SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તરંગવતીની કથા [ ટ્રેંક સાર ] સંક્ષેપકાર મુનિરાજ શ્રી ન્યાયવિજયજી : Acharya Shri Kailassagarsuri Gyanmandir તર'ગવતીની આ કથાનું મૂળ સમર્થ આચાય શ્રી પાદલિપ્તસૂરિજી કૃત ‘તર’ગલાલા’નામક કથામાં છે. આ કથા તેમણે પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાહનની રાજસભામાં વાંચી સભળાવી હતી. જે સાંભળી દરેક આશ્ચયમુગ્ધ થયા હતા. મહાકાવ્ય સમી આ મૂળ કથા તા આજે ઉપલધ નથી, પણ તેના ઉપરથી, સંસ્કૃત ભાષામાં શ્રીનેમિચદ્રગણીએ સારરૂપે લખેલી તર'ગવતીની ક્થા એના મૂળ કાવ્યની સરસતા અને અદ્ભુતતાનો અચ્છા પરિચય આપે છે. તરંગવતીની આ કથાના ગુજરાતી અનુવાદ, સીધે સીધા મૂળ ઉપરથી કરેલા આપણુને ન મળતાં, મૂળના જમન ભાષાના અનુવાદ ઉપરથી કરેલા આપણને મળે છે એ ખરેખર, આપણી કમનસીબી છે. જર્મન ભાષાને અનુવાદ પ્રેાફેલર લાયસેને કરેલા છે અને તેને ગુજરાતી ભાષામાં ઉતારનાર છે શ્રીયુત નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. આટલુંય આપણે પાસી શક્યા તે બદલ આપણે તેએના આભારી છીએ. અહીં સંક્ષેપમાં આપેલી કથામાં તેા મુખ્યત્વે માત્ર એ કથામાંની ઘટનાએ જ આપી છે. આકા મૂળ કથામાં તે લેખકે ઠેકાણે ઠેકાણે પ્રસંગને અનુકૂળ તે તે રસાની એવી સરસ જમાવટ કરી છે કે વાંચનાર તન્મય અની જાય! એ તમયતાનો અનુભવ કરવા ઇચ્છનારે તો એ આખી કથા જ વાંચવી જોઈ એ. તનમનાર પેદા કરતા શૃંગારરસમાંથી ઉભી થતી આ કથા શાંત સૌરભભ વૈરાગ્ય રસમાં પવસાન પામે છે. બીજા કથાસાહિત્ય કરતાં જૈન કથાસાહિત્યની અનેક ખુબીઓમાં “વૈરાગ્યમય અન્ત” એ પણ એક લાક્ષણિક વિશેષતા છે. તર'ગવતીની કથા પણ એ વિશેષતાથી અતિ થયેલ છે. વાચકાને જરૂર આ કથા આકષ ણ કરશે! ન્યા. વિ. કથાને સમય વિશ્વવંદ્ય પ્રભુ શ્રીમહાવીરદેવને છે. કથાકાર આ કથાની શરૂઆત એવી અદ્ભુત રીતે કરે છે કે વાંચનાર એકદમ કથાના રસમાં તણાવા લાગે છે. વિશાલ ગગનપટમાંથી કેાઈ તેજસ્વી દેવ વિમાન ઉતરી આવતું હોય અને પ્રેક્ષાને આશ્રય માં મુગ્ધ કરી દેતું હેાય તેમ એક ધનાઢચના વિશાલ મહાલયમાં સુંદરરૂપવાળી, સાક્ષાત્ રતિના અવતાર સમી, છતાં ત્યાગની જંગમ પ્રતિમા સમી, ચારિત્રના એજસમાં સ્નાન કરેલી અને બ્રહ્મચર્યના આભૂષણથી અલ`કૃત એવી મહાતસ્વિની સમી એક વિદુષી સાધ્વી તપસ્યાના પારણા અર્થે માધુકરી ~~ ગોચરી માટે પધાર્યા છે. ગૃહલી સમી શેઠાણીએ, બહાર આવી, વિનયપૂ, તેમને ધરમાં આવવા આમંત્રણ આપ્યું. આ મહાસતી સાધ્વીના રૂપ-પૂજે તેના હૃદયમાં કઈ કઈ લાગણીઓ પ્રગટ કરી. તે વિચારવા લાગી : કેવું સુંદર રૂપ! મે' આ નગરમાં ઘણી રૂપરાણીએ — રૂપગર્વિતા જોઇ છે, પણ એ બધા કરતાં આ રૂપરાશિ, ખરે જ અનુપમ છે! તેણે વિનયથી સાધ્વીજીને કહ્યું : મહાસતીજી, મને કંઇક ઉપદેશ સંભળાવે ! સાધ્વીજીએ ઉપદેશ સંભળાવ્યા, પણ શેઠાણીને એથી તૃપ્તી ન થઈ હાય તેમ તેને સાધ્વીજીની પૂર્વી કથા પૂછવાનું મન થયું. For Private And Personal Use Only
SR No.521522
Book TitleJain Satyaprakash 1937 06 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy