________________
[૧૪૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
ધરતી ઊભેલી છે. પલાંઠીની નીચેના પબાસણમાં બે સિંહ જ કતરેલા છે, જમણી બાજુ સાત કુણાવાળી પુરૂષ યક્ષની આકૃતિ છે, આ આકૃતિના મસ્તક ઉપર સાત ફણાઓ છે અને તેના ડાબા હાથમાં કમળ જેવું કાંઈક છે, જે ઉપરથી એમ લાગે છે કે આ યક્ષ તે નાગરાજ ધરણે હશે, કારણ કે પબાસણની ડાબી બાજુના છેડાના ભાગમાં જમણા હાથમાં કમળ તથા ડાબા હાથમાં અંકુશ પકડીને બેઠેલી યક્ષિણીની મૂર્તિ છે, જે મ પદ્માવતી દેવીની હોય એમ લાગે છે. આ યક્ષ, યક્ષિણીની મૂર્તિઓ ઉપરથી એમ લાગે છે કે આ જિનમૂર્તિ તે પાર્શ્વનાથ પ્રભુની જ મૂર્તિ હેવી જોઇએ.
268 બંને ખભા ઉપર લટકતા વાળવાળી શીષભદેવ ભગવાનની આ ઊભી કાઉસગીયા મૂર્તિ લગભગ અખંડિત છે, પાછળના ભાગમાં ભામંડળ તથા બંને બાજુએ ચામર ધરનાર એકેક પુરૂષ વ્યકત ઉભેલ છે.
B 13 બને બાજુ એકેક થાંભલા સહિતની પદ્માસનસ્થ તીર્થકરની આ જિનમૂર્તિના ખોળામાં રાખેલા હાથને સહેજ ભાગ તૂટેલ છે. તે સિવાય આ મૂર્તિ અખંડિત છે, મૂર્તિની બંને બાજુએ ચામર ધરનાર એક વ્યકિત ઉભેલી છે, તથા ઉપરના ભાગમાં એકેક દેવતા ફુલની માળા લઈને આવતા કોતરેલા છે.
1258 બંને હાથે વણ પકડીને ઉભી રહેલી એક સ્ત્રીની આકૃતિ છે, તેણીના મસ્તકને ભાગ ખંડિત થઈ ગએલે છે; સ્ત્રીની જમણી બાજુએ બે હસ્તની અંજલિ જોડીને રસ્તુતિ કરતા એક પુરૂષનો આકૃતિ છે અને ડાબી બાજુએ પ જેવી આકૃતિ છે. ઘણું કરીને આ બંને સ્ત્રી, પુરૂષ સ્તૂપની પાસે ઉભા રહીને સ્તૂપની સ્તુતિ કરતા હેય એમ લાગે છે.
D, 7 અંબિકાની મૂર્તિ છે, અને મ્યુઝીયમના સત્તાવાળાઓએ તેને નીચે Parvati with Skanda, Medieval period એવી રીતનું લેબલ છે, જે બરાબર નથી. વાસ્તવિક રીતે તે આ અંબિકાદેવીની મૂર્તિ છે. કારણ કે તેના નીચે સિંહનું વાહન છે, તેણીના જમણા હાથને કેટલોક ભાગ તુટેલો છે અને તે તરફ તેણુને એક છોકરે ઉભેલો છે, જેના મુખને ભાગ નાશ પામેલો છે. તેના પાછળના ભાગમાં ભામડલ છે. વળી જમણી બાજુના છોકરાની પાસેના ભાગમાં ગણપતિની મૂર્તિ પણ કતરેલી છે, વળી બંને બાજુ ચામર ધરનારાઓ ઉભા રહેલા છે, મસ્તક ઉપરના ભાગમાં તીર્થંકરના મૂર્તિ, આંબાનું ઝાડ, કૃષ્ણવાસુદેવ પિતાનાં આયુધ સાથે તથા હળ અને મૂશળ સાથે બલદેવ પણ કોતરેલાં છે. આ મૂર્તિ મધ્યકાલીન યુગની છે અને તે સ્થાપત્યને એક ઉત્તમ નમૂને છે. વળી આ મૂર્તિ મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી નથી છતાં પણ મ્યુઝીયમના સત્તાવાળાઓએ તેને જૈનમૂર્તિ હોવા છતાં હિંદુ મૂર્તિ તરિકે ઓળખાવવા પ્રયત્ન કરેલો હેવાથી અહીંયા આ મૂર્તિની નોંધ લેવામાં આવી છે.
B. 65 ચતુર્મુખી જિનમૂર્તિઓની ચારે બાજુની પલાંઠીના નીચેના પબાસણના ભાગમાં વચમાં ધર્મચક્ર છે; બંને બાજુએ એકેક સિંહની આકૃતિ છે. મુખ્ય મૂર્તિ પાર્શ્વનાથ
Jain Educatiointernational
For Private & Personal Use Only
www.jainelibrary.org