________________
(૧૧૦) શ્રી જેન સત્ય પ્રકાશ--વિશેષાંક
[વર્ષ ૪ અવ્યવસ્થિત રૂપે મળે છે. રાજા મહાપ પોતાના રાજ્યને ખૂબ વિસ્તાર્યું હતું, તેથી નંદવં. શમાં તેની એકછત્રતા અને પ્રભુ વિશેષ મનાય છે.
જો કે આ રાજાઓ કયા ધર્મના હતા તેનાં સ્પષ્ટ પ્રમાણે નથી મળતાં, બૌદ્ધ ગ્રંથ આ રાજાઓ માટે મૌન સેવે છે, પણ પુરાણમાં તેમની ઘણી નિંદા કરી છે તેથી ઈતિહાસને આ રાજાઓ શૈવધર્મના વિરોધી એટલે જૈન હોવાનું માને છે.
એક વાત તે ચોક્કસ છે કે નંદવંશના મંત્રીઓ શરૂઆતથી તે આખર સુધી-કલ્પકથી માંડીને તે શકટાળ સુધી–બધા જૈન જ હતા. તેમજ તેમના વખતમાં જૈનધર્મ ખૂબ ઉન્નત થયો હતો. આચાર્ય ભદ્રબાહુસૂરિ તથા આચાર્ય સ્થૂલિભદ્રસૂરિ બને નવમા નંદના સમયના મહાન જૈન તિર્ધરો હતા. બારવણય દુકાળ પછી, જિનાગમની રક્ષા માટે જૈનેનું પ્રથમ શ્રમણ-સમેલન નદીના પાટલીપુત્રમાં મળ્યું હતું.
આ વખતે કલિંગ દેશમાં એક પ્રાચીન સુંદર જિનપ્રતિમા હતી તેને નંદરાજા પાટલીપુત્રમાં લઈ આવ્યું હતું. આ પ્રતિમાને મૌર્યકાળ પછી થયેલ કલિંગપતિ મહારાજા ખારવેલ પુનઃ કલિંગમાં લઈ ગયા હતા.
નંદરાજા જિનપ્રતિમાને લાવે અને તેને જિનાલયમાં સ્થાપિત કરે એ બિના તેમના જૈન હોવાની માન્યતાને પુષ્ટ કરે છે.
(ઉદયગિરિને હસ્વિગુફાને શિલાલેખ વગેરેના આધારે.) સમ્રાટ ચંદ્રગુપ્ત (વીરનિ. સં. ૧૫ લગભગ)
ચંદ્રગુપ્તને જન્મ મયૂરપષક કુટુમ્બમાં થવાથી તે મૌર્યવંશી મનાય છે. તે ગર્ભમાં હતા ત્યારે તેની માતાને ચદ્રપાનને દેહદ થશે. તક્ષશિલા વિદ્યાલયના વિદ્વાન ચાણક્ય, જે બાળક જન્મે તે પિતાને સેંપવાની શરતે, પિતાની બુદ્ધિના બળથી તે દેહદ પૂરો કર્યો. પુત્રને જન્મ થતાં, દેહદને અનુલક્ષીને, માતા-પિતાએ તેનું ચંદ્રગુપ્ત નામ રાખ્યું.
ચંદ્રગુપ્ત બાળક હતું છતાં તેની બાલક્રિડાઓમાં પણ રાજતંત્રની જ પ્રધાનતા દેખાતી. તે પિતાના બાળમિત્રનું એક રાજ્ય સ્થાપી પિતે તેને સજા બનતે અને ગુન્હેગારોને અદલ ઈન્સાફ આપતે.
આ સમયે ભારતમાં નવનંદ પૈકી છેલ્લા પંદનું રાજ્ય ચાલતું હતું. તેણે ચાણક્ય પંડિતનું અપમાન કર્યું, એટલે ચાણકયે ધમાં ને ક્રોધમાં નંદવંશને નાશ કરવાની પ્રતિજ્ઞા ૪ આ મૌર્યવંશના નામ માટે નીચે મુજબ ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે.
(૧) ગૌતમ બુદ્ધના શાકય કુટુંબના કેટલાક માણસે વિડૂડલ્મ રાજાના આક્રમણથી પોતાનું સ્થાન છેડી હિમાલયના પ્રદેશમાં મયૂરનગર નામક શહેર વસાવી ત્યાં રહેવા લાગ્યા. આ લેકે પાછળથી મૌર્ય કહેવાયા. ચંદ્રગુપ્તને જન્મ આ વંશમાં થયે તેથી તે મૌર્ય કહેવાય.
(મહાવંશની ટીકા, મૌર્યાસામ્રાજ્યક ઈતિહાસ પૃ૦ ૧૦૭) (૨) ચંદ્રગ્રસ્ત મુરા નામક એક દાસીને પુત્ર હોવાથી મૌર્ય કહેવાય, (પુરાણ તથા છુટા લેખે વગેરે) પુરાણોમાં ચંદ્રગુપ્તને દાસીપુત્ર માન્ય છે, એ વિષયમાં વિદ્વાનને એવો મત
છે કે મૌર્યવંશ જૈનધર્મ તથા બૌદ્ધધર્મને ઉપાસક હેવાથી પુરાણકારોએ નિંદાના ઉદેશથી Jain Educat તમને દાસી પુત્ર ગ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org