________________
અ& ૧-૨ )
જેને શાઓ ઉદાયી ભગવાન મહાવીરને પરમ ભક્ત અને વ્રતધારી શ્રાવક હતો. તેણે પાટલીપુત્રમાં જિનાલયે તથા પિવાળ વગેરે બનાવરાવ્યાં હતાં, જે સંબંધી અનેક ઉલ્લેખ મળે છે. જેમકે
तं किर वियणगसठियं जयरं जयराभिएय उदाइणा चेइहरं काराविय, एसा पाडलिपुत्तस्स उप्पत्ति।
(આવશ્યકસૂત્રવૃતિ.) ઉદાસી હમેશાં આ ધર્મસ્થાનમાં જઈ ધર્મ–ક્યા કરતે તેમજ રાજપવાળમાં તેડાવી ગુરૂમહારાજની સેવા-ભકિત કરતે અને વ્યાખ્યાન સાંભળો. આઠમ, પાખી વગેરે પતિથિઓએ પૌષધ કરી સ્વાધ્યાય તથા આત્મચિંતનને લાભ લેતો.
એક વાર મહારાજા ઉદાથીએ એક ખંડિયા રાજાનું રાજ્ય, તેની જ ભૂલના કારણે ખુંચવી લીધું, અને ખંડિયે રાજા મૃત્યુ પામ્યું એટલે તેના પુત્રને ઘણે કેધ ચઢ. તે પિતાના પિતાનું વેર વાળવા ઉજજયિનીના રાજાની સહાય લઈ પાટલીપુત્ર ઉપર ચઢી આવ્યા પણ તે ફાવ્યું નહીં. આથી તેને રોષ ઓર વધી ગયું. આ વખતે તેણે ધર્મના નામે કપટથી કામ લેવાનું વિચાર્યું. તેણે જૈનાચાર્ય પાસે જઈ દીક્ષા લીધી, મુનિવેશ પહે, તેનું નામ વિનય રત્ન રાખવામાં આવ્યું. વિનયરને એક દંભી સાધુ હતું છતાં ધણા વર્ષ સુધી મુનિપણું નભાવી તે આચાર્યને પ્રિયપાત્ર બની બેઠે.
એક વખત વિનયરત્નની સાથે આચાર્ય મહારાજ રાજપિલાળમાં પધાર્યા અને રાજા ઉદાયીએ પર્વ દિવસ હેવના લીધે પૌષધ લીધે. વિનયરત્નને, જે તકની પતે રાહ જેતે હલે તે તક આવી પહોંચી લાગી. તેણે રાતમાં જ પિતાના પિતાના વેરને બદલે ચૂકાવી લેવાને નિર્ણય કર્યો. અને મધરાતે જ્યારે બધું સુમસામ હતું અને સૌ કે સૂઈ ગમ્ભ હત્ય ત્યારે તેણે છરી વતી મહારાજા ઉદાયીનું ખૂન કર્યું, અને પોતે રાતોરાત ત્યાંથી પલાયન કરી ગયે.
પેલા નકલી વિનયનને ખ્યાલ હતો કે તેનું આ કૃત્ય ઉજજયિનીમાં જરૂર પ્રશંસા મેળવશે. આથી તે ઉજજયિની ગયે. પણ ત્યાંના રાજાએ તેના કૃત્ય પ્રત્યે સન્ત અણગમે બતાવી મહારાજા ઉદાયીના ખુનનું મહાપાતક કરનાર એ પાપીને ધૂતકારી કાઢયે, એટલું જ નહીં પણ તેનું મેટું કાળું કરી પિતાના રાજ્યમાંથી હદપાર કર્યો. મહારાજ ઉદાયીને આ ખૂની જૈનસમાં અભવ્ય તરીકે જાહેર થયે.
ધર્મપરાયણ મહારાજા ઉદાયીને આ રીતે કરૂણ અંત આવ્યો. અને તેના અંતની સાથે જ મગધ સામ્રાજય ઉપર રાજ્ય કરનાર શિશુનાગ વંશને પણ અંત આવી ગયે. શાખોના ઉલ્લેખ પ્રમાણે આ ઉદાયી રાજા આગામો ઉત્સર્પિણી કાળમાં તીર્થકર થશે.
(આવશ્યકનિકિતવૃત્તિ પૂ. ૬૮૭ થી ૬૯૦, પરિશિષ્ટ પર્વ, ઉપદેશ પ્રાસાદના આધારે) વન રાજાઓ (વીરનિ. સં. ૧ થી ૨૧૫)
મહારાજા ઉદાયીને પુત્ર ન હોવાથી તેની ગાદીએ નંદ વંશના રાજાઓ આવ્યા, જેમાં અનુક્રમે નવ રાજાઓ થયા. આ રાજાઓનાં નન્દીવર્ધન, મધ્યનંદી, પહાલ વગેરે નામે
: અ તથા હવે પછીના વખાણમાં કેટલેક સ્થળે “વીરનિર્વાણુ સંવત્ ઔર જૈન કાલગના નામક ઇતિહાસપ્રેમી મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીના પુસ્તકને આધાર લીધું છે. ainelibrary.org