________________
અંક -૨] જન શિની ઉપલબ્ધિ
[૧૪] કરી હતી. એમણે આ શિલ્પોનાં ચિત્રો કે જેણે આપ્યા ન હતા, તેમ તેમનું વર્ણન પણ સંતોષકારક નહોતું કર્યું. આથી કાઠિવાડમાં જુના અવશેષોની શોધમાં ફરતા, ઢાંક જઈ, આ શિ જાતે જોવાને મેં નિશ્ચય કર્યો. નિરીક્ષણ કરતાં છે. બજેસે વર્ણવ્યાં હતાં તેમ આ શિલ્પ બૌદ્ધ નહિ પણ જૈન માલમ પડયાં. એટલું જ નહિ પણ કાઠિઆવાડમાંથી મળી આવેલાં જૈન કે ઇતર શિલ્ય કરતાં એ વધારે પ્રાચીન મને લાગ્યાં.
પહેલાં કરીના નીચલા ભાગ પર આવેલી ગુફાનાં શિલ્પ આપણે લઇએ. અહિં પહેલી ગુફા ૭' ૯”x ૮ ૪” છે અને એનું પ્રવેશદ્વાર લગભગ ૪ ફૂટ પહોળું છે. એમાં ત્રણ મોટા ગોખલા છેએક દ્વારની સામે, બાકીના એક એક બાજુ પર. બાજુ પરના એક તરફના ગેખલમાં એક નિર્વસ્ત્ર (?) આકૃતિ: પદ્માસનમાં ધ્યાનમુદ્રામાં (ખેળામાં ડાબા હાથમાં જમણે હાથ રાખીને) સ્થિર બેઠી છે. માથાપર ત્રણ રેખાઓથી ત્રણ છત્રો દર્શાવ્યાં છે. બાજુપર એક ચામર ધરનારે અને એની ઉપર વિવાધર છે. વચ્ચેના ગોખલામાં આવી જ રીતે સિંહાસન પર બેઠેલી એક આકૃતિ છે, અને એની બંને બાજુ પર ચામર ધરનાર છે. ડે. બજેસને આ આકૃતિઓ બુદ્ધની લાગી. બારીકીથી અવલોકન કરતાં જૈન લાગે છે, કારણ કે (૧) એ નિર્વસ્ત્ર (?) છે; (૨) તેમની હાથની મુદ્રા જૈન તીર્થકરોના જેવી જ છે; (૩) એ, બાજુની ટેકરી પર આવેલી આકૃતિઓ (જે નિઃશંક જૈન તીર્થકરેની છે –ના જેવી છે. આ આકૃતિઓ તેથી આદિનાથની હોય, કારણ મથુરની આદિનાથની મૂર્તિ માફક નીચે સિંહાસન પર બે સિંહ તે છે, પણ વચ્ચેનું મુખ્ય લાંછન વૃષભ દેખાતું નથી.
ખીણની ઉપર જતાં, ખડકની ભીંતમાં ડાંક આછાં કોતરી કાઢેલાં શિલ્પ છે. પહેલાં નીચલા ખુણા પરથી ઉ૫ર આવતા એક “સ્ત્રીનું શિલ્પ દેખાય છે. સ્ત્રીના ડાબા ઘુંટણ પર એક બાળક છે અને જમણું હાથની કેણી તે જ તરફના ઘુંટણ પર ટેકવેલી છે, અને હાથ ઉંચે રાખેલ છે. કાનમાં મોટાં કર્ણફુલ છે, અને માથામાં સેંથાની મધ્યમાં એક બીજું આભરણ પહેર્યું છે. ડે. બર્જેસે આ શિલ્પને ઓળખ્યું નહિ. એ
૩. ઢાંક જવામાં મદદ કરવાને મારા વડીલ અને સ્નેહી શ્રી. રણછોડદાસ પટવારીને અને શ્રી. મનસુખલાલ મહેતાને ત્યાં સુધી એક જૂનાગઢથી મારી સાથે આવવામાં મારા મિત્ર શ્રી. શંભુપ્રસાદ દેસાઈને; અને ત્યાં મારી પરણાગત કરવામાં ઢાંકના મમ દરબારનો અને શ્રી. ગેરધનદાસ માલવીયાને આભાર માનું છું.
૪. આ અને વચલા ગેખલાની આકૃતિઓના ફોટા “enlarge” (મેટા) થાય એવા સારા ન હોવાથી અત્રે છાપ્યા નથી.
M. Jei Vincent Smith, “ Jain Stupa and other Antiquities of Mathura," Archaeological Survey of India, Vol. XX, pl. XCVIII.
૧. જુઓ PI, II. fig (from left to right ) Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org