________________
[૨૪]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
પુત્રો હતા. તે વખતે તેની રાજધાની વલભીનગરમાં હતી. એને સંભવતઃ પાટવીકુમારનું (કુમાર ભકિતનું) શહેર આણંદપુર (વર્તમાન વડનગર) હતું. આ વખત સુધી જૈન સાધુઓએ જિનાગમને કઠસ્થ રાખ્યા હતા. પણ કાળબળે એ કંઠસ્થ રાખવા મુશ્કેલ જણાયથી ભટ્ટાર્કના વલભીમાં મુનિસમ્માન મળ્યું અને વીરનિ. સં. ૯૮૦માં દેવદ્ધિગણિ ક્ષમાક્ષમણુની અધ્યક્ષતામાં કંઠસ્થ આગમો પુસ્તકારૂઢ થયા. ત્યારપછી વીરનિ. સં. ૯૮૩ (વિ. સં. પર૩-વલભી સં. ૧૪૮ )માં કાલિકાચાર્ય આણંદપુર પધાર્યા અને ત્યાં ચોમાસું કર્યું. યુવરાજ ધરસેન ત્યારે ત્યાં હતા. તેને એક પુર થયે પણ દૈવયોગે મરી ગયે, અને આખા રાજ્યમાં શોકની છાયા વ્યાપી ગઈ. ક લિકાચાર્યે રાજા ધરસેનને પ્રતિબંધી તેને શિક દૂર કરવા ભાદરવા સુદ ચોથના દિવસે ચતુર્વિધ સંઘ સમક્ષ કલ્પસૂત્રનું પ્રથમ વાચન કર્યું. એ પ્રકૃતિ અત્યારે પણ ચાલુ છે.
જૈન સાહિત્યમાં આ પ્રસંગે ધરસેન, વીરસેન અને ધવન એમ જુદાં જુદાં નામ મળે છે. વાસ્તવિક રીતે આ નામે એ ભાઈઓનાં જ નામે છે. પહેલા ધવસેનના શિલાલેખમાં બીજ દેણસિંહને સિહસમાન ઓળખાવ્યું છે, એટલે વીરસેન એ ધરસેન કે દેસિંહનું બીજું નામ હેય એ સંભવિત છે. ધરસેન પ્રથમ મરણ પામે હશે એટલે તે રાજા બની શકે નહીં અને તેના બે ભાઈઓ એક પછી એક વલભીની ગાદીએ આવ્યા. શિલાલેખ પ્રમાણે કણસિંહ વલભી એ ૧૮૩ની આસપાસ અને ધ્રુવસેન (પહેલો) વલભી સં. ૨૦૬થી ૨૨૬ સુધી વલભીને રાજા હતા. આ રાજા જનધન હતા જે કે વલભી વંશના શિલાલેખમાં તેમને પરમભટ્ટારક કે પરમ માહેશ્વર તરીકે ઓળખાવ્યા છે પણ આ વિશેષણ એક રીવાજ રૂપે જ લખાયું હોય એમ લાગે છે. કેમકે એ વંશના રાજાઓ પરમ માહેશ્વર ઓળખાવા છતાં જેન કે બૌદ્ધ હતા, એમ તેમના ભટ્ટાર્કવિહાર તથા મહારાજા ગુહસેનના શિલાલેખે પુરવાર કરે છે. એટલે વલભીવંશ જૈનધર્મી હતું એમ માનવાને શિલાલેખો નિષેધ કરી શકે એમ નથી.
વીરનિર્વાણની પ્રથમ સહસ્ત્રાબ્દીમાં ધરસેન, વીરસેન અને ધવસેન છેલ્લા જૈન રાજાઓ થયા.
(ગુજરાતના ઐતિહાસિક શિલાલેખો, ક૫રાવ સુબોધિકા) પ્રાંતે
વીર નિ. સં. ૧૦૦૦ પછી જેન રાજાઓ અલ્પ સંખ્યામાં થયા છે. જેમાં શિલાદિય, આમરાજા અને કુમારપાળ પ્રસિદ્ધ જૈન રાજાએ છે. જેને પરિચય અવસરે રજુ કરવામાં આવશે.
ઉપરના રાજાઓને પરિચય પણ ઉપલબ્ધ અપ સાધનો તથા સમય પ્રમાણે સંક્ષે પમાં આપ્યો છે. અધિક સાધનો અને સમય હોય તે આ પ્રત્યેક રાજા વિશે સ્વતંત્ર નિબંધ કે ગ્રંથ લખી શકાય આ શુભ અવસર નિકટ ભવિષ્યમાં સાંપડે એ આશા સાથે હું વિરમું છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org