________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર નામકર્મ
શ્રીમદ વિજય દ્રષ્ટિ
લેખક–આચાર્ય મહારાજ
શ્રીમદ વિજયપધસૂરિજી પ્રભુ મહાવીર દેવના સમયમાં તીર્થકર નામ- 1 કર્મ ઉપાર્જન કરનાર ભને ટૂંક પરિચય
सम्मत्तगुणनिमित्तं । तित्थयर संजमेण आहारं ॥ ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીર દેવે ચાર જ્ઞાનના ધાક શ્રી ગૌતમ ગણધર આદિને ઉદ્દેશીને ફરમાવ્યું કે – જીવ, અજીવ આદિ નવ તત્તવોમાં ત્રીજું પુણ્ય તત્તે કહ્યું છે. તેના કર ભેદમાં તીર્થંકર નામકર્મને જણાવ્યું છે. આ તીર્થંકર નામકર્મ, સ્વપરોપકાર કરવાનું એટલે સર્વ જીવોને શાસન રસિક બનાવવારૂપ ભાવ દયાને સંપૂર્ણ રીતે પોષનાર છે. આવું તીર્થકર નામકર્મ શ્રેષ્ટ ભાવના સહિત નિર્મલ સમ્યકત્વ ગુણને જેમ જેમ વિંશતિસ્થાનકાદિની નિર્નિદાન જ્ઞાનપૂર્વક અમૃતારાધના કરવામાં આવે છે, તેમ તેમ નિકાચિત બંધાય છે. આવા ઈરાદાથી જ જાણે હોય નહિ તેમ પૂજ્યપાદન આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજે – કર્મના અપૂર્વ તત્ત્વજ્ઞાન પ્રતિપાદક શ્રી પંચસંગ્રહમાં કહ્યું છે કે – પાછલા ભવમાં દ્રવ્ય તીર્થકરના જીવો – આ નીચે જણાવેલી ભાવના ભાવી તીર્થંકર નામકર્મ, ઉપાજે છે –
" अहो! चित्रमेतत् यत् सत्यपि पारमेश्वरे प्रवचने स्फुरत्तेजमि महामोहान्धकारविलुप्तसत्पथि दुःखपरितचेतसो जतवः परिभ्रमति तदहमेतानतः संसारात अनेन प्रवचनेन यथायोगमुत्तारयामोति एवं च चिंतयित्वा यथा यथा परेषामुपकारी भवति तथा तथा चेष्टते ॥ इत्यादि"
સ્પષ્ટતાર્થ એ છે કે – અહો ! આ તો આશ્ચર્ય કહેવાય કે મહામોહરૂપી અંધકારથી જેનો ઉત્તમ માર્ગ નષ્ટ થયો છે, અને પ્રભુ શ્રી તીર્થકર દેવ ભાષિત, ચકાટ મારતું પ્રવચન છતાં પણ દુઃખથી ભરેલી મને વૃત્તિવાળા આ સંસારી જેવો ચાર ગતિ મય સંસારમાં ભટકે છે! અથડામણ અથવા પરિભ્રમણ અંધકારમાં સંભવે પણ જ્યાં તેજસ્વિ કિરણ નો પ્રચાર હોય ત્યાં કઈ રીતે સંભવે? માટે આ દુ:ખી જીવોને (દુ:ખના કારણું – હિંસાદિ અને સુખના કારણે અહિંસાદિ એમ સમજાવનાર ) પ્રવચન વડે આ સંસારરૂપ અટવીને પાર પમાડું, એવી ભાવનાને વતન દ્વારા અમલમાં મૂકનારા પુણ્યવંતા જેવો તિર્થંકર નામ કર્મ બાંધે છે. પૂર્વે અનંતી ચોવીશી થઈ ગઈ, તમાં જેમ ઘણા છએ એ પ્રમાણે તીર્થકર નામકર્મ બાંધી, દેશનાદિ દ્વારા સફલ કરી પરમાનન્દમય સિદ્ધિ સુખ મેળવ્યું, તેમ આ વીશીમાં પણ ઘણું જીવોએ તીર્થકર નામકર્મ બાંધ્યું છે, તે આ પ્રમાણે –
૧. આ આચાર્ય મહારાજ એક ધુરંધર વિદ્વાન અને સરલ ટીકાકાર તરીકે સુવિદિત છે. તેઓશ્રીએ આવશ્યક, વાભિગમ, પ્રજ્ઞાપના, સુર્યપ્રજ્ઞપ્તિઆદિની તથા ધર્મ સંગ્રહણી, પંચસંગ્રહ, કમ પ્રકૃતિની સરલ ટીકાઓ બનાવી તત્તરસિકો ઉ૫ર અનહદ ઉપકાર કર્યો છે. પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજીની અને (કમ 'થાદિવૃત્તિ – સુદર્શન ચરિત્રાદિના બનાવનાર) પૂજ્ય શ્રી દેવેન્દ્રસૂરિજીની સાથે સરસ્વતીના સાધક અને “ તમારી મહેરબાનીથી આગમાદિ ગ્રંથોની ટીકા બનાવી શકે” એવું વરદાન મેળવનાર હતા, એમ બૃહતક્ષેત્રસમાસ પ્રસ્તાવનાદીથી ભણી શકાય છે,
For Private And Personal Use Only