________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] સંપાદકીય વક્તવ્ય
પિ [ “ગૌતમબુદ્ધ પહેલવહેલું ૧૯૩૪માં છાપવામાં આવ્યું હતું, અને તેમાં મેં તીર્થક શબ્દનો ઉપયોગ કર્યો હતો, અને તેની સાથે એ શબ્દ માટે ખુલાસો આપ્યો હતો કે તેનો અર્થ “બુદ્ધ સિવાયની બીજી જાતિઓ ” એ થાય છે, કારણ કે મને ખાતરી હતી કે કનડી સાહિત્યમાં તીર્થકનો અર્થ કદી પણ તીર્થંકર નથી થતો. ]
વિવાદાસ્પદ ભાગને જે અનુવાદ ઉપર આપવામાં આવ્યો છે તેમાં તીર્થક શદને છ ઠેકાણે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને સૌથી પ્રથમ જ્યાં એ શબ્દ આવ્યા છે ત્યાં “તીર્થકે નામના બીજા ધર્મવાળાઓ” એમ સ્પષ્ટ લખ્યું છે. વળી જે ત્યાં વાપરવામાં આવેલ તીર્થક શબ્દનો અર્થ તીર્થકર કરીને આપણું તીર્થકરની નિંદા કરવી હોત તો તે શબ્દ બહુ વચનમાં ન મૂકતાં એક વચનમાં મૂકાયો હોત, કારણ કે તે વખતે પરમાત્મા મહાવીર દેવ ગૌતમબુદ્ધના સમકાલીન તીર્થકર હતા. આ પુસ્તકમાં તીર્થક શબ્દ બધે સ્થળે બહુ વચનમાં જ વપરાયો છે એ અનુવાદ ઉપરથી જોઈ શકાશે.
આ પ્રમાણે મૂળ લેખક પિતે તીર્થકરોની નિંદા ન કરવાનું જણાવે છે અને આપણને પણ તીર્થકને અર્થ તીર્થકર કરે બરાબર નથી લાગતો. આ ઉપરાંત શ્રીમાન રાજરત્નમ પતે પ્રસિદ્ધ કરેલ પુસ્તિકાના અંતમાં જણાવે છે કે –
" It is my earnest desire to remove all cause of pain from my Jaina Brethren. So, I am prepared to replace in future the form Tirthaka by Tairthika, or even a more general form like para-dharmika; not because Tirthaka has ever meant a Tirthakara, but because the form Tirthaka has unwillingly caused pain to many. Hinduism, the faith of my cradel and Buddhism, the faith of my study have taught me the greatness of Ahimsa,-- Ahimsa that the Tirthakaras too taught Least of all would I try to injure the name and prestige of a religion which has done so much for Kannada and of its saints who have meant something also to me, an humble student of Jainism."
[“મારા જૈન બંધુઓના દુઃખનું દરેક કારણ દૂર કરવાની મારી હાર્દિક ઈચ્છા છે. તેથી, હું ભવિષ્યમાં તીર્થક શબ્દના બદલે તૈર્થિક શબ્દ અથવા તો એથીય વધારે સામાન્ય પર ધાર્મિક જેવો શબ્દ મૂકવા તૈયાર છું, આ શબદ બદલવા) નું કારણ કેઈ એમ ન સમજે કે તીર્થકને અર્થ તીર્થકર થાય છે, પણ કારણકે તીર્થક શબ્દથી મારી જરા પણ ઇચછી ન હોવા છતાં ઘણાની લાગણી દુભાણી છે. મારા જન્મ સાથે મળેલ હિંદુ ધર્મો અને મારા અભ્યાસથી મળેલ બૌદ્ધધમે મને અહિંસાની મહત્તા શીખવી છે – એ અહિંસા કે જેને તીર્થકરોએ પણ ઉપદેશ આપ્યો છે. જૈન ધર્મના એક વિનમ્ર અભ્યાસી તરીકે હું, જે (જૈન) ધમેં કનાડા માટે ખૂબ કાર્ય કર્યું છે અને જે ધર્મના મહાત્મા પુરુષે બધાને અને મારે મન મહાન છે, તે ધર્મની કીતિને અને નામને નુકસાન પહોંચે એવું લખવાનો પ્રયત્ન કદી પણ કરી શકું નહિ”. ]
For Private And Personal Use Only