SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] શ્રી યશસ્વત્સાગર અને સ્યાદ્વાદમુકતાવલી [૩ર૯) અને સ્યાદ્વાદમુક્તાવલી એ બંને નામે મુખપૃષ્ઠ ઉપર અપાવાં જોઈતાં હતાં. શ્રી હિમાંશુવિજયે જે જન તક ભાષા નેંધી છે તે જૈન વિશેષ તર્કથી ભિન્ન છે કે અભિન્ન તે જાણવું બાકી રહે છે. ભાંડારકર પ્રાપ્ય વિદ્યા સંશોધન મંદિરમાં જૈન વિશેષ તર્ક યાને સ્યાદ્વાદમુક્તાવલીની એક હસ્તલિખિત પ્રતિ છે. તેને અંગે મેં જે નેધ કરેલી છે તે હાલમાં જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર (Vol XVII)માં છપાઈ છે. તેમાં તે ત્રણ જ સ્તબક છે. એ દરેક સ્તબકમાં પચીસ પચીસ પદ્ય છે. વિશેષમાં પ્રથમ સ્તબક “સ્યાદાદનિર્ણય' વિષયક છે. આ પ્રમાણે આ અપ્રસિદ્ધ ગ્રંથ મુકિત ગ્રંથથી જુદા પડે છે, કેમકે મુદ્રિત ગ્રંથોમાં તે ચાર સ્તબકોલ છે. અને એમાં અનુક્રમે 89, 77, 37 અને 44 પડ્યો છે. વિશેષમાં ચારે સ્તબકોના વિષય તરીકે એમાં અનુક્રમે પ્રત્યક્ષ પ્રમાણ, પક્ષ પ્રમાણ, પ્રમેય અને નયને સ્થાન અપાયેલું છે. ઉપર્યુંકત હસ્તલિખિત પ્રતિનું પ્રથમ પધ આ મુદ્રિત ગ્રંથ સાથે બહુધા મળતું આવે છે અને ત્યાં પણ એ સ્યાદ્વાદમુકતાવલીને જન વિશેષ તક તરીકે એના ક એડળખાવતા હેય એમ જણાય છે. આ પ્રમાણે આપણને બે જૈન વિશેષ તર્ક યાને સ્યાદ્વાદમુકતાવલી પ્રાપ્ત થાય છે. એ ઉપરથી પ્રશ્ન ઉદ્ભવે છે કે આ બે માંથી કયો ગ્રંથ પ્રથમ રચાયો હશે ? આ સંબંધમાં વિશેષજ્ઞો પ્રકાશ પાડશે એવી આશા રાખતો હુ વિરમું છું. સાંકડી શેરી–ગોપીપુરા, સુરત, તા. 15-2-37 1 આ પૈકી ચોથા સ્તબક (5 ૩૭)માં “નયાસ્તવ વાળું પદ્ય ૪૦મા પદ્ય તરીકે છપાયેલું છે અને એ પદ્યના ઉપર “નિત્તમદ્રાઃ એમ છપાયેલું છે. એટલે શ્રી યશવસાગર પણ એ ૫ઘને સમન્તભની કતિ માનતા હોય એમ લાગે છે. જે તેમ હોય તે પણ આ શાને આધારે તેઓ એમ માને છે તે જાણવું બાકી રહે છે. મહત્વનો દાખલ શ્રી સમેત શિખરજી (પાર્શ્વનાથહીલ)ને પહાડ જૈનોની માલીકીને છે એ વાત જાણીતી છે. તેને વહિવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી મારફત કરવામાં આવે છે. ત્યાં શિકાર કરવાની બીલકુલ મનાઈ છે. તાજેતરમાં નવાગઢના રાજાએ ત્યાં એક હરણને શિકાર કરવાથી પેઢીના પ્રતિનિધિઓ એ તરફ ગયા ત્યારે તેમના વિરૂદ્ધ કાયદેસર કામ લેવાનો વિચાર કર્યો હતે છેવટે નવાગઢના રાજાની ઈચ્છાથી ઘરમેળે પતાવટ કરવામાં આવી છે અને એવું નકકી કરવામાં આવ્યું છે કે નવાગઢના રાજાને પિતાના કૃત્ય માટે લેખિત માફી માગી ભવિષ્યમાં તેવું કાર્ય ન થાય તેની ખાત્રી આપવી અને વધુમાં રૂા. 750) ની રકમ પેઢીની ઇચ્છા પ્રમાણે ધર્માદા ખાતામાં ખર્ચવા માટે કોર્ટમાં દાખલ કરવી. નવાગઢના રાજાએ આ બધું કબુલ રાખ્યું છે. બીજે જે ઠેકાણે આવું બને ત્યાં ત્યાંના જૈન સંઘે પણ આવું પગલું ભરવું જોઈએ. For Private And Personal Use Only
SR No.521531
Book TitleJain Satyaprakash 1938 04 SrNo 33
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy