SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ–વિશેષાંક ગિરિ તથા ઉદયગિરિ, કલિંગના આભૂષણ સમાન છે. એક મત પ્રમાણે ભદ્રબાહુસ્વામી, સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિ આ પર્વત ઉપર સ્વર્ગે ગયા હતા. સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિએ સૂરિમંત્રને કરડવાર જાપ આ પહાડ ઉપર કર્યો હતો. એક કાળનું જૈન તીર્થ અને વર્તમાનનું હિંદુતીર્થ જગન્નાથપુરી પણ કલિંગમાં જ આવેલ છે. કલિંગ ચેટકવંશી રાજાઓ ઘણુ કાળ લગી જૈન રહ્યા છે. રાજા ખારવેલ આ વંશને જ પ્રસિદ્ધ જૈન રાજા થશે. મગધસમ્રાટ્ટ શ્રેણિકના ઉત્તરાધિકારી સમ્રાટ કણિક વિશાળી નગરી ઉપર હલ્લે કર્યો હતું, જેમાં ત્યાંના રાજા અને કણિકના દાદા ચેટનું મરણ થયું હતું. પછી ચેટકને પુત્ર શેભનય કલિંગમાં જઈ પહોંચે. કલિંગનરેશ તેને સસરે થતો હતો. તે અપુત્રી હોવાથી મનરાય કલિંગનરેશ બન્યો. તે પરમ જૈન હતો અને તેના વંશના રાજાઓ પણ જન હતા. તેમાંના કેટલાક રાજા સ્વતંત્ર રહ્યા હતા અને કેટલાકે પાટલીપુત્રના રાજાનું આધિપત્ય સ્વીકારેલ હતું. નંદ તથા અશકે કલિંગપર પિતાની આણ પ્રવર્તાવી હતી. આ સિવાયના કાળમાં કલિંગ સ્વતંત્ર હતું. પાટલી પુત્રની ગાદી પર સંપ્રતિ પછી બીજા મૌર્ય રાજાઓ થયા તેમાંના રાજા બૃહદયને મારી તેને સેનાપતિ પુષ્યમિત્ર પાટલીપુત્રનો રાજા બન્યું અને તેણે જગતમાં નામના મેળવવા માટે અશક અને સંપ્રતિથી અવળે માર્ગ લીધે. “દિવ્યાવદન” નામક બૌદ્ધ ગ્રંથમાં લખ્યું છે કે પુષ્યમિત્રે બૌદ્ધધર્મને નાશ કરવાનું બીડું ઉઠવ્યુ, ચતુરંગ સેના સાથે પાટલીપુત્રથી શ્યાલકોટ (પંજાબ) સુધી પ્રયાણ કર્યું. વચમાં મળતા બૌદ્ધ સાધુઓને શિરચ્છેદ કરાવ્યું, એટલું જ નહીં પણ એક બૌદ્ધ સાધુનું માથુ લાવનારને એક સેનામહોર આપવાનું જાહેર કર્યું વગેરે. તેણે બૌદ્ધધર્મની જેમ જનધર્મને પણ ભયંકર હાનિ પહોંચાડી. આ વખતે ચેટવંશીય વૃદ્ધરાજને પુત્ર ખારવેલ કલિંગને રાજા હતા. આ સજા ત્રણ નામે ઓળખાય છે. (૧) મહામેઘ વાહન (મહામેવ હાથીવાળા), (૨) ભિખુરાય (નિર્ગથ ભિક્ષુઓને ઉપાસક) અને (૩) ખારવેલ (સમુદ્રને સ્વામી). ખારવેલે મૌર્ય સં. ૧૬૪માં હાથીગુફામાં એક શિલાલેખ પર પિતાના ૧૪ વર્ષના રાજ્યકાળની પ્રસતિરૂપ લેખ ખોદાવ્યો હતો જેમાં અનેક અતિહાસિક વાતનો ઉલ્લેખ મળે છે. તેમાં બારમા વર્ષનું વૃત્તાન્ત છે કે મહારાજા મહામેધવાહને આ વર્ષમાં પાટલીપુત્ર પર ચડાઇ કરી પુષ્યમિત્રને પિતાને ચરણે નમાવ્યો અને નંદરાજા કલગની પ્રાચીન જિનપ્રતિમાને ઉપાડી લાવ્યો હતો તે પ્રતિમા તથા રત્ન વગેરે કલિંગમાં પોતાની રાજધાનીમાં લઈ ગયો. તેણે આ પ્રતિમાને જિનાલયમાં સ્થાપી તેની પૂજાને ઉત્સવ ઉજવ્યો. આ શિલાલેખમાં તેણે જૈન મુનિઓને વસ્ત્રદાન કર્યા-કરાવ્યાનો પણ ઉલ્લેખ છે. આ રીતે આ રાજા પરમ જૈન હતો. ખારવેલ પછીના કલિંગના રાજાઓ કયા ધર્મના અનુયાયી હતા તે બાબત કશી www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy