________________
[૧૫ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ--વિશેષાંક
[વર્ષ ૪ કે યક્ષ અને યક્ષિણીઓની ? બીજો વિકલ્પ સંભવિત નથી કારણકે ઉંચાં શિરછાદન૧૮ સિવાય બીજા કોઈ ચિહ્નો-જુદી જુદી જાતનાં વાહન, શ વગેરે-જે યક્ષ અને યક્ષિણીઓના લાંછન તરીકે આપણે જાણીએ છીએ તેમને અભાવ છે. વળી આ આકૃતિઓમાં યક્ષિણીઓ તે દેખાતી જ નથી. આટલું છતાં પરિવાર આકૃતિઓ કદાચ થની-આભૂષણે વિનાની-હોય. આમ માનવાનું કારણ એટલું જ કે જેમ બૌદ્ધ અને જૈન મૂર્તિશાસ્ત્રમાં આભૂષણો વગેરે પાછળથી દાખલ થયા તેમજ જૈન મૂર્તિશાસ્ત્રમાં પણ થયું લાગે છે, જ્યારે ઢાંકના તીર્થકરે અને પરિવાર આકૃતિઓ પ્રાચીન સમયમાં લાગે છે. આને લીધે યક્ષેની (3) આકૃતિઓમાં આભૂષણ વગેરેને તેમજ તેમની સાથેની યક્ષિણીઓને અભાવ છે.
ઢાંકનાં શિ, ઉપર બતલાવ્યું તેમ, જૈન છે, બૌદ્ધ નહિ. તીર્થકરે નિર્વસ્ત્રો મને લાગે છે, જે કે ડે. બજેસને વસ્ત્રાનાં ચિહ્નો દેખાયાં હતાં. મને નિર્વસ્ત્ર લાગે છે પણ તેથી દિગંબર સંપ્રદાયના અનુયાયિઓએ કોતર્યા હશે એમ નિઃશંક રીતે કહેવાય નહિ, કારણ કે કળા અને શૈલીની દૃષ્ટિએ શિલ્પો કુશાન (અથવા ક્ષત્રપ) કે આરંભિક ગુપ્ત સમયના (ઈ. સ. ૧૦૦-૩૦૦) લાગે છે. આ કાળમાં જૈનધર્મના દિગંબર અને કહેતાંબર એમ બે ફાંટાઓ પડયાને બહુ સમય થયો ન હતો; તેથી હાલ અથવા મધ્યકાલીન જેટલે સખત ભેદભાવ ન હતું. ઢાંકના શિલ્પો, તેથી, આ ભેદભાવના કાલના પહેલાંનાં પ્રાચીન જૈનધર્મનાં લાગે છે. એમ હોય તો અત્યાર સુધી અંધકારમાં પડી રહેલા આ આ શિલ્પ કાઠિવાડમાં જનધર્મ તેમજ શિલ્પના ઈતિહાસનું એક નવું પ્રકરણ ખેલે છે. ૧૯
૧૮. ડે. બર્જેસ કહે છે, “બધા યક્ષે અને યક્ષિણીઓનાં એક સરખાં ઉંચાં શિરછાદને હોય છે.” જુઓ “Digambara Jain Iconography, p. 5.
૧૯. આ લેખ, અંગ્રેજીમાં, લન્ડનની Royal Asiatic Societyના Journalમાં આ મહિને પ્રગટ થશે. અત્રે, એ Societyના સૌજન્યથી, અનુવાદ રૂપે પ્રગટ
-લેખક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org