________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
( વર્ષ
તેણી થરથરતી હતી ત્યારે પેલો લાકડાનો કકડો, જે તેણીએ બાંધ્યો હતો તે, નીચે સરી પ. ચીંચી ખૂબ શરમાઈ ગઈ બધાય લોકોએ ઘણાપૂર્વક તેણીને હાંકી કાઢી. બુદ્ધની કીર્તિ પહેલાંથી વિશેષ વધવા લાગી.”] બીજી આવૃત્તિ, પૃષ્ઠ પર.
[ “ઉપર કહેવામાં આવ્યું છે કે તીર્થકે બુદ્ધિથી ઘણુ કરતા હતા. તેઓએ ચીંચી નામક સ્ત્રીને મોકલીને તેમની (બુદ્ધની) અપકીર્તિ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બીના સાતમા ચતુર્માસમાં બની. તે પ્રયત્ન નિષ્ફળ જવાથી તીર્થને ક્રોધ વધી ગયો હતો. જેમ જેમ વધુ દિવસો પસાર થતા હતા તેમ તેમ બુદ્ધની કીર્તિ વધતી જતી હતી અને બધા તેમના અનુયાયી બનતા જતા હતા. તેથી તેઓએ (તીર્થકોએ) ફરીથી બુદ્ધને કલંકિત કરવાનો પ્રયત્ન કર્યો. તેઓએ કેટલાક મારાઓને તેડી મંગાવ્યા અને (તેમની પાસે) સુંદરી નામક એક ભિક્ષણીનું ખૂન કરાવ્યું. તેઓ સુંદરીના શબને ઉચકી ગયા અને જેતાવન પાસેની ઝાડીમાં સંતાડી દીધું. સુંદરી ગુમ થયાના સમાચાર બધાએ જાણ્યા. ગત કરતાં, તેનું શરીર જેતાવન પાસેની ઝાડીમાંથી મળી આવ્યું. તીથકે આવી પહોંચ્યા અને “આ ખૂનનો કરનાર ગૌતમ છે,” એમ અનેક રીતે વર્ણન કરીને લોકોને તે પ્રમાણે મનાવવા લાગ્યા. પરન્તુ તેટલામાં, મારામાં કજિયો ઉભે થયો. તીર્થકોએ તેમને સુંદરીનો વધ કરવા માટે પૈસા આપ્યા હતા. (એ) પૈસાની વહેંચણી કરતાં તેઓ લઢી પડ્યા. આ દરમ્યાન તેઓ એક બીજાને ગાળો દેવા લાગ્યા. આ પ્રમાણે ગાળાગાળી કરતાં, સુંદરીના વધનું રહસ્ય જાહેર થઈ ગયું. તીથકે શરમિંદા થયા. બુદ્ધનાં પ્રેમ અને કરૂણાએ બુદ્ધને બચાવી લીધા અને તેમની કીતિને વધારી દીધી.”] બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૫૭.
મૂળ પુસ્તકના આ અનુવાદ ઉપરથી જોઈ શકાશે કે એમાં કેટલેક ઠેકાણે તીર્થક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પુસ્તકના સંબંધમાં જૈન સમાજમાં જે ઊહાપોહ કરવામાં આવ્યો છે તેનું મુખ્ય નિમિત્ત આ તીર્થક શબ્દ જ છે. આ તીર્થક શબ્દનો અર્થ તીર્થકર કરવામાં આવ્યો અને તેમ કરીને “એ પુસ્તકમાં તીર્થકરોની નિંદા કરવામાં આવી છે” એ આધારે એ પુસ્તકનો વિરોધ કરવામાં આવ્યો.
આ વિરોધ જોઇને એ પુસ્તકના લેખક શ્રીમાનું છ. પી. રાજરત્નમે The World “ Tirthaka ” and the future of the “ Buddha Vacana Madha” (“તીર્થક” શબ્દ અને “બુદ્ધ વાચન માધુ ” નામક સંસ્થાનું ભાવી ”) નામક એક ૧૬ પાનાની પુસ્તિકા પ્રકાશિત કરી અને તેમાં તીર્થક શબ્દને વાસ્તવિક અર્થ શું છે અને પોતે તે શબ્દ કયા અર્થમાં વાપર્યો છે તે બહુ જ ખુલાસા પૂર્વક જણાવ્યું છે. તેમણે તેમાં જણાવ્યું છે કે તીર્થકનો અર્થ તીર્થકર નથી થતો પણ તેનો અર્થ “બૌદ્ધ ધર્મ સિવાયના બીજા ધર્મને અનુયાયી” એ થાય છે. તેઓ લખે છે:
" Gautama Buddha” was first printed in 1934 and I allowed the word " Tirthaka ” explaining it as the “sects other than Buddhistic, 'sure of the fact that Tirthaka in kannada Literature has never meant a Jain Tirthakara".
For Private And Personal Use Only