SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [૧] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વળી આ મહાપુરૂષના સદુપદેશથી સમ્રાટ સંપ્રતિએ સવાલાખ (૧૨૫૦૦૦) નવીન જિન-મંદિરેક૭ સવા કરોડ (૧૨૫૦૦૦૦૦) નવીન જિનબિંબ, છત્રીસ હજાર (૩૬૦૦૦) મંદિરના જીણોદ્ધાર, પંચાણું હજાર (૯૫૦૦૦) ધાતુની પ્રતિમાઓ, અને સાત (૭૦૦) દાનશાળા વગેરે શાસનનાં અનેક મહાન કાર્યો કર્યા. અને જાં સુધી એક જિનમંદિર બન્યાની વધામણું ન આવે ત્યાં સુધી ૧૮દંતધાવન પણ ન કરવું એવી તેની દઢ પ્રતિજ્ઞા હતી. વળી સિદ્ધગિરિ, સીવતગાર, શંખેશ્વરજી, નદીય (નાંદયા), બ્રાહ્મણવાટક (બામણ વાડાનું મહાવીરસ્વામીનું પ્રસિદ્ધ જિનાલય) વગેરે સ્થળના સો કાઢી સંઘપતિ થયા હતા, રથયાત્રા પણ કરાવી હતી. આર્ય સુસ્તીસુરિજીએ અવન્તીનગરીના ભદ્રા શેઠાણીના પુત્ર અવંતીકુમાલ, (નલિની ગુભવિમાનના અભિલાષક) ને દીક્ષા આપી હતી. અવંતીકુમાલ સંસારના પૌત્રલિક સુખને ઠોકર મારી, રાજવૈભવ કરતાં પણ અધિક ઋદ્ધિ-સિદ્ધિને તીલાંજલિ દઇ, અત્યંત સુકોમલ કયાની પરવા કર્યા સિવાય, ભાગ્યવતી દીક્ષાને અંગીકાર કરી એ જ દિને કંથારિકનમાં કાઉસ્સગ્મધ્યાને રહી. નલિની ગુલ્મ વિમાનનાં સિધાવ્યા. જે સ્થાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા, તે જ સ્થાનમાં આ મહર્ષિના સદુપદેશથી તેના પુત્ર મહાકાલે અવન્તીપાનાથનું ૧૯ ભવ્ય મંદિર બંધાવ્યું. જે અધાવધિ તીર્થરૂપે પૂજાય છે. - ૧૭ “સમ્રાટ સંપ્રતિએ મરૂદેશમાં ધાંધણ નગરમાં શ્રી પહાપ્રભસ્વામીનું મંદિર બંધાવ્યું. પાવાગઢમાં થી સંભવજિનનું, હમીરગઢમાં શ્રી પાર્શ્વજિનનું, કલારગિરિમાં તેમનાથનું. (૫ટ્ટાવીકાર લખે છે કે આ સ્થાન દક્ષિણમાં છે. આ સ્થાન બીજું કોઈ નહિં કિન્તુ પ્રસિદ્ધ ઇલેટની ગુફા જ છે. પુરાતત્વ શેધકાએ ઇરાની ગુફાનું જન- મંદિર શેધી કાઢવું જોઈએ.) પૂર્વ દિશામાં રહીનગરમાં શ્રી સુપાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તન (પ્રભાસપાટણ)માં.... ... જિનનું, ઈડગઢમાં શ્રી શાંથિનાથનું, એમ આ બધાં સ્થાને જિનમંદિર બંધાવ્યાં.” “ટોડરાજસ્થાનના કર્તા કર્નલ ટૅડ લખે છે, કે કમલમેરપર્વતનું શિખર, કે જે સમુદ્રતળથી ૩૩૬૩ ફૂટ ઉંચું છે, તેની ઉપર એક પ્રાચીન સુંદર જિનમંદિર જોયું. આ મંદિર એ વખતનું છે કે જયારે મૌર્ય સમ્રાટ ચન્દ્રગુપ્તને વંશજ સંપ્રતિ મરૂદેશને રાજા હતા. તેણે આ મંદિર બંધાવ્યું છે. મંદિરની બાંધણી અતિપ્રાચીન અને બીજું અનેક જૈનમંદિરે તદન વિભિન્ન છે. આ મંદિર પર્વત પર બન્યું હોવાથી હજી સુરક્ષિત છે. ”નટેડજસ્થાન, હિન્દી, ભા. ૧, ખ ૦ ૨, અ. ૨૬, પૃ. ૭૨૧ ૨ ક૨) “જૈનાચાર્યોને ઔપદેશિક પ્રભાવ” નામના મુનિરાજ શ્રી ન્યાયવિજયજી દીલ્હીવાળાના લેખમાંથી. ૧૮ તપગચ્છપાવલી, જી. જૈન કોન્ફરન્સ હેરડ. १९ गुा जातेन पुत्रेण चक्रे देवकुलं महत् । अवन्तिसुकुमालस्य मरणस्थानभूतले ।। १७६ ।। દિપ સં ૨૦. . ૧૩. કાલાંતરે અવનિપાર્શ્વનાથની પ્રતિમાને બ્રાહ્મણોએ ભેાંયરામાં ભંડારી, એની ઉપર મહાદેવનું લિંગ સ્થાપન કરી દીધું, અને મહાકાલેશ્વરનું મંદિર એ તરીકે તેની પ્રસિદ્ધિ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org -
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy