________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
૧૯૯૩
સમ્રાટ અકબરને ધર્મા-ભત એબાદતખાનાની આ ચર્ચા અને વિચારણા તીવ્રપણે ચાલતી હતી, તેમજ જુદા જુદા મતવાદીઓ એકબીજાને બુદ્ધિથી હરાવવા માટે આકરામાં આકરા ઉપાયો લેતા હતા. તેઓ કેટલીકવાર ધર્યહીન તેમજ અસ્થિર બની અસંયત ભાષાને પણ વ્યવહાર કરી લેતા હતા. સૂત્રીદલના પ્રતિનિધિઓ શેખ મખદૂમ-ઊલ–મૂક તથા શેખ આદૂન નબી હતા, જ્યારે સ્વાધીન મતવાદીઓના પ્રતિનિધિઓ શેખ મોબારક અબૂલફજલ તથા ફ્રઝી હતા. બદાઉની આની કટાક્ષભરી આલોચના કરતાં કહે છે કે – “તેઓ ચર્ચામાં જિહુ માત્ર વડે ભીષણ યુદ્ધ ખેલતા હતા તેમજ સામાં મહજબ (સંપ્રદાય) સામે શત્રુતા એટલી હદે વધી જતી કે સામાને “મૂર્ખ કહી ઉપહાસ કરતા હતા.” અન્ય ધર્માનુયાયીઓ સાથેની ચર્ચા:
ત્યારબાદ અકબરે અન્યાન્ય ધર્માચાર્યોને પણ એબાદતખાનામાં આમંચ્યા. એ જ રીતે હિંદુ શાસ્ત્રીઓએ અકબરને પોતાના ધર્મના મૂળ મંત્રો સમનવ્યાં. વેદવિદો અને બ્રાહ્મણે તેની સાથે વિશદભાવ હિંદુધર્મની વિચારણ કરતા હતા. જેમાં પુરૂષોત્તમ અને દેવી એ પ્રધાન છે. દેવી એ હિંદુધર્મનું આદિમ તત્ત્વ છે. પુરાણો, મૂર્તિપૂજાનાં અસલી કારણે, સૂર્ય, તેત્રીશકરોડ દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શ્રીકૃષ્ણ, મહામાયાની ઉપાસનાનું કારણ, વગેરે રીત રિવાજેની ચર્ચા થતી હતી. જનધર્મના આચાર્યોને સમ્રા ઉપર પ્રભાવ:
જૈનધર્મના આચાર્યોએ પણ તે જ પ્રકારના સન્માનથી પધારી, પોતાનો ધર્મ કહી સંભળાવ્યો હતો. જેમાં હીરવિજયસૂરિ. વિજયસેનસૂરિ, ભાનચંદ્ર ઉપાધ્યાય તથા જિનચંદ્ર અકબર ઉપર સચોટ છાપ પાડી હતી. ઈ. સ. ૧૫૭૮ પછી તો એક જૈનધર્મોપદેષ્ટા અકબરના રાજ્યમાં કાયમને માટે રહેતા હતા. કહેવામાં આવે છે કે “જિનચંદ્ર અકબરને જૈનધર્મની દીક્ષા (જૈનત્વ) આપી હતી.” કિન્તુ જેમ જેસુર ધર્મયાજકગણ અકબરને ક્રિશ્ચિયન થવાની ખોટી વાતો ચલાવે છે તેમ આ કથન પણ સર્વથા અસત્ય છે. છતાં જરૂર હીરવિજય (સૂરિ)એ અકબરને, પાંજરામાં પુરેલા પક્ષિઓને છેડવાને તથા અમુક દિવસોમાં પ્રાણિહત્યા બંધ કરવાને ઉપદેશ આપ્યો હતો (ઈ.સ. ૧૨૮૨). તેણે પોતાના ધર્માવલંબીઓ માટે ઘણી અનુકૂળતા મેળવી હતી. અકબરે માંસાહાર છોડડ્યો અને પ્રાણિહત્યા નિવારી તે હીરવિજયસૂરિ વગેરેના પ્રભાવે જ બન્યું છે, –બનવા પામ્યું છે જરથોસ્ત ધર્મને પ્રભાવ:
અગ્નિપૂજક પારસી તથા જરથોસ્તીઓ પણ તેનું સન્માન પામ્યા હતા અને એબાદતખાનામાં પિતાના ધર્મની વ્યાખ્યા કરવાને સમ્મતિ મેળવી શક્યા હતા.
બદાઉની કહે છે કે – અકબર તેઓ પ્રત્યે એ આકર્ષાયો કે તેણે પ્રાચીન પારસી ધર્મની ઘણી સંજ્ઞા અને નિયમોનું શિક્ષણ મેળવ્યું, તેમજ અબુલફજલને આજ્ઞા કરી કે – તેઓના નિયમ પ્રમાણે દરબારના દિવસે નિરંતર અગ્નિ પ્રજ્વલિત રાખવાની વ્યવસ્થા કરવી. દસ્તૂર મહેરજી રાણાએ જરથોસ્તી મત અકબરને સારી રીતે સમજાવ્યો હતા અને સન્માન તરીકે બસો વીઘા જમીનની જાગીરદારી મેળવી હતી.
For Private And Personal Use Only