________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [28] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ 3 સૂચવાયું છે કે ચારિત્રસાગર એ યશસ્વસાગરના વિદ્યાગુરુ હશે, કયાં તે દાદા ગુરુ હશે અથવા તે સૌથી પ્રથમ ધર્મમાં જોડનાર કે મોટા ઉપકારી હશે. એટલે આ ઉપરથી પણ યશસ્વસાગર અને ચારિત્રસાગરના સંબંધ વિષે નિશ્ચિત રૂપે આપણે કંઈ જાણી શકતા નથી. તે એ દિશામાં વિશેષ પ્રયાસ થવો ઘટે. સ્વ. હિમાંશુવિજયજીએ શ્રી, યશસ્વતસાગરના 14 ગ્રંથ ગણાવ્યા છે. તેમાં ઉપર ગણાવેલા તમામ ગ્રંથે ઉપરાંત શબ્દાર્થ સંબંધ (વિ. સ. 1758), જૈન તર્ક ભાષા અને વાદસંખ્યા, માનમંજરી અને સમાસ શોભા એમ પાંચને તેમણે નિર્દેશ કર્યો છે. વળી તેમણે વિચારષટત્રિશિકા વચૂરિને રચના સંવત્ 172 1 નંધ્યા છે. વિશેષમાં તેમણે જેનસપ્તદાથી એવુ નામ નોંધતાં એ ગ્રંથની પ્રશસ્તિમાં સૂચવાયેલ અને અત એવ વાસ્તવિક જણાતું જૈની સપ્ત પદાર્થો એવું નામ નોંધ્યું છે. એવી રીતે ચોરાજી રાજપદ્ધતિને બદલે તેમણે યશે રાજપદ્ધતિ નામ રાખ્યું છે. આ પ્રમાણે શ્રી યશવત્સાગરની વિવિધ કૃતિઓની નોંધ થઈ છે. એમાં હું એકને ઉમેરે સૂચવું છું. ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિર (પૂના) માં જે જન હસ્તલિખિત પ્રતિઓ છે તેમાંના આગમિક સાહિત્યને લગતા મારા જન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર (Vol Xvil, pt. Il, pp. 106 -107)માં શ્રી યશસ્વત્સાગરે રચેલી પચ પદ્યની પ્રશસ્તિ છપાયેલી છે. તેમણે આ પ્રશસ્તિ કલ્પકિરણુવલીથી યુક્ત કલ્પસૂત્રની હસ્તલિખિત પ્રતિના અંતમાં આપેલી છે અને ત્યાં એ પ્રતિ તેમણે વિ. સં. 172 ૧માં લખ્યાને નિર્દેશ કર્યો છે. આ પ્રમાણે આપણને તેમની એક નાની સરખી કૃતિ તેમજ તેમના હસ્તાક્ષરનો નમૂને પ્રાપ્ત થાય છે. હવે આ ઊહાપોહને વિશેષ ન લંબાવતાં હું સ્માદ્વાદમુકતાવલી વિષે કેટલીક હકીકત રજુ કરીશ. શ્રીયશસ્વત્સાગરે પિતાની બે કૃતિઓને સ્યાદ્વાદમુક્તાવલી નામ આપ્યું છે. એમાંની એક કૃતિ જૈન સ્યાદ્વાદ મુકતાવલી એ નામથી પ્રસિદ્ધ થયેલી છે, જો કે એનું ખરું નામ સ્યાદ્વાદમુકતાવલો છે. ગ્રંથકારે એમની આ કૃતિમાં કોઈ પણ સ્થળે જન સ્યાદ્વાદમુકતાવલી એવું નામ રાખ્યું નથી. તેમ છતાં એના સંશોધકે આવું નામ રાખ્યું અને એના પ્રકાશકે “શ્રી જૈન સ્યાદ્વાદ મુક્તાવલી” એવું નામ રાખ્યું તે વિચારણીય છે. મૂળ ગ્રંથકારે જે નામ રાખ્યું હોય તે બદલવું ક્યાં સુધી યુક્તિયુક્ત ગણાય તે કહેવું પડે તેમ નથી. કદાચ અત્ર એમ દલીલ કરી શકાય કે મુકતાવલી નામની અર્જુન કૃતિથી આની ભિન્નતા સૂચવવા જન” શબ્દ ઉમેર્યું હોય કે જેવી હકીકત શ્રી યશોવિજયગણિ કૃત તકે ભાષાને અંગે જવાય છે, તો તે યુકત નથી, કેમકે “સ્વાદાદ’ શબ્દ દ્વારા એ કાર્ય સરસ રીતે સધાય છે જ. એટલે આવી પરિસ્થિતિમાં “જૈન” શબ્દ ઉમેરો જોઈને ન હતે. વળી આથી એક બીજી પણ મુશ્કેલી વધી છે. કોઈ પણ પુસ્તકાલયમાં જ્યાં ગ્રંથકારની સૂચી ન હોય ત્યાં તે એના-સ્વાદાદમુકતાવલીના અથને એ ન મળે એ બનવાજોગ છે. આથી આ નામાંતર બે રીતે અયોગ્ય જણાય છે. આ સ્યાદ્વાદમુકતાવલીના પ્રથમ પધમાં શ્રી યશસ્વસાગરે જન વિશેષ તર્ક એવું નામ સૂચવ્યું હોય એમ જણાય છે. એટલે એ રીતે વિચારનાં તો જૈન વિશેષ તર્ક For Private And Personal Use Only