________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“બરાબર” પર્વત પરની જન ગુફાઓ
લેખકઃ શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ
ભારતવર્ષમાં ગુફામ દેરા બનાવવાની પ્રથા ઈતિહાસકાળ પહેલાંની છે. તેમાંની કેટલીક ગુફાઓ રાજગૃહ યાને કુશાગ્રપુરના પવિત્ર પર્વતામાં “જેનયુગ” નામના પત્રમાં આપવામાં આવેલ છે. તેમાં શિશુનાગવંશી મહારાજા શ્રેણિક ( બિસાર ) ના સમયમાં બનાવવામાં આવેલ. ગુફાઓમાં શ્રમણ પ્રભુ મહાવીર દેવ અને તેમના શિખ્ય ધ્યાન અને દેશમાં રહેતા. માર્ચ રાજ્યકાળમાં મહારાજા અશકે તેમ જ મહારાજા દશરથે આ “બરાબર પર્વત” પર ગુફાઓ કતરાવેલ, જે ભારતની શિ૯૫કળાના નમુનારૂપ છે. તીર્થકરોના સમયથી માંડી છેવટ ગુપ્ત રાજ્યકાળ સુધી જૈનધર્મ એ રાજધર્મો હતા એવો પ્રામાણિક ઈતિહાસ આપણને પુરાતન ગુફા મંદિરની શિ૯૫કળા અને શિલાલેખ દ્વારા મળી શકે છે કે-ગુફાઓ કેતરાવવાની અને તેને શિ૯૫કળામય બનાવવાની શરૂઆત ભારતવર્ષમાં જૈનદર્શનથી થએલ છે.
લેખક
ભારતવર્ષમાં બીહારની ગુફાઓ બહુ ઐતિહાસિક અને મહત્ત્વની છે. એ ગુફાઓ ભલે નાની છે, પણ મૌર્યયુગમાં તેમનું ખોદકામ થયેલું હોવાથી તેમનો સમય હલ સૌથી જુનો હોવો જોઈએ, એમ અદ્યાપિપર્યત શોધળથી સત્ય થઈ શકે છે. હિંદના કૅઈ પણ ભાગમાં ધાર્મિક કારણસર જે જે ગુફાઓ ખોદી કાઢવામાં આવેલી છે, તે બધીય ગુફાઓ કરતાં બીહારની ગુફાઓનો સમય હાલ વધારે પુરાતન માલુમ પડે છે.
બરાબર’ સમૂહની ગુફાઓ ગયાથી ઉત્તરે આશરે સોલ માઈલ દુર ‘કુલગુ નદી ના ડાબી બાજુના કિનારાપર ગ્રેનાઈટની ટીછવાઈ ટેકરી પર આવેલ છે. આ સમૂહમાં સાત ગુફાઓ છે, અને તેમની ચાજના જુદી હોવા છતાં તેમનું સ્વરૂપ એક જ છે તેમ તેમનો સમયકાળ એક જ વખતનો હોય તેમ જણાય છે. આમાંની સૌથી હેટી ગુફા તે “નાગાર્જુનની ગુફા”ના નામથી ઓળખાય છે. તે એક સાદ: ખંડરૂપ છે. ખંડના ગોળાકાર છેડાઓની લંબાઈ ૪૬ ફૂટ અને પહેળાઈ ૧૯ ફૂટ ૫ ઇંચ છે.
સુદામ' અને “લોમસ ઋષિ'ની બે ગુફાઓ આટલી જ મહેકટી છે, પણ એ બન્નેના બે ભાગ પડી ગયેલા છે, એથી એમનો વિસ્તાર “નાગાર્જુનની ગુફા' જેટલે ખી રીતે વિશાલ જણાતો નથી.
આ ગુફાઓના સમયકાળના સંબંધમાં કંઈ પણ મુશ્કેલી જેવું નથી, એ સદ્ભાગ્યની વાત છે સાત પૈકી છ ગુફાઓ ઉપર શિલાલેખો છે. એ શિલાલેખો જુનામાં જુની બ્રામ્હી લીપીમાં લખાયેલા છે. વળી “સુદામા ગુફા”માંના શિલાલેખ પરથી જણાય છે કે એ ગુફા મહારાજા અશોકના રાજ્યકાળના બારમા વર્ષમાં એટલે ઈ. સ. પૂર્વે ૨૫માં ખોદી કાઢવામાં આવેલ હતી. આ સમયકાળ જોતાં આ ગુફા સૌથી પુરાતન છે. નાગાર્જુન ટેકરીમાં જે “ગોપી ગુફા' નામથી ઓળખાય છે, તે સૌથી છેવટની છે. અશોકના પૌત્ર મહારાજા દશરથના રાજ્યકાળની એટલે કે ઈ. સ. પૂર્વે ૨૧૪ કે તે
For Private And Personal Use Only