________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષા
શ્રી જૈન સત્ય પ્રકાશ નેંધ છે, એ ઉપરથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના સમયમાં એ ગાથા બેલાતી હોવાનું પ્રતીત થાય છે.
શ્રી વર્ધમાનસૂરિકૃત આમારદિનકરના ૨૬૬ બ પત્રમાં નીચે મુજબને ઉલ્લેખ છે – “अग्रतो गाथा च गीतार्थमुनिभिः प्रोक्ता कथ्यते"
આ ઉપરથી આ ગાથા કેઈ ગીતાર્થ મુનિએ રચી હેવાનો પ્રષ હોય એમ સમજાય છે.
ભાષા–જેમ જૈનોનાં મૂળ સુત્ર પ્રાયઃ અર્ધમાગધી ભાષામાં છે તેમ નમુલ્યણું પણું અર્ધમાગધી ભાષામાં રચાયેલું જણાય છે.
સંપદા અને આલાપક શકસ્તવમાં વિશ્રામભૂમિરૂપ નવ સંપદા છે અને તેત્રીસ- આલાપક છે. યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિના ૨૧૬ બ પવગત નિમ્નિલિખિત અવતરણ આ વાતની સાક્ષી પૂરે છે –
" दो तिअ चउर ति पंचा दोन्नि अ चउरो य हुन्ति तिन्ने य।
सक्कथए नव संपय तित्तीसं होन्ति आलावा ॥" આ ઉપરથી સમજાય છે કે બે, ત્રણ, ચાર, પાંચ, પાંચ, પાંચ, બે, ચાર, અને ત્રણ એમ અનુક્રમે આલાપ ભેગા લેતાં નવ સંપદા થાય છે. એનાં નામ ગશાસ્ત્રની પણ વૃત્તિમાં સૂચવવામાં આવ્યાં છે.
શ્રાવક ભીમસિંહ માણેકે શ્રી પંચપ્રતિક્રમણુસૂત્રમાં નીચે મુજબ નવ સંપદા ગણાવી છે –
(૧) સ્તોતવ્યસંપદા, (૨) સામાન્ય હેતુસંપદા, (૩) વિશેષહેતુસંપદા, (૪) ઉપયોગસંપદા, (૫) ઉપયોગને વિષે હેતુસંપદા, (૬) સ્તવ્યસંપદાને વિષે વિશેષ યોગસંપદા, (૭) સ્વરૂપહેતુસંપદા, (૮) નિજસમફલદસંપદા અને (૯) મેક્ષસંપદા.
આચારદિનકરના ૨૬૭ મા પત્રમાં શક્રસ્તવમાં દશ સંપદા છે એવો ઉલ્લેખ છે, જો કે ત્યાં અવતરણરૂપે આપેલી નીચે મુજબ ગાથામાં નવ ગણાવેલ છે -
“अरिहं १ आइग २. पुरिसे ३ लोगो ४ भय ५ धम्म ६ अप्प ७ जिण ८ सव्वा ९। सिक्कथयसंपयाणं पढमुल्लिंगपया नेया॥"
વિષય–પ્રચલિત શક્રસ્તવ પર્વતના પાઠને વિષય વિવિધ વિશેષણથી વિભૂષિત એવી ભાવ-અરિહંત પ્રભુની સ્તુતિ છે. અને એની પછીની ગાથા દ્રવ્ય-અરિહંતની તેમજ ભાવ-અરિહંતની વંદનારૂપ છે.
ઉપગ–પજજુસણાકપ અનુસાર શકે એને ઉપયોગ કર્યો છે. આ સૂત્રને ચૈત્યવંદનમાં સ્થાન અપાયેલું હોઈ એ ક્રિયા કરતી વેળા એનો ઉપયોગ કરાય છે.
૫. લલિતવિસ્તરામાં ૩૨ આલાપકને ઉલ્લેખ હોય એમ હુરે છે. પુસ્તક સામે નહિ હોવાથી એનો નિર્ણય કરવો બાકી રહે છે.
૧. મુદ્રિત આવૃત્તિમાં “કચ્છય” પાઠ છે. તે અશુદ્ધ છે એટલે અહીં એ સુધાર્યો છે.
For Private And Personal Use Only