________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [32]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ 3 જગતી પ્રાસાદમાં ચારે દિશાના હિસાબે અનુક્રમે છે, ત્રણ, નવ અને ત્રણગણી જાણવી (48). ગભારે, કેલી (કેરી), ગૂઢમંડપ, છ ચાકી (અથવા નવા ચેકી), રંગમંડપ, શૃંગાર ચકી અને કારમંડપ (બલાનક); આ રીતે ક્રમ રાખ. (49) પ્રાસાદમંડનમાં ગૂઢમંડપ ત્રણત્રક (નવચોકી), રંગમંડપ, શૃંગારકી અને કારમડપ (ત્રણ મંડ૫) ને ક્રમ બતાવ્યું છે અને દરેકમાં બલાન (દારમંડ૫) કરવાનું ભારપૂર્વક જણાવ્યું છે. જગતમાં મૂળ મંદિરની જમણી બાજુ આગળ અને ડાબી બાજુ આગળ આઠ આઠ દેવકુલિકા બનાવવી જેમાં સિંહદારની જમણી તરફથી સૃષ્ટિમાર્ગ વડે (પૂ૦ 60 50 ઉ૦ દિશાના હિસાબે) ઋષભદેવ વગેરે વિશ ભગવાનને સ્થાપવા. આવી રીતે ચાવીસ જિનાલય મન્દિર બને છે (પ૬, 57). પરંતુ એ યાદ રાખવું કે આ મંદિરમાં જે મૂળનાયક ભગવાન હોય તેના નંબરવાળી દેવકુલિકામાં સરસ્વતીને સ્થાપવી. એટલે એવિસે દેવકુલિકામાં વ્યવસ્થા રહેશે. (58) - વચમાં મૂળમંદિર, જમણુ બાજુ સતર, પાછળ નવ, ડાબી બાજુ સત્તર અને આગળ આઠ દેરીઓ (મધ્યમાં પ્રવેશદ્વાર રાખવું) એમ બાવન જિનાલય મન્દિર બને છે (59). વચમાં મળ મન્દિર, જમણી બાજુ પચ્ચીસ, પાછળ અગિયાર, ડાબી બાજુ પચ્ચીસ અને આગળ દશ દેરીઓ (મધ્યમાં પ્રવેશદ્વાર રાખવું.) એ રીતે બહેતર જિનાલય મન્દિર બને છે. (10) વાસ્તુસાર ગ્રંથના ઉપર બતાવેલ વિધાનમાં પણ જિનાલય સંબંધી વ્યવસ્થા મળે છે. આબૂ પ્રદેશ તથા નાની મારવાડનાં પ્રાચીન મંદિરો વાસ્તુસરોક્ત સ્થાપત્યના નમૂનાઓ છે. 5. અર્વાચીન કાળનાં જિનાલય ઉપરનાં ત્રણે વિધાનથી જૂદાં પડે છે. આ જૂદાઈનું કારણું મુસ્લીમ યુગ છે. ખાસ કરીને પૂર્વ અને ઉત્તરા પથનાં જિનાલયે બાહ્ય રૂ૫થી મુરલીમ સ્થાપત્યની અસરવાળાં છે. કેટલાએક મદિર બંધીચ ઘરેની હરોલમાં ખૂણે ખાંચરે કે બહારથી ન ઓળખી શકાય એવા સ્વરૂપમાં બનેલાં છે. આ નાજૂક પરિસ્થિતિ પણું ઉપરનાં કારણે જ અખત્યાર કરાએલ છે. પરંતુ હવે એ રાજસત્તાનું કારણું રહ્યું નથી. આજે એ પ્રતિબધે રહ્યાં નથી. આજનો યુગ વસ્તીમાં ખરાં છતાં નિરાળાં શિલ્પશાસ્ત્ર સમ્મત, અને શાંતિનાં વાતાવરણથી ઓતપ્રેત એવાં જિનાલયને પસંદ કરે છે. ઉપરની ટૂંક વિચારણા પછી એવા નિર્ણય પર આવવું પડે છે કે હવે પછી રાયપણસૂત્ર, જીવાભિગમ સૂત્ર અને વસ્તુસાર વગેરેમાં સચવેલ નક્શાઓને સામે રાખી શિલ્પના આધારે શાંત વાતાવરણને પિષતાં જિનાલ બનશે તે તેના દ્વારા જનતા પર વિશેષ ઉપકાર થવા સંભવ છે. - -- For Private And Personal Use Only