SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ - - અંક ૧-૨ જૈન રાજાઓ [૧૧૩] પિતાની પુત્રી એથિનાનું ચંદ્રગુપ્ત સાથે લગ્ન કર્યું. આ રીતે ચંદ્રગુપ્તના રાજ્યની સીમા વધવા લાગી. સંધિ પછી સેલ્યુકસ તરફથી રાજદૂત બનીને આવેલ મેગાઉની જે ભારતવર્ષનું વિવિધ દૃષ્ટિભર્યું વર્ણન લખ્યું છે, તે ઉપરથી માનવું પડે છે કે તે વખતે ચંદ્રગુપ્ત જે બીજો કોઈ રાજા ન હતે. સમ્રા બન્યા છતાં ચંદ્રગુપ્ત ધર્મની બાબતમાં પછાત હવાથી ચાણક્ય તેનું ધાર્મિક જીવન ઘડવાનો પ્રયત્ન આરંભ્યો હતો. પહેલ વહેલાં ચંદ્રગુપ્તને શવ ધર્મગુરૂ સાથે પ્રસંગ પાસે, પણ તેમાં તેને સંતોષ ન થયો. છેવટે જૈન આચાર્યોનો ત્યાગ, તપસ્યા, જિતેન્દ્રયતા, નિરીહતા આદિથી આકર્ષાઈ તે તેમને ઉપાસક બને. આ રીતે ચંદ્રગુપ્ત જનધર્મી બને. ચંદ્રગુપ્તના રાજ્યકાળમાં એ પ્રદેશમાં આચાર્ય ભદ્રબાહુવામી નહી કિન્તુ સ્થૂલિભદ્રજી, આર્ય મહાગિરિજી, આર્ય સુસ્થિતસૂરિજી વગેરે વિચરતા હતા, અને ચંદ્રગુપ્ત તેઓના સંપથી સાચે જૈન બન્યું હતું. તેણે જૈન મંદિરે કરાવ્યાં હતાં તથા જિનબિંબ ભરાવ્યાં હતાં. આ બિંબોમાંનું એક બિંબ ત્રણસો વર્ષ પહેલાં ધાંધણી તીર્થમાં બિરાજમાન હવાને અતિહાસિક ઉલ્લેખ મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન હો એમ આજના બીજા વિદ્વાને પા ભેદભાવ વગર સ્વીકારે છે.' સમ્રાટ ચંદ્રગુપ્ત છેવટે જન સાધુ થયું હતું એવી એક જન માન્યતા છે, પરંતુ તે કેવળ કપનાના ધોરણે જ લખાયેલ છે. ચંદ્રગુપ્તના સમય સુધીમાં જનોમાં વેતાંબર, દિગબરના ભેદ નહોતા પડયા. એ ભેદોને પ્રારંભ તે વિક્રમની બીજી સદીથી થાય છે. તે પહેલાંના મહર્ષિએ બધાયને એક સરખા માન્ય-પૂજ્ય છે. ચંદ્રગુપ્ત જેવા સમ્રાટ દીક્ષા ગ્રહણ કરે એ બીના ખરે જ ગૌરવબરી છે, પરનું જે ઘટના બની જ ન હોય તેને, કેવળ ધર્મની મહત્તા વધારવાના આશથથી, કલ્પી કાટવી એ ન્યાયે ન ગણાય! જિન ઈતિહાસમાં ચંદ્રગુપ્તના જૈન બન્યાને, મહામંત્રી ચાણક્યના એલાના અનશનને, સુસ્થિતસૂરિને કે અન્ય દીક્ષિત શ્રાવકને ઉલ્લેખ મળે છે, પણ ચંદ્રગુપ્તની દીક્ષાને કે તેને આવેલા કહેવાતાં સોળ સ્વપ્નને કશેય ઉલ્લેખ નથી મળતું. જે તેણે દીક્ષા લીધી જ હોત તે પુરાણ, બૌદ્ધ ગ્રંથ કે કથાસરિત્સાગર વગેરેમાં પ્રશંસા રૂપે નહીં તે છેવટે બીજા કોઈના કોઈ રૂપે તે એને ઉલ્લેખ છે આ માટે એ. પી. જાયસવાલકૃત “મૌર્ય સામ્રાજ્યક ઈતિહાસ ની ભૂમિ પૃ ૧, મિશ્રબંધુ લિખિત “ભારતવર્ષ કા ઇતિહાસ” ખંડ ૨ પૃ. ૨૧; જનાર્દન ભરે લખેલ “અશેક કે ધર્મલેખ” પૃ. ૧૪ વગેરે. ૬ મહામંત્રી ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્તને રાજ્યદાતા અને ધર્મદાના ગુરુ છે. જે ચંદ્રગુપ્ત દીક્ષા લે તે ચાણકય પણ દિક્ષા હવે એ સ્વાભાવિક હતું. પરન્તુ ચંદ્રગુપ્ત દીક્ષા ન લઈ શકો એટલે ચાણકય પણ ન લઈ શકો. આથી તેણે બિંદુસારના શાસન-કાળમાં અનશન કર્યું. આ બીના ચંદ્રગુપ્તની દીક્ષાના પ્રશ્ન ઉપર ઠીક ઠીક પ્રકાશ પાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy