SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = ૧૯૯૩ ૬૦૧ નમુત્થણને અંગે ઉલલેખ અને વિવરણ–ઉવવાઈયસુત્ત (ઔપપાતિકસૂત્ર)ને વીસમાં સૂત્રમાં શક્રસ્તવનો પાઠ છે અને શ્રીમલયગિરિસૂરિકૃત ટીકામાં એનું વિવરણ છે. પજુસણુક૫માં આ જ શક્રસ્તવને પાઠ છે અને એ પજુસણકમ્પના વિવરણરૂપ સાહિત્યમાં એનું વિવરણ ઉપલબ્ધ થાય છે. વિશેષમાં શ્રી યાકિનીમહારાના ધર્મનું તરીકે સુવિખ્યાત શ્રી હરિભદ્રસુરિકૃત લલિતવિસ્તરામાં, યોગશાસ્ત્રની પણ વૃત્તિમાં, આચાર દિનકરના ૨૬ થી ૨૬ દબ સુધીના પત્રમાં એનું વિવરણ છે. શક્રસ્તવની સંસ્કૃત છાયા પંચપ્રતિક્રમણુસૂત્રની કેટલીક ચોપડીઓમાં છે. એ ઉપરાંત “ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાળા' તરફથી પ્રસિદ્ધ થયેલ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પ્રથમ પર્વના અંગ્રેજી ભાષાંતર (પૃ. ૧૨૭)માં પાદનોંધ તરીકે એ છાયા રોમન (અંગ્રેજી) લિપિમાં ઉપલબ્ધ થાય છે. વિશેષમાં એના આ ભાષાંતરમાં એને અંગ્રેજી અનુવાદ પણ છે. પજુસણકપના પ્રો૦ હર્મણ યકેબીએ કરેલા ભાષાંતરમાં પણ એ અનુવાદ છે. શ્રી સિદ્ધસેન દિવાકરે રચેલ મનાતા અને જિનસહસ્ત્રનામથી પણ પરિચિત બનેલ શકસ્તવમાં પ્રસ્તુત શક્રસ્તવને ભાવ જોવાય છે. વળી શક્રસ્તવનો સંસ્કૃતમાં ભાષા-અનુવાદ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર (૫. ૧૦, સ. ૨, લે. ૭૧-૭૬)માં નજરે પડે છે. ગુજરાતી અનુવાદ પંચપ્રતિકમણુસૂત્રોની ચોપડીઓમાં ઉપલબ્ધ થાય છે, અને હિંદી અનુવાદ આગ્રાથી પ્રસિદ્ધ થયેલી ચોપડીમાં છે. મુકા–ચૈત્યવંદન કરતી વેળા અમુક અમુક સૂત્ર બોલતાં અમુક અમુક મુદ્રા હેવી જોઈએ, એ પ્રમાણે નમુત્થણું બેલતાં કઈ મુદ્રા રાખવી તે સંબંધમાં મહાનિસીથસુત્ત (મહાનિશીથસૂત્ર) ના ત્રીજા અધ્યયનમાં, લલિતવિસ્તરામાં અને ચોગશાસ્ત્રની પત્તવૃત્તિના પત્રમાં યોગમુદ્રા' ને ૧૦ નિર્દેશ છે. આ પ્રમાણેને ઉલ્લેખ હોવા છતાં કેટલાક અન્ય પ્રરૂપણું અને પ્રવૃત્તિ કરતાં જોવાય છે. તેઓ ડાઓ જાનુ ઊંચે રાખીને અને જમણો જાનુ ભૂમિને લગાડીને શક્રસ્તવ બલવું એવું વિધાન કરે છે. આમ કરવામાં તેઓ પજ ગુસણાક૫ગત નિમ્નલિખિત “वामजाणु अच्छेह दाहिणजाणु धरणितलसिकट्ठइ" પાઠને આધારભૂત ગણતા હોય તો એ તેમની ભૂલ છે એમ કહેવાય છે.૧૨ વાતે ૭. જુઓ “ભક્તામર-કલ્યાણમંદિર-નમિણસ્તોત્રત્રયમ્ ”ની મારી આવૃત્તિ (૫ ૨૪૨-૨૪૫) ૮. હાલમાં શ્રીરાયણઈયસત્તને ૫૦ બેચરદાસ જીવરાજ દોશીએ જે અનુવાદ કર્યો છે અને જે પૂજ્ય શ્રીલાધાસ્વામીજી સ્મારક ગ્રંથમાળાના ૨૪માં મણુકા તરીકે પ્રસિદ્ધ થયો છે તેના અગ્યારમા પૃષ્ઠમાં શક્રસ્તાવને ગુજરાતીમાં અનુવાદ છે. ૯ જાઓ શ્રાવક ભીમસિંહ માણેકે છપાવેલી શ્રી પ્રતિકમણુસૂત્ર (પૃ. ૬૧), ૧૦. બે હી ચણ ભૂમિ ઉપર લગાડી બંને હાથની આંગળીઓ માંહમાંહે ભેરવી ડાડાના આકારે બે હાથ કરી પેટ પર હાથની કોણી રાખવી તે “યોગમુદ્રા' કહેવાય છે, આના ચિત્ર માટે જીએ આહત જીવન જ્યોતિના પાંચમાં વિભાગરૂપે પાંચમી કિરણાવલી. ૧૧. જુઓ થોડા વખત ઉપર બહાર પડેલ “પડાવકસૂવાણિ.” ૧૨. જાઓ જૈનધર્મપ્રકાશ (વ. અ, પૃ.). For Private And Personal Use Only
SR No.521523
Book TitleJain Satyaprakash 1937 07 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy