SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શજીવન લેખક–મુનિરાજ શ્રી સુશીલવિયજી (ગતાંકથી ચાલુ) ભીષ્મ-પ્રતિજ્ઞાને અમલ કરવાની સાચી ધુન જેમ જેમ દિવસ ઉપર દિવસ અને વર્ષના વર્ષ પસાર થવા લાગ્યાં તેમ તેમ શોભનનો આત્મા અલૌકિક એવો ને પ્રકાશ અનુભવવા લાગ્યા, અને તેને આદર્શીન જગતના અંધારામાં અજવાળાનું દર્શન થવા લાગ્યું. આમ તેનું જીવન આનંદની અને આત્મનિરીક્ષણની સખ્ત કસોટીમાંથી પસાર થવા લાગ્યું, દુનિયાની બાહ્ય કીર્તિની અભિલાષા કે માનપાન વગેરેની આકાંક્ષા તેના મનમાંથી ઓસરવા લાગી હતી. એને તે. રાતદિવસ એક જ તાલાવેલી લાગી રહેતી કે હું ક્યારે ભીષ્મપ્રતિજ્ઞાનો અમલ કરીને પૂજ્ય પિતાશ્રીના વચનને સાર્થક કરીશ? આમને આમ કેટલોક સમય વ્યતીત થયે.. ધનપાલની જનધર્મ પ્રત્યે ધૃણા : કેટલોક સમય આમને આમ પસાર થયા બાદ, શેભને પિતાના જેષ્ઠ બન્યુ ધનપાલને જણાવ્યું કે—“હે વડિલ ભાઈ, હું હવે ભીષ્મપ્રતિજ્ઞાને અમલમાં મૂકવા ચાહું છું, આપ આજ્ઞા આપો !” શોભનનું અદ્ભુત સંદર્ય અને યુવાવસ્થા જોઈને અત્યંત પ્રેમને લઈને ધનપાલે કહ્યું “હે શોભન, પૂજ્ય પિતાને કોઈ મહાધૂર્ત જૈન સાધુએ છળકપટ કરી, તેમની પાસે ભીષ્મ–પ્રતિજ્ઞા કરાવી લાગે છે. નહીં તો આપણું પિતા ધર્મમાં કોઈ પણ દિવસ છેતરાય નહીં. જૈનધર્મ પર તો આપણે પરંપરાથી દ્વેષ ધરતા - સુદામ ગુણ સુદામ ગુફા” એ ગુફાઓના સમૂહને જમણે કે પશ્ચિમ છેડે આવેલું છે. એ ગુફાને “નિગ્રોધ ગુફા” પણ કહેવામાં આવે છે. તેના પર મૌર્ય વંશના મહારાજા અશોકના રાજ્યકાળના બારમા વર્ષને શિલાલેખ જોવામાં આવે છે. બારમું વર્ષ એટલે કે ઈ. સ. પૂર્વ ૨૫૦ કે જે વર્ષમાં અશોકના ઘણાંખરાં ફરમાનો લખાયાં હતાં. આમ સુદામની ગુફા એ હિંદભરમાં સૌથી પ્રાચીન શિલ્પ કામનો દાખલો છે. આજીવિક પંથના યાચકોને આ ગુફા અર્પણ કરવામાં આવેલી હોય તેમ જણાય છે. આ ગુફામાતી વિશ્વ ગુફા', તેમજ નાગાજુની ટેકરી પરની ત્રણ ગુફાઓ કે જે મહારાજા દશરથના રાજ્યકાળમાં બેદી કાઢવામાં આવી હતી, તે બધી આજીવિક સમુદાયના વાચકોના માટે બનાવવામાં આવી હતી. ' ગુફામાં બે ખંડે આવેલ છે, જે પૈકી બહારનો લંબાઈમાં ૩૨છું ફૂટ અને પહોળાઈમાં ૧૯ ફૂટ છે. એ ખંડની પેલીમેર એક લગભગ ગેળાકાર ખંડ છે, જેની લંબાઈ ૧૯ ફૂટ ૧૧ ઇંચ અને પહોળાઈ ૧૯ ફૂટ છે. (અપૂર્ણ) ... 9 History of Indian and Eastern Architecture Vel, i - - - PP. 120– . For Private And Personal Use Only
SR No.521528
Book TitleJain Satyaprakash 1938 01 SrNo 30
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy