________________
અક-૧ ૨].
પ્રાચીન જૈન સ્થાપત્ય
[૧૭]
અને સ્ત્રી વ્યકિત બેઠેલાં છે તે બંનેની ના પબાસણ મધ્યના ભાગમાં એક માણસ બેઠેલે છે, જેની આજુબાજુ બે પાડા ઉપર એકેક માણસ બેડેલ છે અને તેની નીચે બીજા પણ એકેક માણસ છે. આ ચિત્રકૃતિ કા વિષાને લગતી છે તેની કોઈ સમજણ પડતી નથી, મ્યુઝીયમના સત્તાવાળાઓ એ પણ તેની નીચે કાંઈ લખ્યું નથી.'
મથુર ના કર્ઝન મ્યુઝીયમમાં જે જે જે સ્થાપત્યે મારા માં આવ્યાં હતાં, તેને ઉલ્લેખ મેં અને કર્યો છે. તે વર્ણનમાં મારો કાંઇ ખલતા રહેવા પામી હોય તે સુઝ વાંચકે તે તરફ મારૂ લક્ષ દેરવા પ્રયત્ન કરશે એવી આશા રાખું છે તે અસ્થાને નહિ ગણાય. આ સ્થાપત્ય ઉપરાંત મથુગના કંકાલી ટીલામાંથી નીકળેલાં સ્થાપન મેરે ભાગ તે લખનૌના મ્યુઝીયમમાં ખસેડવામાં આવ્યો છે, તેનું વર્ણન બડ઼ જ વિસ્તૃત હોવાથી સમય આવે આ માસિકના વાચકો સમક્ષ રજુ કરવાની ઈચ્છા રાખને હાલમાં હું આ લેખને અને સમાપ્ત કરૂં છું.
આ સ્થાપત્યે માંથી નીચે મુજબના પ્રનો મને ઉદભવે છે. તેનું નિરાકરણ તે તે વિષયના જાણકાર મહાશ કરવા મહેરબાની કરશે એવી આશા રાખું છુ
૧. પ્રાચીન જિનમતિઓની નીચે કઈ પણ ટેકાણે લંછન જોવામાં નથી આવતાં તેનું શું કારણ? શું જિનમૂર્તિની નીચે લંછન કરાવવાની પ્રથા પાછળના સમયથી શરૂ થઈ છે? અને પાછળના સમયથી શરૂ થઈ હોય તે તે કયારે? તે સંબંધી ઉલ્લેખે જન સાહિત્યમાં કયા સમયના મલી આવે છે?
૨. ઉપર્યુક્ત મથુરાના કંકાલી ટીલામાંથી કેટલીક મૂર્તિઓ “ઉસ્થિત પદ્માસન ની બેઠકે બેઠેલી છે, તે ઉસ્થિત પદ્માસનની મૂર્તિઓ કરાવવા સંબંધી જૈન સાહિત્યમાં કોઈ ઠેકાણે ઉલ્લેખ છે કે કેમ?
૩. B 65 ચતુર્મુખી મૂર્તિઓની નીચેના ભાગમાં શિલાલેખની અંદર પ્રતિમાં
તો મ”િ એવા અક્ષરે લખેલા છે, તે અક્ષરે કરવાનું કારણ શું? ચૌમુખી પ્રતિમાઓને જન સાહિત્યમાં કોઈ ઠેકાણે ઉપરના નામથી સંબંધિત કરવામાં આવી છે? અને સંબંધિત કરવામાં આવી હોય તે ક્યાં અને ક્યારે ?
૪. મોટા ભાગની જિનમૂર્તિઓની પલાંઠીના નીચેના પબાસણની ડાબી બાજુએ યક્ષિણી તરીકે “અબિકા દેવી ની જ મૂર્તિ કોતરવામાં આવે છે તેનું શું કારણ? શું પહેલાના સમયમાં બીજા કોઈ યક્ષ, યક્ષિણી બની માન્યતા ન હતી ? પ્રાચીન સમયમાં તે શું પરંતુ મધ્યકાલીન યુગનાં આબુ વગેરે સ્થળોની મેટા ભાગની મૂર્તિઓના પબાસણની ડાબી બાજુએ પણ અંબિકા દેવીની મૂર્તિઓ કોતરવાનું કારણ શું?
“મથુરાના કંકાલીટીલા”માંથી નીકળેલા સ્થાપત્યની અંદર ઉલ્લેખેલા આચાર્યોને નામે “કલ્પસૂત્ર'ની સ્થવિવિલીની સાથે મલતાં આવે છે, પરંતુ કોઈ પણ દિગંબર ગ્રંથના ઉલ્લેખે સાથે નથી મલતા આવતા તે દિગંબર સંપ્રદાયની ઉત્પત્તિ પાછળના સમયમાં થઈ
છે તે વાતની આ શિલાલેખેના જીવતા જાગતા પુરાવાઓ સાબિતી નથી આપતા ? Jain Education In આમંતિનું ચિત્ર આ અંકમાં ૬ છપાયેલ છે,Only
jainelibrary.org