SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨ ] જૈન રાજાઓ [૨૧] વિગત મળતી નથી. પણ વીરનિર્વાણુની છઠ્ઠી સદીને કલિંગનરેશ બૌદ્ધધમાં હતું અને બારદુકાળીમાં વાસ્વામીએ સંધ સાથે જગન્નાથપુરી જઈ ત્યાંના બૌદ્ધરાજાને જૈન બનાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. (હિમવત વિરાવલી, હાથીગુફાને શિલાલેખ, વીરનિર્વાણુ સંવત ઔર જૈન કાલગણના) મહારાજા વિક્રમાદિત્ય વીરનિ. સ. ૪૫૦ લગભગમાં ઉજયિની માં ગર્દભવંશી રાજાનું શાસન હતું. તેણે એક મહાસતી સાધ્વીને પિતાના અંતઃપુરમાં લઈ જવાનું મહાપાતક કરવાથી કાલિકાચાર્યની પ્રેરણાથી શાહી (શક) રાજાઓએ સિંધ, કચ્છ અને કાઠિયાવાડના માર્ગેથી આવી ઉજ. વિનીમાં પોતાનું શાસન સ્થાપ્યું. ચાર વર્ષમાં પ્રજાએ આ નવા રાજ્ય સામે વિરોધ ઉઠાવ્યો એટલે કાલિકાચાર્યના ભાણેજ ભરૂચના રાજા બલમિત્રે શાહી (શક) શાસનને અંત લાવી આર્ય રાજ્યની પુનઃ સ્થાપના કરી. ઉજયિનીની ગાદીએ આવીને આ બલમિત્રે જ વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું. તેણે વિનિ. સ. ૪૭૦થી પિતાને-વિક્રમ સંવતું ચાલુ કર્યો. અત્યારના ઇતિહાસ તે સમયે વિક્રમાદિત્ય નામે કોઈ વ્યક્તિ થયાને સાફ ઈન્કાર કરે છે, અને “માત્ર ભાલવાની પ્રજાના આ વિજયવાળ વર્ષથી ભાવસંવત્ને પ્રારંભ થયો, અને પાછળથી થએલ ભિન્ન ભિન્ન રાજાઓના “વિક્રમાદિત્ય વિશેષણથી તેનું વિક્રમસંવતું” નામ પડ્યું,” એમ માને છે. જન ઇતિહાસ બલિમિત્રનું અસ્તિત્વ માને છે. તે કાલિકાચાર્યને ભાણેજ હોવાથી શાહી (શાક) રાજ્યને પ્રથમ લાભ તેને મળ્યો હોય એ સંભવિત છે. પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજીએ આ વસ્તુને અનુલક્ષીને ઉપર પ્રમાણે મેળ મેળવ્યું છે, જે સર્વથા યુકિતયુકત લાગે છે. વિક્રમાદિત્ય જૈન હતો. પ્રાચીન ઇતિહાસના આધારે સિદ્ધસેન દિવાકર તેના ગુરૂ હતા, જેમણે૧૧ ઉજજૈનમાં મહાવીરસ્તુતિ તથા કલ્યાણમંદિર સ્તોત્ર વડે અવતી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી મહાકાલ તીર્થ સ્થાપ્યું હતું. અને વિક્રમાદિત્યને પ્રતિવ્યો હતે. આ રાજાએ વિવિધ રીતે જૈનધર્મનો પ્રચાર કર્યો હતે. રાજ સાતવાહન આ રાજા વિક્રમાદિત્યને સમકાલીન અને તેને પ્રતિસ્પધી દક્ષિણને રાજા હતા. તેની રાજધાની પ્રતિષ્ઠાનપુર (પઠાણ)માં હતી. તે દેવની સહાયથી ત્યાંને રાજા બન્યા હતા. તે જૈન હતું. તેણે શ્રમણ પૂજા-ઉત્સવ કર્યો હતો અને તેની પ્રાર્થનાથી જ કાલાચાર્યે ભાદરવા સુદ પાંચમના બદલે થના દિવસે સંવત્સરી કરી હતી. આ પ્રસંગ વિક્રમ સંવતના પ્રારંભ પહેલાને છે. ત્યારપછી બીજે વર્ષે ચતુર્વિધ સંઘે આ ફેરફાર કાયમ માટે સ્વીકારી લીધે, જે અદ્યાવધિ પળાય છે. ૧૧ સિદ્ધસેન દિવાકરના સમય માટે વિદ્વાનોમાં મતભેદ છે. પણ દિગંબર આચાર્ય પૂજાપાદના વ્યાકરણમાં સિદ્ધસેનસૂરિની સાક્ષીવાળું સૂત્ર હોવાથી તેમને સમથ વિક્રમની છઠ્ઠી સદીના બદલે પહેલી સદીમાં ફરજિયાત માનવો પડે છે Use Only www.jainelibrary.org Jain Education International
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy