________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮] શ્રી જૈન સત્ય પ્રાકશ
[વર્ષ ) અરસામાં તેને માટે સમયકાળ આપવામાં આવે છે. આ બધી ગુફાઓને સમયકાળ ચાલીશ વર્ષમાં આવી જાય છે. મહાન અલેકઝાન્ડર ધી ગ્રેટે જ્યારે હિંદની મુલાકાત લીધી તે પછીના એંશી વર્ષમાં આ ગુફાઓનું ખોદકામ થયું હતું એમ માની શકાય.
“લોમસ ઋષિની ગુફા એ માત્ર એવી ગુફા છે કે જેના ઉપર કઈ જુનો શિલાલેખ જણાતું નથી; પણ આનું કારણ સમજવું મુશ્કેલ નથી. એ ગુફાનું બહારનું શિલ્પકામ ઘણું જ ભવ્ય છે. આથી ત્રીજા અને ચોથા સૈકામાં દ્રવંશના યગ્નશ્રીના પુત્ર શાર્દુલવર્મા અને પૌત્ર અનંતવર્માએ પોતાના શિલાલેખોથી તેને સુશોભિત કરવાને પસંદ કરી હતી. આમ પસંદગી કર્યા પહેલાં તેમણે અગાઉને પુરાતની શિલાલેખ ભૂસી નાખ્યો હતો, કે જે શિલાલેખ તે વખતે ઘણું કરીને સંપૂર્ણ વાંચી શકાય તે, તેમ સહેલાઈથી સમજી શકાય તેવો હતે. આ ગુફાનાં કદ તેમ જ રચના “સુદામગુફા ને મળતાં છે. “સુદામગુફા” અશકના રાજ્યકાળના બારમા વર્ષમાં ખોદી કાઢવામાં આવી હતી એ આપણે જાણીએ છીએ. એથી આ “લેશકષિ'ની ગુફાને સમયકાળ નક્કી થઈ શકે તેમ છે.
બહારની બધી ગુફાઓની ધરી ખડકના મુખથી સમુખા અંતરે આવેલ છે. તેમનાં પ્રવેશદ્વાર આથી એક જ બાજુએ હૈય છે. આમ હોવાના લીધે તેઓ બારીએની ગરજ સારે છે, જેથી અંદરના ભાગને તેમ જ પ્રવેશદ્વારને પ્રકાશ મળી શકે. પૂર્વની ગુફાઓની એક બીજી વિશિષ્ટતા એવી છે કે એ ગુફાઓને ભાવવામાં ખરેખર રીતે જોતાં કોઈ પણ લાકડાના કામને ઉપગ થતા નહીં. પશ્ચિમની પુરાતન કાળની ગુફાઓમાં આથી ઉલટું જ છે, કારણ કે એ ગુફાઓનો અંદરનો ભાગ લાકડાની પટ્ટીઓથી સુશોભિત થતો હતો, જે પટ્ટીઓના અવશેષો હજુ પણ માલુમ પડે છે. આ અવશેષો ભાજાની માફક તદ્દન સાગના લાકડાના બનતા હતા. બહારની ગુફાઓમાં મકાનોની છતનું જે અનુકરણ થયું છે તે અનુકરણ અનુસાર એ ગુફાઓમાં લાકડાની પટ્ટીઓ વાપર્યા સિવાયે હાલની ઝુંપડીઓ માફક વાંસનો ઉપયોગ કદાચ થયો હોય.
ભારહુતમાં જેમ દરેક વ્યક્તિ, જાતક કે અતિહાસિક દો ઉપર તેનું નામ કે વર્ણન જોવામાં આવે છે, તેવું આ ગુફાઓમાં મળી શકે છે.
હિંદની પૂર્વ તેમજ પશ્ચિમ બાજુઓની પુરાતન કાળની ગુફાઓમાં એક વિશિષ્ટતા એ છે કે એ ગુફાઓના પ્રવેશદ્વારે અંદરની બાજુના ઢોળાવવાળાં છે. આના એક કે બે કારણો હોઈ શકે. “હેલેનિક યુગ” પહેલાંના બધાં ગ્રીક મકાનમાં તેમ જ માસીનીમાં જોવામાં આવે છે તે પ્રમાણે Lintel ઉપરનો ભાગ ઓછો કરવાને આમ થતું હોય. પલેઝગી લોકેને કમાનોને લગતા સિદ્ધાંતનું કશું પણ જ્ઞાન ન હતું આથી તેઓ શિલ્પ કામમાં સામાન્ય રીતે નાના પથ્થરોને જ ઉપયોગ કરતા હતા. આ વાત વિચિત્ર હોવા છતાં તે પરિણામે જરૂરની થઈ પડી. તદ્દન જુદા કારણસર હિંદમાં પણ આમ થયું. પુરાતન કાળની ગુફાઓનું ખોદકામ કરનારાઓ લાકડાનાં મકાનોની નકલ કરતા હતા, તેથી આમ બન્યું હતું. લાકડાના મકાનની છતે અર્ધગોળાકાર હોવાના લીધે એ મકાનના મુખ્ય થાંભલાઓ અંદરથી ઢળતા રાખવામાં આવતા હતા. આ રીવાજ ઈ. સ.ની શરૂઆત પહેલાં તદન નાશ પામ્યો હતો.
For Private And Personal Use Only