SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક શ્રેણિકના રાજ્યકાળમાં મગધની રાજધાની રાજગૃહી હતું. અજાતશત્રુએ ચંપાનગરી વસાવી તેને રાજધાની બનાવી. ઉદાયીનો રાજ્યાભિષેક ચંપામાં જ થયે હતું, પરંતુ રાજમહેલમાંની પ્રત્યેક વસ્તુ જોઈને તેમને પોતાના સ્વર્ગવાસી પિતા અજાતશત્રુનું સ્મરણ થઈ આવતું અને તેથી તે બહુ દુઃખિત થતા એટલે તેમણે નવું પાટનગર વસાવવાને મનસૂબે કર્યો. અને તે માટે યોગ્ય સ્થાનની તપાસ કરવા નિમિત્તિઆઓને મેકલ્યા. તેઓ ફરતા ફરતા ગંગા કિનારે જઈ પહોંચ્યા અને ત્યાંની જમીનનું બળાબળ તપાસવા લાગ્યા. પ્રાચીન કાળમાં શ્રી અન્નિકાપુત્રનું અંતકૃતુ કેવળી તરીકે ગંગા નદીમાં મેક્ષગમન થયું હતું, જે સ્થાન પાછળથી પ્રયાગ તરીકે ખ્યાત થયું. આ આચાર્ય મહારાજની ખેપરી ગંગાના વહેણમાં અટકી પડી. અકસ્માત એમાં એક પાટલીવૃક્ષનું બીજ આવી પડયું અને એમાંથી એક વૃક્ષ ઊગી નીકળ્યું. જે જાતે દિવસે ખૂબ ઘટાદાર થયું અને અનેક ફલેથી સુશોભિત બન્યું. ઉદાયીના પંડિત ગંગા કિનારે આ ઝાડ પાસે આવી પહોંચ્યા. તેમને એ ઝાડ બહુ ગમી ગયું અને આસપાસનાં બીજાં ઝાડા કરતાં એ ઝાડને વિશેષ સમૃદ્ધ થયેલું જોઈ બારીક દૃષ્ટિએ એનું નિરીક્ષણ કરવા લાગ્યા. આ વખતે એક ચાષપક્ષી પિતાનું મેં ફાડીને ત્યાં બેડું હતું અને પતંગિયા વગેરે જંતુઓ આપે આપ આવીને તેના મુખમાં પડતાં હતાં. બસ, આ નિમિત્ત જોઈને તેમણે નકકી કર્યું કે “આ સ્થાનમાં પાટનગર વસાવનાર રાજાને સ્વયં લક્ષ્મી આવી મળશે.” આ રીતે તેમણે એકમતે એ સ્થળને નવી રાજધાની માટે પસંદ કર્યું, અને મહારાજા ઉદાયીને પિતાને અભિપ્રાય જણાશે. ઉદાયીએ તે સ્થાને કુસુમપુર યાને પાટલીપુત્ર નગર વસાવી તેને મગધના પાટનગર તરીકે જાહેર કર્યું. આ શહેર આજે પટણ તરીકે ખ્યાત છે. ૧ આ સ્થળે એક વાત ન ભૂલાવી જોઈએ કે મગધનરેશએ ચંપાપુરી અને પાટલીપુત્રને પાટનગર બનાવ્યા છતાં મૂળ રાજધાની રાજગૃહીને નુકસાન ન પહોંચે એટલા માટે ત્યાં એક શિશુનાગવંશીય પુરૂષને માંડલિક રાજા તરિકે નિયુકત કર્યો હતો, જેને ઇતિહાસકારે “દર્શક' કે “વંશક” તરિકે ઓળખાવે છે. ૧ પુરાણમાં ઉદાયી રાજ તથા પાટલીપુત્ર નિર્માણ માટે આ પ્રમાણે ઉલ્લેખ છે; उदायी भविता तस्मात्, त्रयस्त्रिंशत्समा नृपः ।। सर्वैः पुरवरं रम्यं, पृथिव्यां कुसुमाहवयम् ।। गंगाया दक्षिणे कूले, चतुर्थेऽब्दे करिष्यति ॥ (વાયુપુરાણ, ઉત્તરાખંડ, અધ્યાય ૩૭, પૃ. ૧૭૫, શ્લોક, ૩૧૨, ૩૧૩, બ્રહ્માંડપુરાણ, ભ૦ ભા. ઉપ૦ ૩, અધ્યાય ૭૪, લેક ૧૩૩-૧૩૩) २ अस्माकं महाराजदर्शकस्य भगिनी पद्मावती ।। ( સ્વપ્નવાસવદત્તા, અંક ૧, પૃ ૧૪. ) चतुर्विशत्समा राजा, वंशकस्तु भविष्यति ॥ ( મત્સ્યપુરાણ, અધ્યાય ૨૭૨. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy