________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] જિનાલયની માંડણી [331]. સુધર્મા સભાથી ઈશાન ખૂણામાં 100 એજન લાંબુ, 50 એજન પહોળું, 72 જન ઉચું અને સુદર મોટું સિદ્ધાયતન-જિનાલય છે. જેના મધ્યમાં 16 યોજન લાંબી પહોળી અને 8 યોજન જાડી મણિપઠિકા પર તેટલો જ લાંબો પહોળે અને 16 યોજનથી વધુ ઉંચો દેવછ દે છે. જેની ઉપર 108 જિનપ્રતિમાઓ બિરાજમાન છે. (સૂત્ર. 148, 150 ). એ દરેક પ્રતિમાના પરિકરમાં છત્રધર, ચામરધર નાગ, ભૂત, યક્ષ અને કુંડધારકેની આકૃતિઓ છે. આ ઉપરાંત પ્રત્યેક જિનપ્રતિમાની આગળ એકેક ઘંટ, કળશ, ભંગાર, અરિસો, થાળ પાત્રી, સુપ્રતિષ્ઠ મનોગુલિકા, રત્નકરંડિયા, અશ્વકંઠ, ગજકંઠ, વૃષભકંઠ, પુષ્પમાળ, ચુર્ણ ગંધ વસ્ત્ર, આભરણુ, સરસવ, મારપીંછ, તેનાં પટલ કે, સિંહાસન, છત્ર, ચામરે, તેલ હિંગલો. અંજન-તથા સુગંધી અત્તર આદિના ડબ્બાઓ અને ધુપધાણું રાખેલ છે. આ જિનાલયેની ઉપર અષ્ટમંગલિકો ધ્વજા તથા છત્ર વગેરેની સુંદર શોભા છે. (સૂત્ર ૧૫૧-૧૫ર) શ્રીરાયપાસેણી સત્રમાં સ્તુ, માગવસ્તભ અને જિનાલયનું વર્ણન ઉપર પ્રમાણે મળે છે. જે ઉપરથી આપણને મંદિરની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ પરિકર, મન્દિરનાં ઉપકરણ, ચારે બાજુની ખુલી જગા, શાંતિનું વાતાવરણ ઇત્યાદિ અનેક બાબતેનું જ્ઞાન મળે છે. અને કેવું જિનાલય નિર્માપિત કરવું જોઈએ, તેનો અદશ ખડે થાય છે. - 2. શ્રીજીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ 3 ઉદેશા બીજા સૂત્ર 137 થી 138 માં પણ સુધર્માસભા, દરવાજા, અખાડા, આરામગાહપીઠ, મણિપીઠ, સ્તૂપ, ચાર જિનેન્દ્રપ્રતિમાઓ, ચૈત્યક્ષ, મહેન્દ્રધ્વજ, શયાદિ, માણવકતંભ પૂજનીક સકિથઓ, આયુધાગાર, જિનાલય દેવ દો. 108 જિનપ્રતિમા, પ્રતિમાનું સ્વરૂપ, પરિકરે અને ઉપકરણો આદિનું વર્ણન ઉપર પ્રમાણે જ છે. તફાવત એટલે જ છે કે આ બધાં સ્થાને લંબાઈ પહોળાઈ જાડાઈ અને ઉંચાઈ વગેરેમાં શ્રીરાયપાસેણીમાં દર્શાવેલ સ્થાને થી આઠમા ભાગે છે. એકંદરે લબાઈ પહોળાઈનો હિસાબ તેનાથી આઠમા ભાગે રાખી તે પ્રમાણે જ માંડણી વર્ણવી છે. આ બને સત્રોના પાઠોની આવી એકવાક્યતા મન્દિરના વિધાન કાર્યમાં ઘણા જ પ્રકાશ પાડે છે. યદ્યપિ ભારતવર્ષમાં આવી જાતનાં મન્દિર હાલ મૌજુદ નથી. છતાંય કહેવાની જરૂર નથી કે મોઢેરાનું ધ્વસ્ત મદિર" આ વસ્તુની કંઈક અંશે ઝાંખી કરાવે છે. 3 મન્દિર બનાવવાનું મધ્યયુગીન વર્ણન વસ્તુસાર અધ્યાય ત્રીજામાં મળે છે. આમાં પણ ઘણીખરી બાબતોનું સ્પષ્ટ વિધાન છે. જેમકે– 1 આ મંદિર સંબંધી સવિસ્તર હકીકત જાણવા માટે જુઓ “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિકના પ્રથમ વર્ષના આઠમા અંકમાં 254 મા પાને તથા નવમા અંકમાં ૨૯૭મા પાને છપાયેલા પૂજ્ય મુનિરાજશ્રી ન્યાયવિજયજીને મહાતીર્થ મેટેરો” શીર્ષક ઐતિહાસિક લેખ. - For Private And Personal Use Only