________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩ ચિત્ત જે વખતે તમોગુણને તિરસ્કાર કરી રજોગુણમાં અનુબદ્ધ રહે છે ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અશ્વને પ્રિય સમજવા લાગે છે. તે વખતે વિક્ષિપ્તાવસ્થા સમજવી. હિરણ્યગર્ભ આદિ દેવતાઓના ચિત્ત આ અવસ્થામાં હોય છે. જ્યારે ચિત્તમાં રજોગુણ અથવા તમે ગુણ અંશ માત્ર પણ નથી રહેતાં અને કેવળ સત્ત્વગુણ રહે છે તે વખતે ચિત્ત પિતાની વાસ્તવિક અવસ્થામાં રહે છે. આ ચિત્તની એકાગ્રાવસ્થા છે. આ સંપ્રજ્ઞાત સમાધિ પણ કહેવાય છે. ચિત્તશકિત અપરિણામિની, શુદ્ધ અને અનંત છે. અને વિવેક
ખ્યાતિ છે. અને પરિણામની ચિત્તશક્તિ અશુદ્ધ અને શાન છે. તેથી તેમાં વિરાગ કહી તે વિવેકખ્યાતિને છોડી દે છે ત્યારે ચિત્તની નિરોધાવસ્થા કહેવાય છે. આમાં ચિત્તનું સત્ત્વ બીલકુલ કશું રહેતું નથી.
ગના સાધન આઠ પ્રકારના છે. જેને અષ્ટાંગ યોગ કહેવાય છે. (૧) યમ (૨) નિયમ (૩) પ્રણાયામ (૪) પ્રત્યાહાર (૫) આસન (૬) ધારણ (૭) ધ્યાન (૮) સમાધિ. તેમાં યમના પાંચ પ્રકાર છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચય (૫) અપરિગ્રહ, અહિંસા
મન, વચન અને કાયાથી કોઈ પણ પ્રાણીની સાથે કોઈ પણ વખતે કોઈ પણ પ્રકારે દેહ (પીડા) ન કરવો, તેમ શુભાશુભ કર્મથી આત્મઘાત કરી આત્મઘાતી બનવું નહિ, તેને અહિંસા કહે છે. અહિંસક રોગીઓની સમીપ રહેવાથી પરસે પર વિરોધી જીવ પણ પિતાના વિરોધને સમસ્ત પ્રકારે ત્યાગ કરે છે. સત્ય
આપણે દેખેલી વા જાગેલી વાત બીજાને જણાવતાં, તેમાં કઈ પણ પ્રકારની વંચના, બ્રાન્તિજન્યતા કે નિરર્થકતા ન હોવી જોઇએ, તે તે સત્ય વચન કહેવાય છે. સત્યમાં એક બીજી વસ્તુ પણ જરૂરની છે અને તે એ કે કોઈ પણું સત્ય કોઇનું અહિત કરનાર પણ ન હોવું જોઈએ. સત્ય બેલતાં બીજાનું અહિત થાય તે તે સત્યપદથી વૃત થાય છે. અત: હિત અને યથાર્થ વચન સત્ય કહેવાય છે. વળી બીજા મતે પ્રત્યક્ષ, અનુમાન અને શબ પ્રમાણથી જે જે વાતને જે જે પ્રકારે ચિત્તથી નિશ્ચય કર્યો છે, તે તે વાતેના તે તે નિશ્ચયાનુસાર તેમ સામાને અનુદગ કરવાવાળાં, પ્રિય લાગે તેવાં, પરિણામમાં હિત હોય તેવાં, કપટ રહિત અને નિર્ભાન્તિ વચનથી યથાર્થ કહેવું અને આત્માને જ સત્ય માનવો. આ સત્યની વિશિષ્ટ વ્યાખ્યાઓ છે. અનેય
ચેરી ન કરવી તેને અસ્તેય કહેવાય છે. શાસ્ત્ર વિરૂદ્ધ કોઈ બીજાનું ધન હરી લે તેને ચેરી કહેવાય છે. અસ્તેય જેમ કાયાથી સધાય છે તેમ મનથી પણ સધાય છે. બીજા મતે નિષિદ્ધ રીતિથી બીજાનું દ્રવ્ય ગ્રહણ ન કરવું. અર્થાત્ જેનું કઈ પણ મૂલ્ય છે એની કોઈ પણ વસ્તુ તેના સ્વામીની અનુમતિ સિવાય લેવી નહિ, સાંસારિક પિપો અને પદાર્થોનું સેવન કરવું નહિ તથા કોઈ પદાર્થ તથા વિષયની ઇચ્છા કરવી નહિ તેને અતિય કહેવાય છે.
For Private And Personal Use Only