________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક 5 ]
મહાકવિ શ્રીધનપાલનું આદર્શજીવન
સુધાર્ષિણી વાણીથી સૂરિજીએ ઉપદેશ આપ્યો. સૂરિજીની વાણથી શોભનનો આત્મા ચેતનના ફુવારા ઉછાળવા લાગ્યો. ક્ષિતિપર વરસાદ પડવાથી ભૂમિ નવપલ્લવિત થઈ જાય તેમ શેભનના હૃદયમાં સમ્યક્ત સૂર્યના અંકુર ફુટવા લાગ્યા. જૈનદર્શનમાં ઉપદિષ્ટ કર્મનું તત્ત્વજ્ઞાન સાંભળતાં જ મિથ્યાત્વરૂપી અંધકાર નષ્ટ થઈ ગયે. અને છેવટે તે સંયમને અંગીકાર કરવા તૈયાર થઈ ગયે. સૂરીશ્વરે યોગ્ય જાણીને સંયમ શું વસ્તુ છે ? સંયમ શું કામ કરે છે? સંયમથી કઈ વસ્તુ પામી શકાય ? સંયમમાં કયું સુખ વ્યાપી રહ્યું છે? એનું પ્રથમ સંક્ષેપમાં દિગ્દર્શન કરાવવા માંડયું
સંયમ એ અપૂર્વ શાંતિનિકેતન છે. સંયમ એ સર્વ દૈહિક ઉપાધિઓનું ઘાતક ઔષધ છે. સંયમ એ પુણ્યહદયનું મધુરું સંગીત છે. સર્વધર્મને મૌલિક સિદ્ધાન્ત છે, ત્યાગી બનવાનો અનોખો મંત્ર છે. અને સંસારના બળતાઝળતા વાતાવરણમાંથી બચાવીને યોગભૂમિકામાં પ્રવેશ કરાવનાર સહકારી છે. આવા પવિત્ર સંયમમાં સદાકાળ શાંતસુધારસની સરિતા વહ્યા જ કરે છે. આવા પવિત્ર સંયમમાં જ્ઞાન ધ્યાનરૂપી, મલયાચલપર્વતના જેવી સુગંધી પવનની લહરીઓ નિરન્તર વાયા જ કરે છે; શમ–દમ-મૃદુતા– આર્જવ વગેરે રમણીય વૃક્ષો સદા નવપલ્લવિત રહે છે. દયારૂપી ઝરણું નિરંતર કલકલ કરતું વહેતું રહે છે. આ સંયમનો મહિમા સમજમાં આવતાં જ શોભન ઉલ્લસિત થઈ ગયો, અને તેનો આત્મા આનંદની મસ્તીમાં ડોલવા લાગ્યો.
સંયમનો સ્વીકાર આ પ્રમાણે સૂરિજીની મધુરી વાણિનું પાન કરતાં પોતાના આત્મામાં રહેલ અનંત તેજ, અનંત વીર્ય અને અનંત ચારિત્રને સ્કુરાવવાની ભાવનાથી તેણે ગંભીરતાપૂર્વક કહ્યું -“ગુર્દેવ, મને દીક્ષા આપે?”
અને ગુરુદેવે તેને તે જ દિવસે શુભગ્રહયુક્ત શુભલગ્ન દીક્ષાની વરમાળાથી અલંકૃત કર્યો.
સંયમ લીધા પછીસેલનમુનિ સૌની સાથે હત્યના તાર મેળવી પરસ્પર આનંદપૂર્વક રહેવા લાગ્યા. મુનિ” એવો શબ્દ સાંભળતાં જ તેના અન્તરમાં કેઈ અનેરા ચેતનને ચમકાર થતો. અને બ્રાને વિયોગ વાત્સલ્યભર્યા એ “મુનિ” શબ્દ સાંભળતાં જ ભૂલાઈ જ!
શાભને હવે સંયમને મંત્ર શીખવાને વિદ્યાર્થી તરીકે પોતાની ઉમેદવારી જાહેર કરીને સહનશીલવૃત્તિમાં રહી કઠિન કષ્ટો સહન કરવાને પીઠ ખુલ્લી મૂકી હતી. એટલે તેમને માટે હવે રાજવીના જેવું સુખ, વિલાસી જીવન, ગગનચુંબી મહેલ, વૈભવની છોળો, રમણીય વાજિંત્ર, મધુરાં ખાનપાન; એ બધું તુચ્છ થઈ ગયું છે. શરઋતુના ચંદ્રના તેજ સદશ તેમની સાધુતા દિનપ્રતિદિન ખીલતી હતી. આમ આગળ વધતાં વધતાં અલ્પ સમયમાં બુદ્ધિની તીક્ષ્ણતાને લઈને તે શાસ્ત્રસિદ્ધાન્તોને અભ્યાસ કરી અનેક શાસ્ત્રના પ્રખર વેત્તા થયા. १ सूरयस्तमनुज्ञाप्यादीक्षयंस्तं सुतं मुदा।
તતિઃ “મે ને” સુમદનિતિ ૬૮ ૫ ૦૫૦ ૦
For Private And Personal Use Only