________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગ્દર્શન પ્રશ્ર–કર્મગ્રંથકારના અને સિદ્ધાંતકારના વિચારો જણાવ્યા બાદ બેમાંથી કયો વિચાર સત્ય ગણું શકાય ? એ બાબતને ખુલાસો જણાવશે.
ઉત્તર–ઉપર જણાવેલા અને વિચારો પૈકી એક પણ વિચારને સત્ય નિર્ણય છદ્મસ્થ છો ન કરી શકે. કારણ કે એ વિચારભેદ વાચનાની જૂદાશને લઇને થયેલો છે. જુદી જુદી વાચનાઓ થવાનું પણ કારણ આ પ્રમાણે સમજવું જોઈએ-એકસરખા ક્ષાયિક ભાવવર્તિ કેવલજ્ઞાનવાળા પૂજ્યપાદ. થયેલા, થતા અને થશે એવા ત્રણે કાલના બંધા શ્રી તીર્થકર મહારાજાઓને તે મૂલથી એક જ વિચાર (મત) છે. તેમાં સાબીતી એ છે કે –પહેલાંના વખતમાં (ભૂતકાલમાં) જે અનંતા નાર્થક થઈ ગયા, તેઓમાંના એક પણ શ્રી તીર્થકર મહારાજાએ પ્રવચનાર્થની અyવે દેશના દેતી વખતે એમ નથી કહ્યું કે“ આ પરમાણુ આત્મપ્રદેશની વ્યવસ્થા વગેરે પદાર્થોના સ્વરૂપને હું પોતે જ કહું છું.” પરંતુ તે શ્રી પરમતારક પ્રભુદેવો એમ કહે છે કે “ પહેલાં (અતીત કાલમાં) થઈ ગયેલા અનંતા તીર્થંકરોએ જે પદાર્થોનું જેવું સ્વરૂપ કહ્યું છે અને ભવિષ્યકલમાં થનારા શ્રી પદ્મનાભ વગેરે અનંતા તીર્થંકરે જે પદાર્થોનું જેવું સ્વરૂપ કહેશે, તેને જ અનુસરીને હું આ વિવક્ષિત પરમાણુ વગેર પદાર્થોના સ્વરૂપને કહું છું.” આવા જ અનેક મુખ્ય મુદ્દાઓને લઈને અવિચ્છિત્ર પ્રભાવશાલ, ત્રિકાલાબાધિત, ભવભવ ચાહના કરવા લાયક એના જૈનેન્દ્રશાસનનું લોકોત્તરપણું સાકત ર્યું છે, થાય છે અને થશે! કે જેમાં ત્રણે કાળના તમામ ધર્મોપદેશકોની પરમ પવિત્ર પ્રશસ્ય દેશનામાં પ્રરૂપણ ભેદ (જુદી જુદી જાતના વચનો) હેઇ શકે જ નહિ. આવી અપૂર્વ, આપક્ષિક વચન ગર્ભિત શ્રેષ્ઠ પ્રણલિકા શ્રી જૈનેન્દ્રશાસન (દર્શન) સિવાય સાંખ્ય, મીમાંસા, નિયાયિક, વૈશેષિક આદિ બીજા દર્શનમાં લગાર પણ દેખાતી જ નથી. માટે તેને નિરૂપાયે કહેવું પડયું કે – - તિથિંમિજા સ્મૃષિ મિજા, જો મુનિજ ઘર મા !
धर्मस्य तत्त्वं निहितं गुहायां, महाजनो येन गतः स पंथाः ॥ १ ॥
કૃતિઓ કંઇ વસ્તુ સ્વરૂપ જણાવે છે. તેનાથી તદ્દન લિક્ષણ પદ્ધતિએ જ સ્મૃતિઓ પદાર્થોના સ્વરૂપને જણાવે છે એથી સાબીત થાય છે કે કૃતિઓ જુદી જુદી' માલુમ પડે છે. તેવી જ સ્મૃતિઓ પણ જુદી જુદી દેખાય છે. એમ અનેક ઠેકાણે આગળ પાછળ વિરોધ દેખાય છે. વળી મુનિઓ જુદા જુદા વિચારવાળા હોવાથી, જેનું વચન માન્ય હાથ એવો એક પણ મુનિ દેખાતે થી. આવા કારણથી ધર્મનું રહસ્ય ગુફામાં સ્થાપન કરાવું છે. જેથી મહાપુરૂષ જે રસ્તે ચાલ્યા તે જ રીતે (સ્વીકાર) વ્યાજબી છે..
કેટલોક વખત વીત્યા બાદ સૂત્રોના અને તેઓના ઊંચિત અર્થેના સંબંધમાં વિસ્મૃતિ (ભૂલી જવું) આદિ કારણેને લઈને જુદી જુદી વાચના પ્રવર્તી (F). આ બીના શ્રી જબૂદીપપ્રજ્ઞપ્તિસત્રની ટીકાને અનુસારે જણાવી છે, તથા પરોપકારધુરીણ, પૂજ્યપદ, પ્રાતઃસ્મરણીય, આચાર્ય શ્રો મલયગિરિજી મહારાજે પણ શ્રી જ્યોતિકરડક નાના પ્રકીર્ણક (પન્ના) ની ટીકામાં સ્પષ્ટ જણાવ્યું છે કે-પૂજ્યપાદ શ્રી સ્કંદિલાચાર્યના વખતમાં પાંચમા દુષમ આરાના પ્રતાપે દુષ્કાળ પ્રકટ થયે, જેથી સાધુઓમાં સિદ્ધાન્તની વાચના લેવી વગેરે પ્રવૃત્તિ ઓછી થવા લાગી. જ્યારે દુષ્કાળનું જેર સર્વથા-ઘટયું ત્યારે સુકાલના વખતે
For Private And Personal Use Only