SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેઠ ૫૮૬ શ્રી જૈન સત્ય પ્રકાશ બળી મરી. પતિની સાથે આગમાં બળવા છતાં મને તે ટાઢો હમ જેવો લાગે, કારણ કે હું મારા પતિની સોડમાં હતી. આ પ્રમાણે પોતાને પૂર્વ ભવ કહ્યા પછી બાળાએ આગળ ચલાવ્યું – “ત્યાંથી મરી હું અહીં આવી જન્મી. મારા પૂર્વભવના પ્રેમીને મેળવવાની આશામાં જ હજી સુધી હું કુંવારી રહી છું અને જે તે ટ્રક વખતમાં નહિ મલે તે શ્રીતીર્થકર પ્રભુએ બતાવેલા માર્ગે ચાલવાની – દીક્ષા લેવાની અને આત્મકલ્યાણ કરવાની મારી ઇચ્છા છે.” અહીં જ તે બાળાને સાચો પ્રેમ પ્રગટ થાય છે. પૂર્વ ભવનો પ્રેમી ભલે તે જ પરણવું, નહિ તો ત્યાગી – સાધ્વી જીવન ગાળવું એ કાંઈ રમત વાત નથી. સાધુ થવું એ મેંઢાની વાત કે બચ્ચાંના ખેલ નથી. મનના સંયમપૂર્વક નિર્મળ ચારિત્ર અને આજીવન ઉજજવલ બ્રહ્મચર્ય પાળવું, આ ભાવના પ્રગટ થવી એ જ એ બાઈના ઉચ્ચ સંસ્કાર બતાવવા બસ છે. એક સાત્વિક પ્રેમાળ ભકત જન જેમ પ્રભુને ઢંઢવા જોગી બને છે તેમ બાળા પણ અને સાધ્વી થવાનું જ જણાવે છે. એ જ એના અપાર્થિવ પ્રેમની કસોટી છે. ઉઘાનમાંથી તે પિતાની સખીઓ અને માતા સાથે ઘેર આવી, પણ તેને ક્યાંય ચેન પડવું નહિ. એકની એક પુત્રીની આ દશા જોઈ પિતા અત્યંત દુઃખિત થયા. અનેક સારા વૈદ્યો પાસે તેની ચિકિત્સા કરાવી પણ જ્યાં વ્યાધિ હેય તેની જ ચિકિત્સા અને તેનાં જ ઔષધે હોય. આ તો માનસિક વ્યાધિ હતો. તેનું ઔષધ તે પતિના મેળાપ સિવાય બીજું નહોતું. તરંગવતી વધુ કૃષ થતી ગઈ. તેનું રૂપ જોઈ ઘણાંય માબાપોએ કન્યાનું માગું કર્યું. પરંતુ તરંગવતીના પિતાએ બધાને સ્પષ્ટ રીતે ના. ભણી હતી. આ ના ભણવાનાં બે કારણે હતાં: એક તે કન્યાને યોગ્ય ધાર્મિક વૃત્તિવાળા વરને અભાવ અને બીજું સામાનાં કુળ અને પૈસે પિતાના જેવાં–જેટલાં નહોતાં. તરંગવતી એટલી ઝુરતી કે તેને ખાવું પીવું પણ ઝેર જેવું જ લાગતું. માત્ર માતા પિતાને રીઝવવા તે, વેદનાભર્યા હૈયે, બે કળીયા ખાતા-પીતી કે બેસતા-ઊઠતી. બાકી તે તેનું જીવન તેને બહુ કારમું લાગતું. તેને એકલા પડ્યા રહેવાનું જ મન થતું. અને છતાંય માતાપિતા તરફની ભક્તિ તેનામાં દેખાઈ આવતી હતી. તે “મારા લીધે મારા પૂજ્ય માબાપને દુઃખ ન થાય” એ ભાવના સદાય મનમાં રાખતી. અને એટલા જ માટે અથવા તો લજજાના કારણે તેણે પોતાની ગુપ્ત વાર્તા પિતાની પ્રીય સખી સિવાય કદી પણ બીજાને નહોતી જણાવી. તરંગવતીએ આમ દુઃખભર્યા દિવસોમાં પોતાના ચાતુર્યથી – ચિત્રકળાના પ્રતાપે પોતાના સ્મરણચિત્ર (પૂર્વ ભવની બધી વિગતો -- ચક્રવાકી અને ચક્રવાક યુગલ, નદી, પારધી અને તેના બાણથી ચક્રવાકનું મૃત્યુ, ચક્રવાકીનું તેની પાછળ બળી મરવું ઇત્યાદિ ઇત્યાદિ.) ચીતરી પોતાની સખી સાથે કાર્તિકી પૂર્ણિમાના કૌમુદી મહોત્સવના મેળામાં મોકલાવ્યાં. બીજી બાજુ તેણે પોતાના ધાર્મિક સંસ્કારના કારણે, પિતાની કામનાસિદ્ધિને માટે ૧૦૮ આયંબીલને મહાન તપ શરૂ કર્યો. જૈનશાસ્ત્રકારે તપશ્ચર્યાને કર્મ ખપાવવાનું સબલ કારણ માને છે. તેથી પાપ દૂર થાય છે, કર્મ કપાય છે અને વિદ્યોનો નાશ થાય છે. આયંબાળા પતિના વિરહમાં સાધ્વી જેવું ત્યાગમય જીવન જીવે તેમાં જ તેની મહત્તા છે. આ તપ ઉપરાંત For Private And Personal Use Only
SR No.521522
Book TitleJain Satyaprakash 1937 06 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy