________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
નથી અને તેનું કારણ એમ હોય કે શ્રી સિદ્ધસેન દિવાકરની ઉપલબ્ધ કૃતિઓમાં એ જણાતું નથી. કેઈ લુપ્ત થયેલી કે હજી સુધી કોઈ ભંડારમાં પડી રહેલી એમની કૃતિમાં એને સ્થાન મળ્યું હોય તો તે જુદી વાત છે.
બીજા વિકલ્પના સમર્થનમાં રવયંભૂસ્તોત્ર રજુ કરાય તેમ છે, પરંતુ એ ભુલવું ન જોઈએ કે એ પદ્ધ માટે બે પાઠાંતરે ઉપલબ્ધ થાય છે. તેમજ સ્વયંભૂરતત્રે એ દિગંબરીય સમન્વભદ્રની કૃતિ છે એ સ્પષ્ટ ઉલ્લેખ પ્રાચીનમાં પ્રાચીન કયા પ્રામાણિક આચાર્યો કર્યો છે તે જાણવું બાકી રહે છે.
ત્રીજા વિકપની સંભાવના માટે આનંદસાગરસૂરિજીએ આપેલી ' લીલો બાજુ પર રાખી વિચાર કરી શકાય તેમ છે, કેમકે સમcભદ્રનો નામોલ્લેખ વેતાંબરીય ત્રણે પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે. શ્રી હરિભદ્રસૂરિકૃત અનેકાન્તજયપતાકા નામના પ્રકરણમાં તેમજ એની પજ્ઞ ટીકામાં સમન્તભદ્રને નામોલ્લેખ કર્યો છે. આ રહી એ પંકિતઓ.
મારું ૨ વાવિમુલ્ય: સમતમઃ | શ્રી. વાદિદેવસૂરિકૃતિ પ્રમાણુનયતત્ત્વાલક (૫, ૬, સૂ. ૫૭)ની સ્યાદ્વાદરત્નાકર નામની વ્યાખ્યામાં૧૫ “સમન્તભક નામ બે વાર અપાયેલું છે, અને તેમાં બીજી વાર તે અવતરણરૂપ પધમાં એ અપાયેલું છે. એટલે વાદિદેવસૂરિની પૂર્વના કે આચાર્યો એ પધ રચ્યું હોવું જોઈએ.
શ્રી. મુનિસુદરસૂરિકૃત ગુર્નાવલીના ૨૮મા પધમાં સા (? સોમન્તભદ્રને નિર્દેશ છે.
આ પ્રમાણે જે ચાર વાર સમન્તભને ઉલ્લેખ જોવાય છે તે ચારે સમત ભદ્રથી કઈ વ્યક્તિ સમજવાની છે તે વિચારવું જોઈએ. એને નિર્ણયાત્મક ઉત્તર મળતાં આ તૃતીય વિકલ્પ વિષે વિશેષ વિચાર થઈ શકે તેમ છે. એટલે હાલ તુરત એ વાત પડતી મૂકાય છે. તેમ છતાં એટલી નોંધ કરવી અપ્રાસંગિક નહિ ગણાય છે જેમ કેટલાક દિગંબર વિદાને શ્રી પૂજ્યપાદકૃત જૈનેન્દ્ર વ્યાકરણના “જે સિદ્ધસેના (૫-૧-૭)” સૂત્રગત સીદ્ધસેન તે શ્વેતાંબરીય સિદ્ધસેન દિવાકર નહિ પણ કોઈ દિગંબરીય સિદ્ધસેન હોવાની કલ્પના કરે છે, તેમ હરિભદ્રસૂરિવરાદિએ ઉલ્લેખેલ સમતભદ્ર દિગંબર ન જ હોય અને કોઈ વેતાંબર આચાર્ય જ હોય એમ પણ બને.
ચેથા વિકલ્પની સંભાવના માટે એટલા પૂરતું સ્થાન છે કે અન્યાન્ય પળે અને કેટલીક કૃતિઓ પણ ભવેતાંબર અને દિગંબર એમ ઉભય કર્તક માનવામાં આવે છે એટલે “નારતા” વાળું પધ ઉભય સંપ્રદાયને માન્ય આચાર્યની કૃતિ હોય તે તે બનવા જોગ છે.
અતિહાસિક ક્ષેત્રમાં સબળ સાધન અને અકાટ પ્રમાણ વિના કોઈ સંદિગ્ધ વિધાન માટે નિશ્ચયાત્મક ઉલ્લેખ કરવામાં આવે તે તે ફેરવવાનો પ્રસંગ નહિ જ પ્રાપ્ત થાય એમ નથી એટલે આ કર્તવને પ્રશ્ન વિશેષ ચર્ચાયા બાદ હું મારો અંતિમ નિર્ણય જાહેર કરવાનો વિચાર રાખતા હાલ તુરત વિરમું છું.
૧૫ જુઓ પૃ. ૧૦૩૨
For Private And Personal Use Only