________________
અક ૧-૨ ]
પ્રાચીજ જન સ્થાપત્ય
[ ૧૪૩ ]
El, E2 અને 2547 આ ત્રણે ચિત્રને અને પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રદર્શનવિજયજીએ શ્રી જન સત્ય પ્રકાશ” માસિકના વર્ષ બીજાને ૪-૫ મે અંક કે જે “મહાવીર નિર્વાણ વિશેષાંકના નામથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે પૃ૪ ૧૭૮ થી ૧૮૩ ઉપર “મથુરાને કંકાલીટીલે અને ભગવાન મહાવીરના જીવનના બે વિશિષ્ટ પ્રસંગે ” નામને એક લેખ લખેલે છે, તેમાં પૃ ૧૮૩ ઉપર આ પ્રમાણે વર્ણન આપેલું છે –
આમલકી કીડાનું ચિત્ર:- મથુરામાં આમલકી કોડાનાં ત્રણ ચિત્રો છે (નબર ૧૦૪, E ૧૪ તથા ૧૧૧૫). તેમાંથી પહેલા ચિત્રમાં એક પહેલવાન જેવી પ્રચંડ કાયાવાળે અને મેષના જેવા મુખવાળે પિશાચ-દેવ ઉભેલ બતાવ્યું છે. જમણા હાથમાં તેણે બે બાળકેને ઉઠાવેલા છે. ડાભા ખંભા ઉપર વિમાન કુમારને બેસારેલ છે અને જમણા ખભા ઉપર બીજા છોકરાને ઉઠાવે છે..........બીજા ચિત્રમાં પણ ઉમે અને મેળ મુખવાળો પિશાચ આપેલ છે. તેમાં તેણે ડાબા ખભા ઉપર વર્ધમાન કુમાર અને જમણા ઉપર બીજા છોકરાને ઉપાડેલ છે.
ત્રીજું ચિત્ર લગભગ પહેલા ચિત્રના જેવું જ છે.”
આ ત્રણે ચિત્રને એક બ્લેક “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકની શરૂઆતમાં જ આમલકી કોડાનાં ત્રણ ચિત્રા” એ નામથી છપાઈ ગયેલ છે.
પૂજ્ય મુનિરાજ શ્રો દર્શનવિજયજી જે પ્રમાણે આ ત્રણ ચિની ઓળખાણ આપે છે તે મને પિતાને વાસ્તવિક જણાતી નથી. એક તે આ ઘટનાને ઉલ્લેખ કઈ પણ આગમ ગ્રંથમાં મળી આવતા નથી અને તેથી જ મુનિશ્રીએ પણ “કલ્પસૂત્રની કિરણાવલી” ટીમનો ઉલ્લેખ કર્યો છે. વળી “આમલક કડા' એ નામની ક્રીડા અર્વાચીન છે, તથા કેદ પણ પ્રાચીન કથા માં આમલ ક્રીડાની રમતનું નામ નથી, છતાં પણ એ વાતને સત્ય માનીએ તો પણ મુનિશ્રીની કલ્પના વાસ્તવિક સાબીત કરી શકતી નથી કારણ કે કલ્પસૂત્રની ટીકાઓમાં જે વર્ણન મળી આવે છે તે નીચે મુજબ છે –
(૧) “એક વખતે સૌધર્મે પિતાની સભામાં મહાવીરના બૈર્યગુણની પ્રશંસા કરી અને કહેવા લાગ્યું કે: “હે દે ! અત્યારના આ કાળમાં મનુષ્યલોકમાં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જે બીજે કઈ પરાક્રમી વીર નથી. ઇદ્રાદિ પણ તેમને બીવરાવવાને અસમર્થ છે.” આ સાંભળીને એક દેવ (કે જેનું નામ જણા વવામાં નથી આવ્યું તે) જ્યાં કુમારે કીડા કરતા હતા ત્યાં આવ્યો અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણિવાળા, ડુંફાડા મારતા, કાજળ સમાન વર્ણવાળા, દૂર આકૃતિવાળા અને વિસ્તૃત કણવાળા મોટા સપનું રૂપ બનાવીને કામ કરવાના વૃક્ષને વીંટાળી દીધુ. આ ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારે રમત ગમત પડતી મૂકી નાસી છૂટયા. પરંતુ મહાપરાક્રમી પૈર્યશાળી શ્રી વર્ધમાન કુમારે જરાપણ ભય પામ્યા વિના પિતે ત્યાં તેની પાસે જઇ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધે. સર્પ દૂર પડશે - એટલે નિર્ભય બનેલા કુમારે પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી. www.jainelibrary-19