________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લે. મુનિરાજ શ્રી સુશીલવિજયજી. (માંક ૩૧થી ચાલુ) ઉદ્યાનમાં કરેલ નિવાસ એ સમયે વર્ષાઋતુની પૂર્ણાહુતિ થઈ ગયેલી હેવાથી શરઋતુને પ્રારંભકાળ ચાલતે હતું. વર્ષાઋતુમાં સારો વરસાદ પડેલો હોવાથી ઉધાનની શોભા એર ખીલેલી હતી. ઠામઠામ સુંદર ઝાડીઓની અને મનહર આમ્રવૃક્ષોની નિબિડ ઘટાઓ જામી હતી. નાના પ્રકારનાં અનેક વૃક્ષોથી અને પુના છોડવાઓથી ઉધાન ઘણું જ ખીલી ઉઠયું હતું. પૃથ્વીમાતાએ લીલારંગની સાડી પરિધાન કરી હતી. વૃક્ષ, વેલડીઓ અને છોડવાઓ લીલાછમ ભાસતાં હતાં. જ્યાં જુઓ ત્યાં નયનરંજક લીલેરંગ જ દશ્યમાન થતા હતા. પવન પણ મીઠે મધુર અને સુંગધી વાતો હતું અને તેથી નીચે નમી ગયેલી ડાળીઓ આમ તેમ ઝુલી રહી હતી. ઉધાનમાં જ્યાં ત્યાં બેસવાનાં વિરામાસનો, રહેવાના સુંદર સ્થાનક દેખાતાં હતાં. ગીતાર્થ મુનિવરોથી પરિવરેલા સમર્થ વિદ્વાન શોભન મુનિએ સાયંકાળને સમય થઈ ગયેલે હોવાથી આ ઉધાનમાં જ નિવાસ કર્યો. ધનપાલને મેળાપ પ્રભાતકાલ થતાં શબનમુનિવરે નગરમાં પ્રવેશ કર્યો. આ વખતે શુભ સૂચક ચિહ્નો થવા લાગ્યાં. કાયળ આંબાના સુંદર વૃક્ષ પર બેસી પંચમ સ્વરથી આલાપ કરી રહી હતી. અને અનેકવિધ પક્ષિઓ પિતપતાની ભરમ ભાષામાં કીલકીલાટ કરી રહ્યાં હતાં. નગરમાં પ્રવેશ કરતાં જ ધનપાલ સામે મળે. શોભનમુનિવરના આગળના દાંત મેટા હોવાથી તથા “આ મારો બધું છે એ પ્રમાણે તેમને નહીં ઓળખવાથી, તેમજ ધનપાલ સાધુઓને કટ્ટો શત્રુ હોવાથી, તેણે હાસ્યપૂર્વક શબનમુનિવરને મશ્કરીમાં પૂછયું - “મિત્તા મહત્તા નમરતે!” [“ગર્દભ (ગધેડા) જેવા દાંતવાળા હે ભગવાન! તમને નમસ્કાર”] આ પ્રમાણે સાંભળી તરત જ શોભનમુનિવરે તેને અનુસરતા જ જવાબ આપે : “મારા! યથ0! સુણે રે?” [ " માંકડાના જેવા મુખવાળા હે મિત્ર! તું સુખી છે ને?”]. ધનપાલના મુખમાં તે વખતે તાંબૂલ હતું તેથી તે લાલ દેખાતું હતું. ધનપાલે વિચાર્યું કે એણે તે મને પિતાની વાફકલાથી નિરુત્તર કરી દીધે, પણ મેં એને ગધેડે કીધે છતાં પણ એણે મને મિત્ર કહીને બોલાવ્યો, તેથી સભ્ય જણાય છે, મિત્રાચારી કરવાને લાયક છે, એમ અન્તઃકરણમાં વિચારી ફરી પૂછયું કે " શ દે વસતિeતા તા!” [“હે સાધુ તમારી વસતિ (સ્થાન) ને ઘેર છે”? શોભનમુનિવરે જવાબ આપ્યો કે અલ્ય વિરત વસિષે” (" મારા પર જેની રૂચિ હશે તેને ઘેર રહીશ”) આવું આશ્ચર્યજનક વચન સાંભળતાં જ ધનપાલને આનંદ આનંદ થઈ ગયા. અને તે હાથ જોડીને કહેવા લાગ્યું કે હે પ્રભો ! મારા- ગૃહમંદીરમાં પધારો For Private And Personal Use Only