________________
ભગવાન મહાવીરના નિર્વાણ પછીના એક હજાર વર્ષમાં થયેલ
જેન રાજાઓ
[ ભિન્ન ભિન્ન રાજાઓને ટૂંક પરિચય ]
લેખકઃ-મુનિરાજ શ્રી દર્શનવિજયજી શા મણુ ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન ઉપન્યા પછીના તેમના ઉપદેશના
- ત્રીસ વર્ષ દરમ્યાન નાના મોટા અનેક રાજાઓ, જૈનધર્મને સ્વીકાર કરી, આહંતપાસક-શ્રમણોપાસક-શ્રાવક બન્યા હતા, અને ચારે તરફ અહિંસાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હતું, ભગવાન મહાવીર સ્વામીના સમયના જન રાજાઓમાં મુખ્યત્વે કરીને નીચે પ્રમાણે રાજાઓ થઈ ગયા પ્રાચીન રાજાએ
મગધનરેશ સમ્રાટ શ્રેણિક, સમ્રાટ કોણિક, વિશાલાપતિ પરમહંત મહારાજ ચેટક, સિંધુ સૌ વીરપતિ રાજા ઉદાયી, કાશીરાજ અલખ, કપિલપુરરાજ સંસ્થતિ, દશાર્ણદેશને રાજા દશાર્ણભદ્ર, ઉજજયિનીપનિ રાજા ચડધોત, અંગરાજ દધિવાહન, સુદર્શનનરેશ યુગબાહુ સુગ્રીવશાસક બલભદ્ર, પિલાસપુરપતિ વિજયસેન, ક્ષત્રિયકુંડનગરનરેશ રાજા નંદીવર્ધન (ભ. મહાવીરના મેટાભાઈ ), કૌશાબિપતિ વત્સરાજ શતાનીક, કુરૂનરેશ શિવ,
અદિતશત્રુ, વીરાંગ, વીરજસ, કુશાવર્તેશ નિમિ, કલિંગપતિ કરકંડુ, અપાપાપુરીપતિ હસ્તિપાલ, દુભાઈ નિગ્ધ, ધનબાહુ, કૃષ્ણમિત્ર, વાસવદત્ત, અપ્રતિહા, પ્રિયચંદ્ર, બેલ, અર્જુન, દત્ત, મિત્રાનંદી વગેરે વગેરે.
આ રાજાઓમાંના કેટલાએક રાજાઓ તથા તેમના કુટુંબના ભિન્ન ભિન્ન માણસોએ દીક્ષા અંગીકાર કરી હતી, અને કેટલાએક શ્રાવકપણે જ રહ્યા હતા. (ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, જનસત્યપ્રકાશ વર્ષ ૨, અંક ૪–૫ વગરેના આધારે)
શ્રમણ ભગવાન મહાવીરસવામીના નિર્વાણ પછીના એક હજાર વર્ષના ગાળામાં નીચે પ્રમાણે જૈન રાજાઓ થઇ ગયા મહારાજા ઉદાયી
શિશુનાગ વંશીય સમ્રાટ શ્રેણિક અને કેણિક પછી તેને પુત્ર ઉદાયી મગધને રાજા છે. એ વખતે મગધના રાજ્યની એક શકિતશાળી સામ્રાજ્ય તરીકે ગણના થતી. મહારાજા શ્રેણિકે એમાં સામ્રાજ્યત્વનું બીજારોપણ કર્યું હતું અને મહારાજા અજાતશત્રુ અપનામ કેણિકે તેનું ખૂબ સિંચન કર્યું હતું. મહારાજા ઉદાયી મગધને અંતિમ સમ્રાટ થયે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only