________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટાંગ યોગ
સજક : શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા
જવી રીતે જ્ઞાનની આવશ્યકતા છે તેવી રીતે જ્ઞાની થવા માટે યોગની આવશ્યકતા છે. જગતમાં મમત્વ એ સર્વ દુઃખનું મૂળ છે. નિર્મમત્વથી અત્યન્ત નિવૃત્તિ (સુખ) થાય છે. નિર્મમ એ વૈરાગ્યનું કારણ છે અને વૈરાગ્યથી જ ગની પ્રાપ્તિ થાય છે માટે સંયમ માર્ગ જ યોગ્ય પ્રાપ્તિ માટે હિતાવહ છે. એમાંથી જ્ઞાન થાય છે, અને જ્ઞાનથી મુક્ત થવાય છે. આથી યોગ-સાધન કેટલું જરૂરી છે તેને મુમુક્ષુઓ સહજ વિચાર કરી શકશે. યેરનું સ્વરૂપ છે અથવા તેનું શું લક્ષણ છે તેને યત્કિંચિત વિચાર આ સ્થળે આલેખવામાં આવેલ છે.
યોગનું લક્ષણ અને અથ યોગમાં ગુજ્ઞ ધાતુ છે. કુકડસા ન જે યુક્ત કરે-મિલાવે તેને વેગ કહેવાય છે. એમને આધ્યાત્મિક અર્થ એ છે કે જે સાધન-સરણિથી યેગી બા જીવાત્મા અને પરમાત્માની એકતા અનુભવ કરે છે, અર્થાત્ જીવાત્માને પરમાત્માની સાથે રોગથી જ્ઞાનપૂર્વક સંગ થાય છે.
વળી ચિત્તવૃત્તિના નિરોધને વેગ કહેવાય છે. ચિત્તની પાંચ અવરથાઓ શાસ્ત્રોમાં કહેલી છે (૧) ક્ષિતાવસ્થા (૨) મૂતાવરથા (૩) વિક્ષિપ્તાવસ્થા (૪) એકાગ્ર અવસ્થા અને (૫) નિરંધાવા. ચિત્ત ત્રિગુણ છે. તેમાં સવ, તમસ અને રજસ્ એમ ત્રણ ગુણ રહે છે. ચિત્ત સત્ત્વગુણ પ્રધાન થઈને અપ્રધાન રજોગુણ અને તમોગુણના સંયુકત કારણે અણિમાદિ આઠ ઐશ્વર્યો અથવા શબ્દ આદિ પાંચ વિષયમાં અનુરકત રહે ત્યારે તેની ક્ષિાવસ્થા જાણવી. દૈત્ય અને દાનવોના ચિત્ત આવી ક્ષિપ્તાવસ્થામાં રહ્યાં કરે છે. જ્યારે સર્વ પ્રધાન ચિત્ત રજોગુણને તિરસ્કાર કરી તમોગુણમાં અબદ્ધ થાય છે અને અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય, અનૈશ્વર્ય અથવા નિદ્રા આદિને ચાહવા લાગે છે ત્યારે મૂઢાવસ્થા સમજવી. પિશાચ અને રાક્ષસેના ચિત્ત આ મૂઢાવસ્થામાં સ્થિત રહે છે. સર્વ પ્રધાન
* હિંદી “ કલ્યાણ” માસિકના યોગાંક ઉપરથી.
૧. મનની ત્રણ પ્રકારની સ્થિતિ હોય છે. તેમાંની પ્રથમ અંધકારમય એને જ તામસ સ્થિતિ કહે છે. એ સ્થિતિ પશુઓમાં અને ગાંડ માણસમાં હોય છે. એ સ્થિતિને સ્વભાવ એવો હોય છે કે બીજાઓને નાહક દુ:ખ દેવું. મન જ્યારે તામગ્ન હોય છે ત્યારે તેનામાં બીજી કોઈ પણ પ્રકારની ક૯પના આવી શકતી નથી. બીજી સ્થિતિને રાજસ્ કહે છે. એ બહુ ચંચળ હોય છે. તેના સત્તા અને ભોગ એ બે પ્રકારના હેતુઓ છે. “સત્તાવાન થાઉં અને બીજા ઉપર અમલ ચલાવું” એ રાજસૂ સ્થિતિને સ્વભાવ નિરંતર હોય છે. સરોવર ઉપરથી બધી હિલચાલ શાંત હોય છે અને પાણી સ્વચ્છ હોય છે ત્યારે જે સ્થિતિ હોય છે તેને સર્વ (ચિત્ત પ્રસન્નતા કે શાંતિ) કહે છે.
-ગ દિવાકર
For Private And Personal Use Only