SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી યશસ્વત્સાગર અને સ્યાદ્વાદમુકતાવલી લેખક : શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. શ્રી યશસ્વાગર કયારે થયા, તેઓ કોના શિષ્ય હતા, તેમના ધર્મગુરુ કોણ હશે ઇત્યાદિ હકીકતો ઉપર થોડેઘણો પ્રકાશ શ્રી જનસ્યાદ્વાદમુકતાવલીની પ્રસ્તાવનામાં એ ગ્રંથના સંશોધક “યોગનિષ્ઠ મુનિ શ્રી બુદ્ધિસાગરજી” (સ્વ. શ્રી બુદ્ધિસાગરસુરિજી) તરફથી વિ. સં. ૧૯૬૫માં પાડવામાં આવ્યો છે. ત્યાં એમણે સૂચવ્યું કે તેઓ “ક્યા દેશમાં વિશેષત: વિચારતા હતા તે નક્કી કરવાનું બાકી રહે છે તો પણ ગુજરાત, ભારવાડ, વગેરે દેશમાં વિચરતા હશે એમ અનુમાન થાય છે. સંવત ૧૭ર૦ લગભગની સાલમાં તપાગચ્છમાં આચાર્ય શ્રી વિજયપ્રભસૂરીશ્વર થયા. શ્રી વિજયપ્રભસૂરિના શિષ્ય શ્રી પંડિત કલ્યાણસાગરજી થયા. તેમના શિષ્ય પંડિત યશાસાગરજી થયા. તેમના શિષ્ય પંડિત શ્રી યશસ્વત્સાગરગણિ થયા. શ્રી યશસ્વસાગરજી ચારિત્રસાગરજીની પાસે ભણ્યા હોય એમ લાગે છે તેથી સ્વરચિત ગ્રંથમાં ગુણાત્રિનાર આમ લખે છેકદાચ ધર્મગુર પણ હેય તે જ્ઞાની જાગે.” - ઇ. સ. ૧૯૩૩માં પ્રસિદ્ધ થયેલ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ (પૃ. 656) માં નીચે મુજબ ઉલ્લેખ છે - ત. ચારિત્રમાગર-કલ્યાણસાગર-યશ:સાગર શિષ્ય યશવસાગર (જસવંતસાગર)૧ થયા. તે પણ વિદ્વાન હતા. તેમણે વિચારષત્રિશિકા પર અવચૂરિ સં. 1721 (1712 ?) ભાવસપ્રતિકા સ. ૧૭૪૦માં, જન સપ્તપદાથી સં. ૧૭૫૭માં, સંગ્રામપુરમાં જયસિંહના રાજ્યમાં પ્રમાણુવાદાથે સં. ૧૭૮૫માં ગણેશકૃત પ્રહલાધવ નામના જ્યોતિષના ગ્રંથ પર વાર્તિક સં. 176 માં, જન્મકુંડલી પર યશરાજી રાજપદ્ધતિ (સ્વલિખિત સં. 1762), રત્નાકરાવતારિકા પંજિકામાંથી વાદાર્થનિરૂપણું સ્તવનરત્ન રચ્યાં. આ સર્વેની પ્રતો ઉદયપુરના વિવે વિજય યતિના ભંડારમાં ઉપલબ્ધ છે. તેમણે સ્યાદ્વાદમુક્તાવલી પણ ચેલ છે તે મુદ્રિત થયેલ છે.” આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે શ્રી. યશસ્વતસાગર વિ. સ. 1712 થી અથવા તે 1721 થી વિ. સ. 1762 સુધી તે સાહિત્ય ક્ષેત્રમાં અવારનવાર ફાળો આપતા રહ્યા છે, અને તેમના હસ્તાક્ષરને નમૂન પણ મળે તેમ છે. પરંતુ તેમને ચારિત્રસાગર અને કલવાણુ સાગર સાથે શો સંબંધ છે તેને અત્ર ખુલાસો કરાયેલ નથી. વિશેષમાં વિચારષત્રિશિકા ઉપર અવધૂરિ વિ. સં 181 માં રચાઈ કે વિ. સં. ૧૭૨૧માં એ બા ત વિચાર કરવો બાકી રહે છે. જેની સપ્તપદાથીની સ્વ. મુનિ હિમાંશુવિજયજી (અનેકાતી તરફથી ઇ. સ. 1934 (જેઠ સુદિ 15 ધમ સંવત ૧૨)માં જે પ્રસ્તાવના લખાયેલા છે તેના 18 મા પૃષ્ટમાં 1-2 આ કૈસ તેમજ એમાંનું લખાણ મારું નથી. For Private And Personal Use Only
SR No.521531
Book TitleJain Satyaprakash 1938 04 SrNo 33
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy