SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨ ]. પ્રાચીજ જૈન સ્થાપત્ય [૧૧] ભામડલ છે. માથાની બંને બાજુએ હાથ ઉપર સ્વાર થએલી એકેક વ્યક્તિ કોતરેલી છે, તથા મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્ર પણ કોતરેલાં છે અને તે છત્રની બંને બાજુથી દે અન દેવીએ હાથમાં ફુલની માળા લઈને આકાશમાંથી ઉડીને આવતાં દેખાડીને શિલ્પીએ પિતાની શિપકળાને ખ્યાલ આપવા અજબ પ્રયત્ન કરે છે. વળી મૂર્તિના ઠેઠ ઉપરના ભાગમાં તીર્થકરની ચાર બીજી પદ્માસનસ્થ મૂર્તિઓ રજુ કરી છે, જેથી માલુમ પડી આવે છે કે આ પંચતીર્થ છે. 1505-પદ્માસનસ્થ પાર્શ્વનાથ પ્રભુની સુંદર અને મૃદહાસ્ય કરતી આ મૂર્તિના પાછળના ભાગમાંથી ઉપર ચઢતે એ નાગરાજ બહુ જ સુંદર રીતે રજુ કરેલો છે. પ્રભુની જમણી બજુ ચામર ધરનાર એક પુરૂષ વ્યકિત છે તથા ડાબી બાજુ જમણે હાથ ઉચે કરીને ઉભી રહેલી એક સ્ત્રી છે, જેણીના હાથમાં ચામર નથી, પરંતુ બીજી કોઈ વસ્તુ છે, જે બરાબર ઓળખી શકાતી નથી. મસ્તકના ઉપરના ભાગની બંને બાજુએ એકેક દેવ ફુલની માળા લઈને આવતા દેખાય છે. પલાંઠીને નીચે પબાસણની મધ્ય ભાગમાં ધર્મચક તથા ધર્મચકની બંને બાજુ એક એક સિંહની સુંદર આકૃતિ કોતરી કાઢેલી છે, B. 77 આ પદ્માસન જિનમૂર્તિ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિના જેવડી જ લગભગ છે. ગરદનના પાછળના ભાગમાં ભામડલ છે, બંને બાજુ એક ચામર ધરનાર વ્યક્તિ ચામર વીંઝતી ઉભી છે, મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્ર છે અને છત્રની બંને બાજુએ એકેક દેવ હાથમાં ફુલની માળા લઈને આવતા દેખાય છે. આ પ્રતિમાની નાસિૌને ભાગ જરા ખંડિત છે, બાકીનો ભાગ સંપૂર્ણ છે. B. 75 મસ્તક વગરની પદ્માસનસ્થ આ મૂર્તિ કદમાં નાની છે, પરંતુ તેની ગરદનના પાછળના ભાગમાં ભામંડળ છે, બંને બાજુ ચામર ધરનાર પણ ઉભેલા , વળી મામંડળની ઉપરના ભાગમાં બને બાજુ બબે પદ્માસનસ્થ નાની નાની જિનમૂર્તિઓ મળીને કુલ પાંચ મૂર્તિઓ છે અને તેથી જ માલુમ પડી આવે છે કે આ પણ એક પંચતીથી છે. પલાંઠીની નીચે પબામણના મધ્ય ભાગમાં આડુ ધર્મચક છે, ધર્મચક્રની બંને બાજુએ એકેક હરણ અને સિંહની આકૃતિઓ છે; તથા જમણી બાજુના છેક છેડાના ભાગમાં એક યક્ષની આકૃતિ છે. યક્ષના જમણા હાથનું આયુધ સ્પષ્ટ દેખાતુ નથી, પરંતુ ડાબા હાથમાંના આયુધના છેડાનો ભાગ જે લબડતે દેખાય છે, તે ઉપરથી આ બ્રહ્મશાંતિ યક્ષ હોય એવુ લાગે છે, જ્યારે ડાબી બાજુના છેડાના ભાગમાં જમણા હાથમાં આંબાની લુન તથા ડાબા પગના બળ ઉપર બેઠેલા એક છોકરાને ડાબા હાથથી પકડીને બેઠેલી અંબિકા યક્ષિણીની મૂર્તિ છે. આ ઉપરથી એમ સાબિત થાય છે કે, કેટલાક વિદ્વાનેનું જે માનવું છે કે જનધર્મમાં યક્ષ, યક્ષિ ઓની માન્યતા બૌદ્ધધર્મના તંત્રયુગ પછીથી શરૂ થઈ છે, તે વાસ્તવિક નથી, પરંતુ જ્યાથી જૈનધર્મમાં મૂર્તિ પૂજાની શરૂઆત થઈ, ત્યારથી જ તેની સાથે સાથે યક્ષ યક્ષિણીઓની માન્યતા પણ શરૂ થઈ હોય એમ સ્પષ્ટ લાગે છે. B, 22 મસ્તક વગરની આ જિનમૂર્તિના પબાસમાં લેખ પણ છે. ગરદનની પાછળના ભાગમાં ભામડલ છે, બંને બાજુ ચામર ધરનાર એકેક પુરૂષ વ્યક્તિ ચામર www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy