SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂલઘુની ચતુર્ભગી લેખક-પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણે. ચરમ તીર્થપતિ દેવાધિદેવ મહાવીર મહારાજાએ રાજ્યલક્ષ્મીને ત્યા કરીને ઘેર સંયમ અંગીકાર કર્યું. સાડાબાર વર્ષ પયત ઘર તપસ્યામાં રહીને કેવળજ્ઞાન સંપાદન કર્યું. તીર્થની સ્થાપના કરી. પ્રભુ મહાવીર મહારાજાનું સૂકમ જ્ઞાન અગાધ અને ઊંડુ હતું. તે નીચેની બીનાથી આપણને જાણવાનું મળે છે. બાર અંગે પૈકી પંચમાંગ શ્રીભગવતિસૂત્રનો મહિમા મહાન કહેલો છે. તે સાંમાં છત્ર શ હજાર પ્રશ્ન છે. એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ત જણાવેલાં છે. પંચમાં ભગવતી સૂત્રમાં પ્રથમ શતકના ઉદ્દેશ નવમામાં જણાવ્યું છે કે निच्छयी सव्वगुरुं सव्वलहं न विजए दव्वं । ववहारओ उ जुज्जइ, बायरखंधेसु नऽण्णेसु ॥ अगुरुलहु चउफासो (सूक्ष्मानि) अरूविदव्वा य होन्ति नायव्वा । सेसा उ अठ्ठफासा (बादराणि) गुरुलहुया ( रूपि) निच्छयणयस्स॥ 1. ગુરૂ, ૨. લઘુ, ૩. ગુરૂલઘુ ૪. અગુરુલઘુ; આ ચારમાં પહેલો અને બીજો ભાંગે શૂન્ય છે, કારણ કે લેકમાં એકાંત ગુરૂ અને એકાંત લઘુ કોઈ વસ્તુ જ નથી. જે ભાગો ગુરૂલઘુ ” એટલે ભારેની અપેક્ષ એ હળવો અને હળવાની અપેક્ષાયે ભારે તે ભાગને આ પ્રમાણે આઠ સ્પર્શવાળી વસ્તુમાં સમાવેશ થાય છે. છ દ્રવ્યલેયા, ચાર શરીર, આદારિક, આહારક, વૈક્રિય અને તેજસ, ઘોદધિ ઘનવાત, તનુવાત, બાદરપુદ્ગલ, સ્કંધ અને કાગ, આ પંદર વરતુઓનો હમેશાં ગુરૂલઘુ નામના ત્રીજા ભાંગામાં સમાવેશ થાય . અગુરુલઘુ” જે ભારે નથી ને હળવે નથી એ ચેથા ભાંગામાં રૂપી અને અરૂપી નીચે પ્રમાણે સમાઈ શકે છે. ત્રીશ રૂપી ચાર સ્પર્શી પુદ્ગલ આ પ્રમાણે જાણવા-અઢાર પાસ્થાનક, વચનગ, કાર્મણશરીર, આઠ કર્મ, કામ અને સૂક્ષ્મપુલને સ્કંધઆ ત્રીશ રૂપી ચાર સ્પર્શવાળી વસ્તુઓ અગુરુલઘુ ભાંગામાં જ ગણાય છે. અગુરુલઘુ ભાગમાં બીજી ૬૧ અરૂપી ચારસ્પશી વસ્તુઓ છે તે આ પ્રમાણે અઢાર પાપસ્થાનકનું નિવર્તન, બાર પ્રકારનો ઉપયોગ (તેમાં જ્ઞાનને આઠ પ્રકારે ઉપયોગ અને દર્શનને ચાર પ્રકારે ઉપયોગ) છ ભાવલેશ્યા, પાંચ દ્રવ્ય-ધર્માભિય, અધમસ્કિાય આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ, પાંચ ઉત્થાનાદિક, ચાર પ્રકારની બુદ્ધિ, ચાર પ્રકારની સંજ્ઞા, મતિજ્ઞાનના ચાર ભેદ, અવગ્રહ, ઈહા, અપાય ધારણું, ત્ર) દૃષ્ટિ, સમ્યગ દૃષ્ટિ, મિશ્રષ્ટિ, મિથ્યાષ્ટિ, આ પ્રમાણે રૂપી અને અરૂપી કુલ એકાણુ પ્રકારની વસ્તુઓ અગુરુલઘુ હોઈ શકે. અગુરુલઘુની વ્યાખ્યા–વસ્તુ પત્રુણ હાનિવૃદ્ધિ થવા છતાં પણ પિતાનું મૂળ સ્વરૂપ પકડી રાખે તે જ તેનું અગુરુલઘુપણું સમજવું. દૃષ્ટાંતતરીકે પરમાણુ પુદ્ગલમાં અગુરુલઘુપણું છે, તે બદર સ્કંધમાં મલી જતાં ગુરૂ લધુ થાય છે. પણ જ્યારે પરમાણુ છુટો પડે છે ત્યારે પિતાને મૂલ ગુણ અગુરુલઘુપણું જાય નહિં. તેવી જ રીતે ચેતન આત્મા કમને વશ થઈ ચોવીશ દંડકમાં પરિભ્રમણ કરતાં પિતાનું અગુરુલઘુપણું છોડે નહીં, કારણ કે એક જીવના લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશો છે તે અક્ષય, અવ્યય, . . ( અનુસંધાન માટે જુઓ પાનું ૨૩૫ ). For Private And Personal Use Only
SR No.521528
Book TitleJain Satyaprakash 1938 01 SrNo 30
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy