SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] તીર્થકર નામકર્મ [૩૯] પ્રભુશ્રી રૂષભદેવના વખતમાં તીર્થકરના જીવ તરીકે મરીચિઆદિ હતા. અને સાતમા શ્રી સુપાર્શ્વનાથના વખતમાં શ્રી વર્મતૃપ આદિ તથા દશમા શ્રી શીતલનાથના વખતમાં શ્રી હરિર્ષણ અને વિશ્વભૂતિ અને અગિયારમા શ્રી શ્રેયાંસનાથના વખતમાં શ્રીકતુ વગેરે જિનજીવ તરીકે સુપ્રસિદ્ધ હતા. તે જ પ્રમાણે બારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના સમયમાં શ્રી નંદન વગેરે, મુનિસુવ્રતસ્વામીના વખતમાં રાવણ તથા નારદ, શ્રી નેમિનાથના વખતમાં કૃષ્ણ વગેરે અને શ્રી પાર્શ્વનાથના સમયમાં અંબડ અને સત્યકી વગેરે જેમ જિનજીવ તરીકે પ્રસિદ્ધ છે, તેમ ચરમ તીર્થકર, શાસનનાયક. ભાવકરૂણાનિધાન, પ્રભુદેવ શ્રી મહાવીર ભગવંતના વખતમાં દ્રવ્ય જિનજીવ તરીકે ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ; ૩. ઉદાયી, ૪. પિઠ્ઠિલઅણગાર, ૫. દઢાયુ, ૬. શંખ શ્રાવક, ૭. શતક શ્રાવક, ૮. સુલસા શ્રાવિકા, અને અને ૯. રેવતી શ્રાવિકા; એમ નવ ભવ્ય જીવો સુપ્રસિદ્ધ છે. એમ શ્રી સપ્તતિશતસ્થાનક પ્રકરણમાં કહ્યું છે. આ ગ્રંથના કર્તા મહાપુરૂષ—જિનજીવોની ઉપરની બીનાથી એમ જણાવે છે કે–વી પ્રભુના તીર્થે રાવણ આદિની માફક શ્રીવીરતીર્થે શ્રેણિક આદિ નવ જણાએ તીર્થકર નામકર્મ બાંધ્યું, એમ શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા અધ્યયનના " समणस्स भगवओ महावीरस्स तित्थ सि नवहि जीवेहि नित्थगरनामगोते कम्मे णिव्यइए १ सेणिएण २ सुपासेण ३ उदाइणा ४ पोट्टिलेण अणगारेण ५ दढाउणा ६ संखेण ७ सयएण' ८ सुलसाए सावियाए ९ रेवईए॥" આ પાઠથી જાણી શકાય છે. પ્રભુ શ્રી મહાવીર દેવના શાસનનો અલૌકિક પ્રભાવ પણ ઉપરની બીનાથી જાણી શકાય છે. ઉપર જણાવેલા શ્રેણિકાદિ નવ ઇવેનું ટુંક વર્ણન ૧. શ્રેણિક -તેઓ રાજગૃહી નગરીના રાજા હતા. મંત્રિ અભયકુમારના પિતા થાય. પહેલાં એ બૌદ્ધધમાં હતા. જૈનધર્માનુરાગિણી એલનું રાણીએ બૌદ્ધ ગુરૂની દાંભિકતા આદિ સાબીત કરીને અને “જૈન મુનિઓ જ-નિર્દોષ આહારની ગવેષણું કરી શક” એમ જણાવીને જૈનધર્મના અનુરાગી બનાવ્યા હતા. તેમણે ગર્ભિણી હરિણીને બાણથી મારી નાંખી–બે પંચેન્દ્રિય જી હણ્યા, તેથી નરકાયુ બાંધ્યું. પ્રભુદેવની આગમ ફરમાવે છે કે–એક પંચેન્દ્રિય જીવની હિંસા કરવાથી નરકમાં ઉપજવા લાયક (આયુષ્યાદિ ) કર્મ બંધાય, તો બે પંચેન્દ્રિયને હણનાર જીવ, તેવું કર્મ કેમ ન બાંધે ? ૧. મહાઆરંભનો કરનાર, ૨. ધનાદિમાં તીવ્ર મૂછ કરનાર, ૩. માંસાહાર કરનાર, ૪. પંચેન્દ્રિયનો વધ કરનાર જીવ “ જેથી નરકમાં જવું પડે ” તેવું કર્મ બાંધે છે. શ્રેણિકની બાબતમાં પણ તેમજ બન્યું. પાછળથી પ્રભુના સમાગમમાં આવી, તે જૈનધર્મમાં નિર્મળ શ્રદ્ધાળુ એટલે સાયિક સમ્યગ્દષ્ટિ થયા હતા. સમ્યગ્દષ્ટિ મનુષ્યદેવાયુ બાંધે, તેમ રાજા શ્રેણિકની બાબતમાં ન થયું, કારણકે સમ્યકત્વ ગુણ પામ્યા પહેલાં તે નરપતિએ નરકાયુષ્ય બાંધ્યું હતું. રાજ શ્રેણિકે પ્રભુશ્રી મહાવીરદેવને કહ્યું કે-હે સ્વામિન, જેથી મારી નરકગતિ ન થાય એ કોઈ ઉપાય કૃપા કરી જણાવો! ઉત્તરમાં પ્રભુદેવે કહ્યું કે તમે મિથ્યાત્વપણામાં નરકાયુષ્ય બાંધ્યું છે, તેથી તેને ભોગવવા નરકમાં જવું જ પડે. એવો ઉપાય જ નથી કે જેથી તમારું નરકગમન નિવારી શકાય. વસ્તુસ્થિત તેવી જ હોવા છતાં રાજાએ આગ્રહ કર્યો For Private And Personal Use Only
SR No.521524
Book TitleJain_Satyaprakash 1937 08 SrNo 25
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy