________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१२२
શ્રી જૈન સત્ય પ્રકાશ
એ કથાં છે'' એ પ્રશ્ને તેના લાંબા કાળથી ચંચળ, તર્કવાદી અને લાગણીપ્રધાન હૃદયને વ્યસ્ત કરી મૂકયું હતું. તે કઈ નિર્ણય કરી શકો નહિં, મનુષ્યાના ધર્માંગત અને જન્મગત ભેટ્ઠાથી તેના આત્મા કળકળી ઉઠયો. સામ્યતા, મૈત્રી અને નીતિના મૂર્તિ'મંત સ્વરૂપ જેવા ઈસ્લામ ધર્મોમાં પણ શીયા તથા સૂત્રિના વિભાગ અને ઝગડાએ તેના હૃદયને પીડવા લાગ્યા, અભિમાની તેમ જ અનુદાર મૌલાનાની જોહુકમી તેને અસહ્ય લાગી. તેણે આ અતિગત તથા ધર્માંગત ભેદો ઉખાડી નાખી દરેકને એકતામાં જોડવાની ઇચ્છા કેળવી. આ માટે તેણે જુદા જુદા ધર્મનાં તત્ત્વોને અભ્યાસ કરવા માંડયો. પિરણામે પેાતાના ધર્માંમતમાં પરાવર્તન થતાં, સ ધર્મોના સહકાર રૂપે, તેણે નવા ધમ–મત સ્થાપ્યા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાડ
નવા ધમ પ્રવર્તાવવાની ભાવના :
આ ધર્મોંમતના પલટામાં કેટલાંએક કારણે પણ હતાં. અકબરે ભારતવમાં પોતાના સામર્થ્યથી એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આવા મેટા રાજ્યમાં જુદા જુદા ધર્મવાળી અનેક જ્ઞાતિએ હતી. તે આ દરેક પ્રત્યે ઉદારતા ન દાખવે તે તેના રાજ્યની મજબૂતાઈ કે સ્થિરતા ટકી શકે નહિ. તેણે અનેક હિન્દૂ કન્યાઓ સાથે લગ્ન કર્યું. તેઓના સહવાસ અને પ્રભાવે અકબરના ધર્મમાં અને જીવનમાં મહુ પરિવર્તન કર્યું. આખરે શેખ માર તથા તેના જગપ્રસિદ્ધ પુત્ર! અમૂલ જલ અને ફૈઝી તેના દરબારમાં આવતાં તથા તેની સાથે ધાર્મિક વાર્તાલાપ થતાં અકબરની તે ઉદારતા અધિક વિકસવા લાગી. તેએ સુધી મતના હતા, તેમજ ધર્મનાં સત્ય અને ગૂઢ તત્ત્વા શેાધવાની ઇચ્છાથી ઈસ્લામ ધર્મ માં નૂદી શાખા કાઢવાની ભાવનાવાળા હતા. તેએ ધર્માંની ખાદ્ય ક્રિયાને બદલે આધ્યાત્મિક તત્ત્વા ગ્રહણ કરવાં તે, ધર્મપિપાસુઓને માટે શ્રેષ્ટ માર્ગી છે એમ માનતા હતા. અકબરને સુપ્રીમત પસંદ પડયો અને તે મત તેણે આગ્રહપૂર્ણાંક ગ્રહણ કર્યાં — સ્વીકાર્યાં. ત્યારે તે સમયના દિલ્હીના સુધી–મતવાદી તાજઉદ્દીને પણ્ અકબર ઉપર વિશેષ પ્રભાવ પાડયો હતા. પરિણામે અકબર શરિયત્ સમ્મત ઇસ્લામ ધર્મથી જૂદો પડયો,
એખાદતખાનાની ચેોજના:
સમય જતાં અકબરની ધર્મ-પિપાસા વધવા લાગી, સત્ય પ્રાપ્તિની પ્રવૃત્તિ પણ સજીવ ખતી. તેને એબાદતખાનું બનાવી તેમાં તે તે પ્રકારના ધર્માંન પુરુષોના મુખે ધર્માંનાં દુર્ગંધ રહસ્યા તથા અબ્રાન્ત આલોચના સાંભળવાની ઇચ્છાઓ જન્મી, અને અકબરે તે જ પ્રમાણે ફતેહપુર સીક્રીમાં ઇતિહાસ પ્રસિદ્ધ એબાદતખાનું તૈયાર કરાવ્યું. ( ઇ. સ. ૧૫૮૨ )
For Private And Personal Use Only
એબાદતખાનામાં પ્રારંભમાં મુસલમાન ધર્મીના નેતાને જ નિમંત્રણ કરવામાં આવતું. અકબર તેમેને ૧-શેખ, ર–સૈયદ, ૩–આલેન સંપ્રદાય અને ૪-અમીરગણ એમ ચાર વિભાગમાં વહેંચી યેાગ્ય આસને બેસારી સ્વયં સભાપતિ અનેતેા હતેા, આ અધિવેશન ગુરુવારની સખ્યાથી શુક્રવાની અપેાર સુધી ભરાતું હતું, જેમાં અનેક વિધ વિચારણા થતી હતી.