________________
પ્રાચીન જૈન સ્થાપત્યો
: લેખક : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ.
સજાવ્યા જેને રસશણગાર લતામંડપસમ ધર્માચાર”
કવિ ન્હાનાલાલ મા રતવર્ષમાં ઘણા પ્રાચીન સમયથી મૂર્તિપૂજાની ભાવના ચાલી આવે છે, અને PL તેના ખરેખરાં કારણો હજુસુધી સંપૂર્ણપણે જાણવામાં આવ્યાં નથી.
કેટલાંકનું એવું માનવું છે કે મહર્ષિ ગૌતમ બુદ્ધના મૃત્યુબાદ તેઓની ભક્તિ નિમિત્તે બૌદ્ધધર્મના અનુયાયિઓએ મૂર્તિપૂજાની તથા મૂર્તિઓ બનાવવાની પ્રથમ શરૂઆત કરી. ગમેતેમ, આપણી પાસે જનમના માનનીય પવિત્ર આગમ ગ્રંથો તથા શિલાલેખો વગેરેનાં સંખ્યાબંધ પુરાવાઓ છે કે જે રજુ કરીને સાબિત કરી શકીએ તેમ છીએ કે જ્યારે બૌદ્ધધર્મનું અસ્તિત્વ પણ ન હતું ત્યારે પણ જિનમંદિરમાં જિનમતિએ સેંકડોની સંખ્યામાં પૂજાતી હતી.
આ લેખમાં એવા બધા પુરાવાઓ આપવાનું સ્થાન અને સમય ન હોવાથી મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલા કેટલાક પ્રાચીન પુરાવાઓ આપીને હું સંતોષ માનીશ. ન મૂર્તિઓની ખાસ વિશિષ્ટતા
પ્રાચીન ભારતીય કલાકારોએ મૂર્તિઓ બનાવવામાં તેને આંતરિક ભાવ અને પરિચિ. તનનું પ્રદર્શન કરવાની ચેષ્ટા કરી છે. આ ચેષ્ટામાં તેઓએ મૂર્તિની મુખાકૃતિ જ વિશેષ સુંદર બનાવવાની અને તેમાં યોગ અને શાંતિને ભાવ બતાવવાની વિશેષ કાળજી રાખી છે. ભારતીય કલાનું સર્વે કૃષ્ટ ઉદાહરણ જિનની મૂર્તિમાં મળી આવે છે. તે મતિઓ નિઃસંદેહ ઉત્તમ છે, ને તે જોતાં જ તેમની શાંતમુદ્રા અને ધ્યાનમુદ્રા એકદમ પ્રત્યક્ષ થાય છે. તે મૂર્તિને જઈને મહાકવિ ધનપાલે કહેલા નીચેના ઉદ્ગારે સહેજે નીકળી
प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः । करयुगलमपि यत्ते शस्त्रसंबन्धवन्ध्य, तदसि जगति देवो वीतरागस्त्वमेव॥१॥
અર્થાતુ—જેના નવયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, જેનું વદનકમલ પસન છે, જેની ખેળ કોમનીના સંગથી રહિત–નિષ્કલંક છે, અને જેનાં કરકમલ શસ્ત્રના સંબધથી મુક્ત છે, તે તું છે તે કારણે વીતરાગ ઈ જગતમાં ખરે દેવ છે.”
નવંશના રાજ્યકાળથી લગભગ ચાલુ સેકા સુધીના જન શિલ્પકળાના નમૂનાઓ વિદ્યમાન છે. પ્રાચીન સમયમાં મૂર્તિવિધાન અને ચિત્રાલેખન, સ્થાપત્યને અંગે એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org