________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
આવ્યા છીએ. હારે, વિધાતા, કમનસીએ આજે એ જ ધર્મને અંગીકાર કરવાના— દીક્ષા લેવાના પ્રગંગ પ્રાપ્ત થયા છે. હું પ્રિય બન્યુ, તું એ વસ્તુને જતી કર! આપણા વેદન પડિતાએ તેા ત્યાંસુધી કહ્યું છે કે:~ न पठेद्यावन માાં,
:
પ્રા શટનતત્તિ हस्तिना ताड्यमानोऽपि न गच्छेज्जैनमंदिरम् ||१|| પ્રાણા કં સુધી આવી ગયા હાય, છતાં પણ યવન ( મલેચ્છ ) ભાષા ન મેલવી. હસ્તિ (હાથી)ના પગ તળે કચરાઈ જવાતું હોય તેા ભલે, પણ જૈનમંદિરમાં ન જવું. આ વસ્તુ ક્યાં? અને તેમની સન્નિકમાં રહેવું એ ક્યાં? માટે હે બન્યું, આ પૂર્વપુરૂષાના વાક્યને યાદ કરી તારા વિચાર જતા કર’ આમ ઘણી ઘણી રીતે સમજાવ્યા છતાં પણ શાભન પેાતાના પૂજ્ય પિતાની આજ્ઞા ખાતર, એકના એ થયે નહી. ઉલટા તે દૃઢતર બનતા ગયા.
આ રીતે જેમ જેમ ધનપાલ વધુ સમજાવવા લાગ્યા તેમ તેમ શાભનના આત્મા પેાતાના વિકાસક્રમમાં આગળને આગળ વધવા લાગ્યા. તેના અંતઃકરણમાં વીય ને ઉલ્લાસ સ્ફુરવા લાગ્યા. અને તેથી પેાતાના ઉચ્ચ જીવનથી પોતાની માતાની કુક્ષિને દીપાવનાર, પેાતાના પૂજ્ય પિતાની ભીષ્મ-પ્રતિનાનું ગમે તે ભાગે પણ પાલન કરનાર અને પેાતાના સાચને એપ ચડાવનાર શોભન વિપ્ર જૈનશાસનની ભાગ્યવતી દીક્ષાને અંગીકાર કરવા, પેાતાના જેષ્ડ ભ્રાતા, કુટુંબ પિરવારની, ધન--દોલત કે ભગનીની પરવા કર્યા સિવાય સર્વ વૈભવેાને તજી ઈ હિમ્મતભેર જ્યાં મહેન્દ્રસૂરિ બિરાજમાન હતા ત્યાં જવા રવાના થયે..
આ પુનીત પ્રયાણ વખતે તેના હૃદયમાં વિકારાને અલે આત્માનું ગુજન થતું હતું, તેની આંખેામાં ઉત્સાહના પ્રકાશ ઝગમગી રહ્યો હતા. જાણે પોતે આત્માને અવાજ સમજી ગયે હાય તેમ તે જ્યાં મહેદ્રસૂરિ બિરાજમાન હતા ત્યાં આવી પહોંચ્યા. સૂરીશ્વરનું દર્શન
આ વખતે શાભનની કાંતિ એર ખીલી હતી. તે તરસી આંખે મહેન્દ્રસૂરીશ્વરને જોઈ રહ્યો. કેઈ દૈવી પુરૂષનાં તેજોમય દર્શનની છાપ પડે તેમ તેની મનેહર આંખા મહેન્દ્રસૂરિના અદ્ભૂત તેજ આગળ નીચી નમી ગઈ. સૂરિજીની દિવ્યપ્રભા આગળ શાબન અજાઈ ગયા હોય તેમ લાગ્યું.
સુરીશ્વરે શે।ભનને મીઠી વાણીએ ખેાલાવ્યાઃ “ હે ભદ્ર, તમે ક્યાંથી આવે છે?” “હું ધારાનગરીથી આવું છું.” શાલને કહ્યું.
""
તમારૂં નામ શું?”
“ શાભન.”
“ અહીં શા કારણે આવવું પડયું?”
66
મારા પૂજ્ય પિતાની ભીષ્મ—પ્રતિજ્ઞાનું પાલન કરવા ખાતર હૈ મુનીન્દ્ર, આપની સમીપે આવ્યા છું. આપને ચેગ્ય લાગે તેમ કર !”
સુરીશ્વરે કહ્યું: “હું શાભન! પ્રથમ તમે જૈનધમ શું વસ્તુ છે એ સમજો. ત્યાર બાદ તમારા અન્તઃકરણની અન્દર ખાતરી થાય તે! દીક્ષા સ્વીકાર કરો.” એમ કહી
For Private And Personal Use Only