________________
લિ
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક અવશ્ય કરાય હેત. આ એક પણ ઉલ્લેખ નથી મળતું એટલે ચંદ્રગુપ્તની દીક્ષાની વાતો પાયા વગરની કરે છે.
જે કે દિગંબ, ચંદ્રગુપ્ત જૈન મુનિ થયું હતું અને તેનું તથા ભદ્રબાહુવામીનું સ્વર્ગગમન શ્રવણબેલગોલમાં થયું, એમ માને છે, પણ ઘણા દિગંબર આચાર્યો તથા વિધાનના ઉલ્લેખ તેના વિરોધમાં જાય છે, અને તેથી ચંદ્રગુપ્તની દીક્ષાની બિના સિદ્ધ કરવી અશક્ય થઈ પડે છે. આ રહ્યા એ ઉલેખેઃ
૧ આચાર્ય જિનસેન “આદિપુરાણ” પર્વ ૨, લેક ૧૪-૧૪૧માં તથા દ્વિતીય આચાર્ય જિનસેન “હરિવંશપુરાણ” સર્ગ ૬૦ છેક ૩૭૮માં ભદ્રબાહુસ્વામીનું સ્વર્ગ ગમન વીરનિ. સં. ૧૬૨માં માને છે, જ્યારે હરિવંશપુરાણ ક ૪૮૪માં ચંદ્રગુપ્તનો રાજયપ્રાપ્તિ વિરનિ. સં. ૨૧૫માં માને છે. આ રીતે બન્ને વચ્ચે પ૩ વર્ષનું અંતર છે. એટલે જ્યાં એ બને મળ્યા જ નથી ત્યાં ગુરૂ-શિષ્ય હોવાની કે દીક્ષાની વાત જ શી કરવી ?
૨ આચાર્ય હરિકૃત “બહથાકેશ,” બ્રહ્મચારી નેમિદત્તકૃત “આરાધના કથાકોશ” કથા ૬૧ ૦ ૨૮૦ તથા તેના ભાષાણંદ પૃ૦ ૩૩૪માં ભબાહુસ્વામી તથા વિશાખાચાર્યને ઉલ્લેખ છે. ભદ્રબાહસ્વામીનું ઉન્જન પાસે સ્વર્ગગમન બતાવ્યું છે, અને દિગંબર સંપ્રદાયમાં પ્રચલિત શ્રવણબેલગેલમાં અનશન કર્યા કે ચંદ્રગુપ્તને ઈશારે સરખો ય નથી.
૩ ચિદાનંદકૃત કનડીભાષાના “મુનિવશાળ્યુદય માં લખ્યું છે કે એક ચિત્તાએ ભદ્રબાહુને શ્રવણબેલગોલમાં મારી નાખ્યા. તેમને તથા ચંદ્રગુપ્તને મેળાપ જ થયું નથી.
૪ “પુણ્યાશ્રવકથાકેશ ”માં ઉપવાસફલાષ્ટક પૈકીની પાંચમી નંદીમિત્રની કથામાં ઉલ્લેખ છે કે- કુણાલના પુત્ર દ્વિતીય ચંદ્રગુપ્ત પિતાના પુત્ર સિંહસેનને રાજગાદી આપી ભદ્રબાહુવામી પાસે દીક્ષા લીધી. અર્થાત્ આ વાત ઈતિહાસથી ઘણી વેગળી જઈ પડે છે.
૫ અમરાવતીની ધી કિંગ એડવર્ડ કૉલેજના પ્રોફેસર હીરાલાલજી દિગંબર જૈન શ્રવણબેલગેલના શિલાલેખની ભૂમિકામાં લખે છે કે “ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના કાળમાં ૬૭ વર્ષનું અંતર પડે છે.”
૬ ચંદ્રગિરિની ચંદ્રગુપ્ત વસતિમાં શિલાલેખ છે કે–પ્રથમ ભદ્રબાહુસ્વામીની પરંપરાના બીજા ભદ્રબાહુસ્વામીનું અનશન શ્રવણબેલગેલમાં થયું હતું અને તે વખતના કોઇ પ્રભાચંદ્રે તેમની પાસે દીક્ષા લીધી હતી. આ ઉપરથી એમ નકકી થાય છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન સાધુ થયા હતા એમ નહીં, પણ વિકમની બીજી સદીના કોઈ ચંદે (નાગેન્દ્ર, ચક્ર, વિદ્યાધર અને નિતિ પૈકીના ચંદ્રકુમારે) બીજા ભદ્રબાહુસ્વામી (શ્રી વજસ્વામીના શિષ્ય શ્રી વજુસેનસૂરિ) પાસે દીક્ષા લીધી હતી.
www.jainelibrary.org Jain Education International
For Private & Personal Use Only