જૈન તીર્થકરોની છે. છેલ્લી બે આકૃતિઓ આ સરખી જ છે, છતાં ચામર કરનારાનાં અસાધાણુ મેટાં માથાં, સિંહાસનના ત્રણ સિંહ અને વચલા સિંહની નીચે ચક્ર નોંધવા લાયક છે. મધ્યમાં જે સિંહ છે તે લાંછન હોય તો આ આકૃતિ તીર્થંકર મહાવીરની હોવી જોઈએ. તીર્થકરેની આસપાસ જે આકૃતિઓ છે તે કેવલ ચામર ધારણ કરનારાઓની છે, ૧૩. જેનો પણ ધર્મચક્રને પૂજતાં, અને એની પૂજા બતલાવતાં મથુરામાંથી ઘણું furul Huni 9. Vogel, " The Catalogue of the Mathura Museum,” p. 70. ૧૪. જુઓ, Fergusson, “Cave Temples of India,” p. 507. ૧૫. જુઓ P. IIT, fig. 2. * આ મૂર્તિ પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની છે. તીર્થકરની જે મૂર્તિના ખભા ઉપર વાળની લટ હોય તે મૂર્તિ નિઃશંકપણે શ્રી આદીશ્વર ભગવાનની જ સમજવી, કારણ કે એ વાળની લટો શ્રી આદિનાથના જીવનના એક વિશિષ્ટ પ્રસંગને મૂર્ત કરે છે. શાસ્ત્રાને ઉલ્લેખ પ્રમાણે દરેક તીર્થકર દીક્ષા લેતી વખતે પંચમુષ્ટિ લોચ (વાળને હાથવતી ખંચી કાઢવા તે) કરીને દાઢી, મૂછ તથા માથાના બધા વાળ કાઢી નાખે છે. આદીશ્વર ભગવાન, દીક્ષા લેતી વખતે ચાર મુષ્ટિ લોચ કરીને પાંચમી મુષ્ટિથી માથાના પાછલા ભાગનો લોચ કરવા જતા હતા ત્યારે ઈદની વિનંતીથી તેમણે તેટલો ઘચ બાકી રાખ્યો હતો. આ કારણે આદીશ્વર ભગવાનની કઈ કઈ મૂર્તિમાં વાળની લટ મળે છે. મથુરામાંથી પણ આવી વાળની લટાવાળી મોટી મૂર્તિઓ મળેલ છે, જેમાંના બેનાં ચિત્ર આ માસિકના પ્રથમ વર્ષના પાંચમા અંકમાં અમે પ્રકાશિત કર્યા છે. તંત્રી, ૧૬. જુઓ P. ITI, figs 3 and 4. ૧૭. આ photoમાં આવી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy