________________
[૧૩૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ જોવાથી જ જણાઈ આવે તેમ છે, તેથી તે સંબંધી વિશેષ પિષ્ટપેષણ કરવું ઉચિત ધાર્યું નથી. ગ્રન્થનું પ્રકાશન
આ “યુક્તિપ્રબંધ નાટક” કિવા “વાણારસીયમત ખંડન” નામને સંસ્કૃત ગ્રખ્ય પૂજ્ય પ્રવર પ્રવૃષાભિસ્મરણીય પરમોપકારી પ્રવચનોપનિષદી આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમાન સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજની જ્ઞાષ્ટિથી સંશોધન પામવા સાથે સંવત ૧૯૮૪માં રતલામ શેઠ અષભદાસ કેશરીલિઝની પેઢી તરફથી મુકિત થવા પૂર્વક પ્રકાશન પામે છે. અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વર મહારાજ નિરૂપિત શુદ્ધધર્મ-દર્શન પ્રાપ્ત થયા બાદ એ જ દર્શનમાંથી નીકળેલા સ્વમતિકલ્પિત મત-મતાંતરેથી શ્રદ્ધાળુ આત્માઓ મુગ્ધ -- બને અને પરિણામે સમ્યગ્દર્શનાદિ ગુણોથી વિમુખ ન થઈ જાય તે માટે આવા ખંડન-મંડનાત્મક ગ્રો પણ પરમ ઉપકારક છે. એ પરમ ઉપકારક ગ્રન્થનું સાઘન્ત વાયવ કરી ભવ્યાભાએ સમ્યગ જ્ઞાનમાં -સભ્ય ધર્મમાં સુદઢ બને અને પરંપરાએ શિવરમણના ભોક્તા થાય એ જ મહેચ્છા સાથે આ ઉપક્રમની અહિં પૂર્ણાહુતિ કરવામાં આવે છે.
જૈન અહિંસાને પ્રભાવ જેના સા પરમો ધર્મ ના ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણ ધર્મ ઉપર ચિરસ્મરણીય છાપ મારી છે. યજ્ઞયાગાદિમાં પશુવધ થઇ યજ્ઞાથે હિંસા થતી હતી તે આજકાલ બંધ થઇ , તે જનધર્મે એક મોટી છાપ બ્રાહ્મણલમ ઉપર મારી છે. પૂર્વ કાળમાં યજ્ઞના બહાને અસંખ્ય પશુઓની હિંસા થતી હતી કે જેનું પ્રમાણ મેઘદૂત કાવ્ય અને બીજા અનેક ગ્રંથોથી મળી આવે છે. રતિદેવ રાજાએ જે યજ્ઞ કર્યા હતા તેમાં તેણે એટલાં પશુઓને વધ કર્યો હતો કે તેમના લેડી વડે નદીનું પાણી લાલ રંગનું બની ગયું હતું. તે કાળથી નદીનું નામ ચર્મણાતી પ્રસિદ્ધ છે. પશુવધથી સ્વર્ગ મળવા પૂર્વ કળે જે ખ્યાલ હતા તેની આ કથા એક સાક્ષી છે. આ અધેર હિંસાથી બ્રાહ્મણ આજે મુક્ત છે તેને યશ જનમને છે.
સ્વ. લેકમાન્ય તિલક ( જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org