________________
[૧૪].
શ્રી જૈન સત્ય પ્રકાશ-વશેષાંક
[વર્ષ ૪
(૨) હવે કુમારોએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારવધારી દેવ શ્રીવર્ધ માન કુમાર સાથે રમતમાં હારી ગયો. તેણે કહ્યું “ભાઈ હું હાર્યો અને આ વર્ધમાનકુમાર છત્યા માટે એમને મારા ખભા ઉપર બેસી દે.” શ્રીવર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને બીવવાનો પ્રપંચ કર્યો. તેણે પિતાની દેવશક્તિથી સાત તાડ જેટલું પિતાનું ઊંચું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનના બળથી જાણી ગયા. તેમણે વજ જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એ તે પ્રહાર કર્યો કે તે ચીસ પાડવા લાગ્ય અને પીડા પામવાથી મચ્છરની જેમ સંકેચાઇ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધય પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનને તેણે મનમાં સ્વીકાર કર્યો અને પિતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે વખતે ઈદે ધેર્યાશાળી પ્રભુનું “વીર' એવું ગુણનિષ્પન્ન નામ પાડયું.”
આ પ્રસંગને અનુરૂપ ચિત્ર માટે જુઓ મારા તરફથી પ્રસિદ્ધ થએલ નચિત્રકમ નામના ગ્રન્થમાં ચિત્ર, પ્લેટ. નંબર, L VIIIમાં ચિત્ર નબર, ૧૯૪.
આપણે ઉપરના પ્રસંગવર્ણન ઉપરથી સહેજે સમજી શકીએ છીએ કે ઝાડની આજુબાજુ વિટાયેલા સને જેને ભયભીત થયેલા બાળકો જેવી રીતે પલાયન કરી ગયા, તેવી જ રીતે જ્યારે દેવે સાત તાડ જેટલું પિતાનું શરીર ઉંચું બનાવ્યું હશે ત્યારે તે તે બાળક જરૂર પિબારા ગણી ગયા હશે. વળી પ્રસંગમાં પણ સ્પષ્ટ વર્ણન છે કે દેવે પિતાના ખભા ઉપર શ્રી વર્ધમાન કુમારને જ માત્ર બેસાડયા છે, તે પછી મથુરાના ત્રણ ચિમના પહેલી ચિત્રાકૃતિવાળા દેવે જમણા હાથમાં બે, ડાબા ખભા ઉપર એક તથા જમણા ખભા ઉપર એક એમ ચાર બાળકોને ઉઠાવેલ છે, જ્યારે બીજી ચિત્રાકૃતિવાળા દેવે ડાબા ખભા ઉપર એક તથા જમણે ખભા ઉપર એક અને ત્રીજી ચિત્રાકૃતિવાળા દેવને પહેલી ચિત્રાકૃતિવાળાની લગભગ સમાન જ મુનિશ્રી જણાવે છે. વળી ત્રણે ચિત્રાકૃતિઓ પૈકી એક ચિત્રાકૃતિની આજુબાજુ ઝાડ વગેરે કે જ્યાં બાળકો રમતા હતા, તેનું નામનિશાન સુદ્ધાં નથી તે પછી આ ચિત્રાકૃતિઓ આમલકી કીડાની જ છે, એમ કયા આધારે સાબીત કરી શકાય તેમ છે, તે બાબતને તેઓશ્રી યોગ્ય ખુલાસે કરીને આ સ્થાપત્ય ઉપર વધુ પ્રકાશ પાડવા જરૂર કૃપા કરે એવી મારી તેઓશ્રીને નમ્ર વિનંતિ છે.
આ આમલકીકીડાના પ્રસંગની સાથે કૃષ્ણની બાળક્રીડાને એક પ્રસંગે ખાસ સરખા વવા જેવો છે જે આ પ્રમાણે છે –
(૧) કૃષ્ણ જ્યારે બીજા ગેપ બાળકો સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કેસે મારવા મોકલેલો અધ નામને અસુર એક જન જેટલું સપરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે પ અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયે. આ જે કૃષ્ણ એ સર્ષના ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે સર્ષ અધાસુરનું મસ્તક ફાટી ધાસ નીકળી ગયે અને તે મરી ગયે. તેના મુખમાંથી બાળકો બધા સંકુશળ બહાર આવ્યાં.
For Private & ભાગવત દશમસ્કંધ, અ. ૧૨. . ૧૨-૩૫.
Jain Education International
www.jainelibrary.org