________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરંગવતીની કથા
સાધ્વીજીએ પોતાનું મૂળ વૃત્તાંત શરૂ કરતાં પ્રથમ પોતાના સંસારીપણુના રાજવી વૈભવના ઠાઠનું અને માતપિતાના પોતાના ઉપરના અવર્ણનીય પ્રેમનું વર્ણન કર્યું. ત્યારપછી પોતાની બાલ્યવસ્થા અને પિતાનો અભ્યાસ જણવ્યો. બાલ્યાવસ્થામાં એણે જે વિદ્યાસંપાદન કરી હતી તે પોતે આ પ્રમાણે કહી સંભળાવી :–“જન્મ પછી બારમે વર્ષે મારી સમજશક્તિ એટલી બધી ખીલી ઉઠી કે મારા માટે ઉત્તમ પ્રકારના શિક્ષકે રાખવામાં આવ્યા. રીતસર ધીરેધીરે હું ગણિત, વાચન, લેખન, ગાન, વીણાવાદન, નાચ અને પુષ્પ—ઉછેરની કળા શીખી. વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પણ મને શીખવવામાં આવ્યાં.” અઢાર વર્ષની ઉમ્મરે તેનું યૌવન વસંતની માફક ખીલવા લાગ્યું છતાં તેના ઉત્તમ સંસ્કારોએ તેને ભોગવિલાસની લાલસાઓથી બચાવી ને તેને ઉત્તમ માર્ગ બતાવીને ધર્મપરાયણ બનાવી !
- એક વાર તેના પિતા પાસે કોઈએ એક સુંદર પુષ્પ આર્યું. એ પુષ્પની પરીક્ષા માટે તે બાળા પાસે આવ્યો. બાળાએ તે પુષ્પની પરીક્ષા કરી તેનો અદ્દભુત કાયંડે ઉકેલ્યો, એ વખતે બાળાનું બુદ્ધિપ્રાગ૯ભ્ય જોઈ પિતા ખુશી થયો. ત્યારપછી બીજે દિવસે પોતે પિતાની ઈચ્છાથી, રૂમઝુમ કરતા રથમાં બેસી, એ પુષ્પ તપાસવા ઉદ્યાનમાં – બગીચામાં જતી હતી ત્યાં અચાનક એક મહાન સરોવરની પાળે તેણે એક ચક્રવાકના યુગલને જોયું. એ યુગલ જોતાં તેના હૃદયમાં કંઈક ફુરણા થઈ. એ બંનેને નિર્મલ પ્રેમ જોઈ તેને ખૂબ વિચાર થયો અને એ સંબંધી વિશેષ ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ-જ્ઞાન ઉત્પન્ન થયું આ જાતિસ્મરણ-જ્ઞાનના બળે તેણે પોતાનો પૂર્વ ભવ જોયો અને તે ત્યાં જ મૂછમાં ઢળી પડી. સખીઓએ તેને પવન અને ઠંડા પાણીથી સચેતન કરી. જાગૃત થયા પછી તેની સખીઓએ આમ થવાનું કારણ પૂછ્યું છતાં યુવાન બાળા કાંઈ બોલી નહિ અને ગાઢ વિચારમાં લીન બની ગઈ. સખીએ ફરી ફરી ખુબ આગ્રહ કરી છેવટે સમ આયા એટલે બાળાએ કહ્યું કે –
હું પૂર્વભવમાં ગંગાતીરે ચક્રવાકી હતી. મને એક સુંદર ફૂટડો પતિ હતા. અમારા બન્નેનો એવો ગાઢ પ્રેમ હતો કે ન પૂછો વાત. મારો પતિ તરવામાં કુશળ હતું. હું પણ નિરંતર તેની સાથે જ ઉડતી, નદીમાં તરતી, નહાતી અને સ્વર્ગથીએ અધિક આનંદ લૂંટતી હતી. ત્યાં મારા કમભાગ્યે, અચાનક એક દિવસે યમદૂતના અવતાર સમાં નિષ્ફર પારધીના એક અજાણ્યા બાણથી મારા પતિ દેવ વિંધાયા; અમારા સ્વર્ગીય સુખનો નાશ થયો. હાય! તે કાળ સંભારતાં મારું હૃદય કોરાઈ જાય છે. (અહીં સ્ત્રી સહજ પતિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતાં તેની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યાં) મેં ઘણું ઘણું કારમું રૂદન કર્યું, ઘણો વિલાપ કર્યો. મારી ચાંચથી મેં તેમને વાગેલું બાણ ખેંચી કાઢયું. પરંતુ ભાવીએ યારી ન આપી. અનતે થોડી પાંખો ફફડાવી મને તે એકલી મુકી ચાલ્યા ગયા. અમારા બંને વચ્ચે કમળનું પાંદડું પણ આવે તો અમને વિયોગ સાલતો તે પછી તેમના સિવાય મને કેમ ચાલશે. એ વિચારે મેં તેમની પાછળ માથું પછાડયું. આકરું રૂદન કર્યું. આ બાજુ પારધીને, નિર્દોષ ચક્રવાકને માર્યા બદલ ખૂબ શેક થયો અને તેણે ચક્રવાકને લઈને લાકડાં એકઠાં કરી અગ્નિ સંસ્કાર કર્યો, ત્યારે હું (ચક્રવાકી) પણ તેની ચિતા પાછળ ફેરા ફરી ચિતામાં પડી
For Private And Personal Use Only