________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ૩૪)
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
પ્રધાને સુલતાન બેલા. (હજુ પણ) રાજાની ઊંધ ઉડી નહી. કેટલાક સામન્ત ધીમે ધીમે યુદ્ધ કરીને ખપી ગયા, કેટલાક નાસી ગયા.. ......હજાર ઘોડા (હયદળ) બાકી રહ્યા ત્યારે [ પૃથ્વીરાજની બહેને ] રાજાને જગાડ્યો. (જાગતાંની સાથે) તલવાર ખેંખીને દેડતા એવા તેને (તેની) બહેને કહ્યું: “તું તારા પોતાના માણસને (મને) મારે છે ? તું ઉંઘતા રહ્યા અને તારા બધા લશ્કરનો સંહાર થઈ ગયે.” રાજા બોલ્યા “ અરે મત્રી..............” તે પણ ભાગી ગયો એટલે રાજા અજમેર (પહોંચવાનો વિચાર કરીને નાટારંભ૧૦ નામના ઘેડ ઉપર બેસીને પલાયન કરી ગયો. પાછળ પડેલા તુર્ક લેકે તેના ભાઈ૧૧ સાથે તેને ન પડી શકયા. આ તરફ આશી...... દેશમાં બે પર્વતની વચ્ચે (પેલે) ભાટ રહેતો હતો. રાજાને (પૃથ્વીરાજને) ત્યાં મેકલીને જસરાજ૧૨ (યશરાજ ) ઉભો રહ્મ. તેણે કેટલુંક લશ્કર સાફ કર્યું. (છેવટે) તે ત્યાં ખપી ગયે. સુલતાન શાહબુદિને તે મંત્રીને.....(પૂછ્યું). સાપની માફક બાંડા કરાયેલા (અને સુરક્ષિત) સ્થાનમાં ગયેલા તેને (પૃથ્વીરાજને) કેવી રીતે પકડી શકાય?” તેણે (મંત્રીએ) કહ્યું; “યુકિતથી. વજિ નો વગાડ એટલે (પૃથ્વીરાજને નાટારંભ નામનો) ઘોડે (આગળ દેડવાના બદલે) નાચવા લાગશે.” તે પ્રમાણે કરવામાં આવ્યું એટલે ઘોડો નાચવા લાગે અને આગળ ચાલે નહીં. (એટલામાં) રાજાના ગળામાં રાશ પડી. સુલતાન રાજાને પકડીને એને સેનાની બેડીમાં નાખીને દીલ્હી લાવ્યું, અને તેને પૂછ્યું; “હે રાજન, જે હું તમને જીવતા છેડી દઉં તે તમે શું કરશે?” રાજાએ કહ્યું; “મેં તને સાત વખત છેડી દીધું અને તું મને એક વખત પણ નહી છોડે? આથી રાજાઓના મવડી એવા તે (પૃથ્વીરાજ)ની સામે(જ) સુલતાન સભામાં સિંહાસન ઉપર) બેઠે. (આ જોઈને) રાજાને ખેદ થયે. (આ અવસરે) તે પ્રધાન આવ્ય૧૩ (અને બોલ્યો: “પ્રભુ, ભાગ્યના જોરે આ પ્રમાણે થયું તેમાં (આપણાથી) શું થઈ શકે?” રાજાએ કહ્યું “જે મને ધનુષ અને બાણ આપે તે હું અને મારી નાખું.” તેણે (મંત્રીએ) કહ્યું “હું એ પ્રમાણે કરીશ.” પછી તે પ્રધાને જઇને સુલતાનને કહ્યું કે “તમારે અહી ( સિંહાસન ઉપર) બેસવું નહીં.' સુલતાને ત્યાં પિતાની જગ્યાએ લોઢાનું પુતળું બેસાયું.૧૪ રાજાને ધનુષ આપ્યું. રાજાએ બાણ છોડયું (અને) લોઢાના
૧૦ જેમ મહારાણું પ્રતાપના ઘડાનું નામ “ચેટક” ઈતિહાસમાં મળે છે તેમ પૃથ્વીરાજના ઘોડાના વિશિષ્ટ નામનો ઉલેખ ક્યાંઈ નથી મળતો. અહીં તેનું વિશેષ નામ આપેલું છે.
૧૧-૧૨ આ બે ઉલેખ ઉપરથી પૃથ્વીરાજને ભાઈ હોવાની આ પ્રબંધકારે પ્રારંભમાં લખેલી વાતને વધુ ટેક મળે છે.
૧૩ આ પ્રધાન કયો હોઈ શકે તે સમજી શકાતું નથી. મોટા ભાગે આ પ્રધાનને લગતી આ બીના સાવ કપિત હોય એમ લાગે છે. કારણ કે અંત વખતે પૃથ્વીરાજ પાસે કઈ પ્રધાન હોવાની વાત જાણવામાં નથી. આના અનુસંધાનની લેઢાનું પુતળું મૂકવાની વાત પણ નવી -વિચારવા જેવી લાગે છે.
૧૪ સુલતાન ઉપર પોતે બાણ છોડે છે કે લેઢાના પુતળા ઉપર, એને ભેદ પૃથ્વીરાજ આ પ્રસંગે નથી પામી શકયે એ ઉપરથી એટલું સમજી શકાય છે કે તે વખતે પૃથ્વીરાજની આંખે ફેડી નાખવામાં આવી હતી. આ પ્રબંધકારે તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો, છતાં જે રીતે કથા પ્રસંગ આપેલ છે તે ઉપરથી આમ માનવાને કારણ મળે છે. પૃથ્વીરાજની આંખો ફેડી નાખવાને ઉલેખ ઇતિહામાં મળે છે.
For Private And Personal Use Only