________________
અંક ૧-૨]
બે શિષ્યને
[
૫]
આય સુહરતીસ્વામી
વીર નિ સં૦ ના ત્રીજા સૈકાના જૈનશાસનના નેતા, સાક્ષરશિરોમણિ, શાસન પ્રભાવક, યુગપ્રધાન, દશપૂર્વધર આર્ય સહસ્તીસ્વામીના નામથી જૈન નામ ધરાવનાર વ્યકિત ભાગ્યે જ અજાણ હશે! આ મહાપુરૂષના સંબંધમાં ગ્રંથના ગ્રંથ ભરાય છે, પરંતુ સ્થળસંકોચ અને સમયાદિકના અભાવને લઈને બે બેલ લખી આ લેખની પરિસમાપ્તિ કરવામાં આવે છે.
આ મહાપુરૂષે સ્થવિર કલ્પમાં રહી, જગતપ્રસિદ્ધ સમ્રાટ સંપ્રતિજ જેવા સમર્થ રાજવીને પ્રતિબધી પરમ આહેતોપાસક બનાવ્યું, અને અખિલ ભારતભૂમિમાં જૈનધર્મને વિજય વાવટો ફરકાવી, અહિંસાને હિંડમનાદ વગડા, ઠામઠામ ગગનચુંબી જિન-મંદિરે બનાવરાવ્યાં, પ્રાચીન તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા, દાનશાળાએ ખેલાવરાવી અને પરંપરા ગત મળેલા વારસાને ભાવી પ્રજાના માટે સમર્પણ કરતા ગયા,
સમ્રા સંપ્રતિએ જનધર્મ સ્વીકાર્યા બાદ ઉજજયિનીમાં મુનિવરેની એક મેટી સભા એકત્ર કરવી, આ મહાપુરૂષ દ્વારા પ્રાંતવાર મુનિઓના વિભાગો કરી આર્યદેવમાં ચારે તરફ મુનિઓના વિહાર કરાવરાવ્યા હતા, એટલું જ નહીં પણ અનાર્ય દેશમાં પણ મુનિઓના વિહાર કરાવરાવી જૈનધર્મને વિજય વાવટા ફરકાવ્યું હતું, અને શાસનની મહાન ઉન્નતિ કરાવરાવી હતી.
*
~-~
૧૬ મૌર્ય સમ્રાટુ ચન્દ્રગુપતના પૌત્ર અશોકના પુત્ર કુણાલ અને તેમના પુત્ર સંપ્રતિ.
કુનાલના સ્થાને પુરાણોમાં સુયશા નામ મળે છે તે તેનું બિરૂદ હોવું જોઇએ. તેણે આઠ વર્ષ રાજ્ય કર્યું એમ પુરાણમાં લખ્યું છે. તેના પછી તેને પુત્ર દશરથ થયો. દશશ્યને શિલાલેખ નાગાર્જુની ગુફા (ગયા પાસેની)માં કોતરેલ છે તે પરથી જણાય છે કે તે ગુફાઓ આછવકને આપી હતી. બૌદ્ધોના દિવ્યાવદાન નામના પુસ્તકમાં તથા તેના પરિશિષ્ટ પર્વ, વિચારણિ તથા તીર્થંકલ્પ પરથી જણાય છે કે કુનાલને પુત્ર “સંપ્રતિ” હતે.
(પુરાણના હસ્તલિખિત પુસ્તકોમાં બહુધા સપ્રતિનું નામ મળતું નથી તે પણ વાયુપુરાણની એક હસ્વલિખિત પ્રતિમાં દશરથના પુત્રનું નામ સંપ્રતિ આપ્યું છે અને મય. પુરાણમાં “સપ્તતિ” પાઠ મળે છે કે જે સંપ્રતનું જ અશુદ્ધ રૂપ છે–પાજિટર The Puran Text of the Dynasties of the Kali Age p. 28 or foot-note o ) *** પરથી અનુમાન થાય છે કે મૌર્ય દેશ કુનાલના બે પુત્ર (દશરથ અને સંપ્રતિ)માં વહેંચાણું થતાં પૂર્વ વિભાગ દશરથના અને પશ્ચિમ વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલું હોય. સંપ્રતિની રાજધાની કયાંક પાટલીપુત્ર અને કયાંક ઉર્જન લખેલ મળે છે......પરંતુ એટલું માની શકાય તેમ છે કે (રાજપૂતાના, માલવા, ગુજરાત, તથા કાઠિયાવાડ) એ દેશે પર સંપ્રતિનું રાજ્ય રહ્યું હશે અને કેટલાંયે જૈન મંદિર તેણે બંધાવ્યાં હશે. તીર્થા૫માં એ પણ લખ્યું છે કે પરમહંત સંપ્રતિએ અનાર્ય દેશોમાં પણ વિહાર (મંદિર) બંધાવ્યાં હતાં.'-આઝાછ ર. ઇ. પ્રથમ ભાગ પૃ. ૮૪.
EP(જનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ૫. ~) www.jainelibrary.org
Jain Education International