________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
વલભીપુર (વળ)માં અને મથુરામાં સંધ ભેગો થયો, જેમાં સ્ત્રાર્થની સજનાના (પસ્પર પાઠે લવવાના) પ્રસગે વાચના ભેદ થયો. કારણ કે, અતીત દુકાલના પ્રતાપે સૂત્રાર્થોનું વિસ્મરણ (ભૂલાઈ જવું) થયું હતું. તે અવસરે સૂત્રવિરૂદ્ધ લખાય તે સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ (રખડપટ્ટી) કરાવનારી એવી પ્રવચનની મોટી આશ તનાનું પાપ લાગે. આવી ભાવનાવાળા-અને કદાગ્રહ વિનાના તથા અવધિજ્ઞાન વગેરે પ્રત્યક્ષ જ્ઞાન વિનાના અને તે જ કારણથી “અમુક જ વાચનાને પાઠ સાચે છે”, આ નિર્ણય કરે અશકય જાણનારા એવા સંધ નાયક પૂજ્યપાદ ( આચાર્ય) શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ મહારાજા અને આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજા વગેરે આચાર્ય મહારાજાઓએ તે તે વાચનાઓના પાઠો માંહોમાંહે વિરોધ ન આવે તેવી રીતે
સ્મરણને અનુસાર તદવસ્થ જ પુસ્તકારૂઢ કર્યા, જેથી આજ સુધી પણ તે જ પવિત્ર પ્રણુંલિકા (પદ્ધતિ) તદવસ્થભાવે દૃષ્ટિગોચર થાય છે. જેમાં વટે “આ બે અર્થોમાં સાચો અર્થ માનવોઆ બાબતને નિર્ણય કેવલી ભગવતે જાણે” આવા વાક્ય દેખાય છે.
આ પ્રમાણે ટુંકામાં સમ્યકત્વનું સ્વરૂપ જણાવ્યા બાદ તેના ભેદો પણ ટુંકામાં જણવવા જોઈએ. તે આ પ્રમાણે
૧. આપશથિક સમ્યકત્વ-પૂર્વે કહેલી સાતે પ્રકૃતિને ઉપશમ થતાં (ઉદયથી રેકતાં) આત્માને જે શ્રદ્ધા ગુણ પ્રગટે, તે ઔપશમિક સમ્યકત્વ કહેવાય. આ દર્શન– અંતમુહૂર્ત માત્ર વખત સુધી ટકે છે. તથા આખા ભવચક્રમાં પાંચ વાર જ અને એક ભવમાં બે વાર પામી શકાય છે. ચોથા અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને અગિયારમાં ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્ય ગુણ સ્થાન સુધીના આઠે ગુણઠાણમાં હોઈ શકે છે. આવ્યા પછી ચાલ્યું જાય છે માટે અને પ્રતિપાતિ દર્શન કર્યું છે.
ક્ષયિક સમ્યકત્વ-સાત પ્રકૃતિને સર્વથા (મૂલમાંથી) ક્ષય થવાથી આત્માને જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય તે ક્ષાયિકસમ્યકત્વ. કહેવાય. આવું ઘણું જ નિમલ સમ્યકત્વ આખા ભવચક્રમાં (સંસારમાં રહે ત્યાં સુધીમાં) અથવા એક ભવમાં એક જ વાર પામી શકાય છે અને અનંતકાલ સુધી રહે છે. કોઈ કાલે પણ નાશ પામે જ નહિ એટલે પામ્યા પછી કાયમ રહે. આ દર્શનની સ્થિતિ સાદિ અનન્ત ભાગે જાણવી (તેમાં ભવસ્થ જીવો અપેક્ષાએ જ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક ૩૩ સાગરોપમ પ્રમાણ જાણવી.) આ અતિપતિ સમ્યકત્વ, ગુણસ્થાનકની અપેક્ષાએ ચેથાથી ચાદમાં સુધીના ૧૧ ગુણસ્થાનકોમાં હોય છે. તે પછી સિદ્ધાવસ્થામાં પણ હોય છે. પૂજ્યપાદશ્રી તીર્થકરો જ્યારે વિચરતા હોય, તે વખતના મનુષ્યને આ સમ્યકત્વ હોય છે. અને આને પામવાની શરૂઆત મનુષ્ય ગતિમાં જ કરી શકાય. તથા આ દર્શનવંત છના થતા ૧, ૩, ૪, ૫ ભવેના સંબંધમાં આ પ્રમાણે ટુંકામાં સમજેવું-જેમણે આગામિભવનું આયુષ્ય બાંધ્યું નથી એવા અબદ્ધાયુષ્ક છે જે આ સમ્યકત્વ પામે છે. તેઓ તેજ (છેલ્લા) ભવમાં મેક્ષે જાય છે.
(અપુર્ણ)
For Private And Personal Use Only